________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કારણ-કાર્યભાવ
: ૩૭ : તેનું સમાધાન- લક્ષણભેદ છે, સત્તાભેદ નથી, તેથી સત્તા અપેક્ષાએ અભેદ અને સંજ્ઞાદિ (અપેક્ષાએ) ભેદ જાણવો. વસ્તુની સિદ્ધિ ઉત્પાદ-વ્યય-ધ્રુવ ત્રણથી છે. અષ્ટસહસ્ત્રીમાં કહ્યું છે કે
पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः। अगोरसवतो नोभे तस्मात्तत्वं त्रयात्मकम्।।६।। घट मौलि-सुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम्। शोक-प्रमोद-माध्यस्थं जनो याति सहेतुकम्।।६९।।
[દેવાગમ-આખમિમાંસા ] જેમ કોઈ પુરુષે દૂધનું વ્રત લીધું છે કે હું દૂધ જ પીશ. તે દહીંનું ભોજન કરતો નથી, અને જેને દહીંનું વ્રત છે તે દૂધનું ભોજન કરતો નથી, તથા જેને ગોરસનો નિયમ છે કે હું ગોરસ નહિ લઉં, તે ગોરસને ગ્રહણ કરતો નથી. માટે તત્ત્વ છે તે ત્રણે થઈને છે. દૂધ છે તે ગોરસનો પર્યાય છે અને દહીં (પણ ગોરસનો) પર્યાય છે, એક પર્યાયમાત્રને ગ્રહણ કરવાથી ગોરસની સિદ્ધિ થતી નથી, ગોરસ સર્વ (આખું) (તેમાં) આવી જતું નથી. તેમ એક ઉત્પાદમાં અથવા વ્યયમાં અથવા ધ્રુવમાં વસ્તુની સિદ્ધિ થતી નથી, (પણ) વસ્તુ ત્રણે વડે સિદ્ધ છે. જેમ કોઈ પંચરંગી ચિત્ર છે, (તેમાંથી) એક જ રંગને ગ્રહવાથી ચિત્રનું ગ્રહણ થતું નથી; તેમ ઉત્પાદ-વ્યય-ધ્રુવ એ ત્રણેય વસ્તુ છે, (ઉત્પાદાદિ કોઈ ) એક જ વડે તેનું ગ્રહણ થતું નથી.
જો વસ્તુને ધ્રુવ જ માનો તો બે દોષ લાગે-* એક તો ધ્રુવનો જ નાશ થાય; ઉત્પાદ-વ્યય વગર (વસ્તુ) અર્થક્રિયા કારક ન હોય અને અર્થઝિયા વગર વસ્તુની સિદ્ધિ ન થાય- (વસ્તુમાં ) પટ ગુણી વૃદ્ધિ-હાનિ ન થાય; એમ થતાં (વસ્તુ )
* જાઓ, પ્રવચનસાર ગા. ૧OO ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com