________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય અધિકાર
': ૫ : પરંતુ તે વીશેય ઔષધિ ગોળીને આશ્રયે છે (તેથી) ગોળીને “વીશ ઔષધિનો એક રસ' કહેવાય છે. જો કે વીશય ઔષધિ જુદા-જુદા સ્વાદને ધારણ કરે છે તોપણ જો ગોળી–ભાવને (–ગોળીના સ્વરૂપને) જોઈએ તો કોઈ ઔષધિનો રસ તે ગોળીથી જાદો નથી, જે રસ છે તે ગુટિકા ભાવ વિષે રહેલા છે. તે વીશ ઔષધિરસનો એક પુંજ તે જ ગોળી છે-આમ જો કે કથનમાં ભેદવિકલ્પ જેવું આવે છે પરંતુ (વસ્તુમાં ભેદ નથી, કેમકે ) એક જ સમયમાં વીશ ઔષધિરસનો ભાવ એક ગોળી છે. તેમ ગુણો પોતપોતાના સ્વભાવને લીધે જાદા જાદા છે. કોઈ ગુણનો ભાવ બીજા કોઈ ગુણ સાથે મળી જતો નથી, જ્ઞાનનો ભાવ, દર્શન સાથે ન મળે, દર્શનનો ભાવ, જ્ઞાન સાથે ન મળે, એ પ્રમાણે અનંતગુણો છે તેમાંથી કોઈ ગુણ બીજા કોઈ ગુણ સાથે મળતો નથી. બધા ગુણોનો એકાંત ભાવ ચેતનાનો પુંજ દ્રવ્ય છે. જો (દ્રવ્ય વગર) એકલા ગુણને જ માનીએ તો તે “આકાશના ફૂલ” ની જેમ કહેવા માત્ર જ ઠરે. ગુણી વગર ગુણ કઈ રીતે હોય?ન હોય. એક જ્ઞાન ગુણ તો માન્યો (પણ દ્રવ્ય ન માન્યું) તો દ્રવ્ય વગર જ્ઞાન જ વસ્તુ નામ પામ્યું, ત્યારે જ્ઞાન વસ્તુ ઠરી. એ રીતે અનંત ગુણો અનંત વસ્તુ થઈ જાય, એમ થતાં વિપરીતતા થાય છે, એમ તો નથી. બધા ગુણોનો આધાર એક વસ્તુ છે, તેને દ્રવ્ય કહેવાય છે.
કોઈ પ્રશ્ન કરે છે કે આ દ્રવ્ય છે તે વસ્તુ છે કે વસ્તુની અવસ્થા છે?
તેનું સમાધાનઃ- વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષના એકાંતરૂપ છે; દ્રવીભૂત (દ્રવ્યત્વ) ગુણ વડે દ્રવ્ય' કહેવાય છે. દ્રવ્ય_વડે તે વસ્તુની અવસ્થા ‘દ્રવ્ય રૂપ થઈ, તે વસ્તુ જ છે; વિશેષણથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com