________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાન ગુણનું સ્વરૂપ
હવે જ્ઞાનગુણનું સ્વરૂપ કહીએ છીએ. જ્ઞાન જાણપણું એ રીતે નિર્વિકલ્પ છે, તે સ્વજ્ઞેયને જાણે છે; તે ૫૨શેયોને જાણવામાં, જ્ઞાન નિશ્ચયથી જાણે તો જ્ઞાન જડ થાય-તાદાત્મ્યવૃત્તિથી એક થઈ જાય; તેથી નિશ્ચયથી તો ન જાણે, ઉપચા૨થી જાણે તો સર્વજ્ઞતા કઈ રીતે [બને ] ? જો ઉપચારમાત્ર તો જૂઠો છે તો સર્વજ્ઞ [પણું] જાઠું થાય, તે ન બને.
તેનું સમાધાનઃ- જેમ અરીસામાં ઘડો-વસ્ત્ર વગેરે દેખાય છે, ત્યાં જે ‘દેખવું’ તે તો ઉપચાર દર્શન નથી, [તેમ જ્ઞાન] શેયોને પ્રત્યક્ષ દેખે છે તે તો જૂઠું નથી; પરંતુ આટલું વિશેષ છે કે ઉપયોગ જ્ઞાનમાં સ્વ-પરપ્રકાશક શક્તિ છે, તે પોતાના સ્વરૂપ-પ્રકાશનમાં નિશ્ચળ વ્યાપ્ય-વ્યાપક વડે લીન થયેલો અખંડ પ્રકાશ છે; પરનું પ્રકાશન તો છે, પરંતુ વ્યાપકરૂપ એકતા નથી [ અર્થાત્ ૫૨ને જાણતાં જ્ઞાન ૫૨ સાથે એકમેક થતું નથી ], તેથી ઉપચાર સંજ્ઞા થઈ. વસ્તુશક્તિ ઉપચાર નથી. એ વાત વિશેષ લખીએ છીએ:
કોઈ એક મિથ્યાવાદી એમ માને છે કે શૈયોનું જાણપણું છે તે જ અશુદ્ધતા છે, જ્યારે તે મટશે ત્યારે અશુદ્ધતા મટશે
૧ જીઓ, સમયસાર ગા. ૩૫૬ થી ૩૬૫ ઉ૫૨ જયસેનાચાર્યની ટીકામાં ૪૬૬-૪૬૭. ૨. જુઓ, સમયસાર કલશ-૨૫૧;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com