________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૧૮ :
ચિદ્ર વિલાસ જ્ઞાનને ] જો સર્વદેશ કહો તો તે સર્વદશ સંભવતું નથી [ કારણ કે] તે માત્ર દર્શનને જ જાણનારું ન રહ્યું પણ બધાને જાણનારું ઠર્યું. [૨] [ અને જો તે જ્ઞાનને ] એકદેશ અંશકલ્પના છે, [ એક કહો તો] તે કેવળજ્ઞાનમાં સંભવતી નથી.
તેનું સમાધાનઃ- દર્શનમાં સર્વદર્શિત્વ શક્તિ છે, તેથી તેને જાણતાં સર્વ જાણું,-એક તો આ ન્યાય છે. [વળી] યુગપત્ સર્વ ગુણોને જાણતાં તેમાં દર્શનને પણ જાણું, યુગપત્ જાણવામાં વિકલ્પ નથી. એક જ નિરાવરણ જાણવાથી સર્વ ગુણો નિરાવરણ જાણ્યા. જેમ એક આત્માના અસંખ્ય પ્રદેશ, પ્રદેશ-પ્રદેશમાં અનંત ગુણ [ અને ] ગુણ-ગુણમાં અસંખ્ય પ્રદેશ. તે એક પ્રદેશ નિરાવરણ થતાં સર્વ પ્રદેશો નિરાવરણ થયા; એકને જાણે તે સર્વને જાણે, સર્વને જાણે તે એકને જાણે, એમ આગમમાં કહ્યું છે; [તેથી] નિરાવરણ એક દર્શનને જાણવામાં સર્વદેશ જ્ઞાન સિદ્ધ થાય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે-દર્શન નિરાકાર છે, તેને જાણવાથી જ્ઞાન પણ નિરાકાર થયું?
તેનું સમાધાનઃ- દર્શન ગુણ દેખવામાત્ર લક્ષણને ધારણ કરે છે; અને સર્વદર્શિત્વ શક્તિને ધારણ કરે છે એ દર્શનનું વિશેષ છે; તેને (જ્ઞાન) જાણે છે (તેથી દર્શનને જાણનારુ જ્ઞાન નિરાકાર નથી)–એક તો આ સમાધાન છે. બીજું વિશેષ એ છે કે જ્ઞાનની સર્વજ્ઞ શક્તિમાં સર્વને જાણતાં દર્શન પણ આવ્યું બધા ગુણોનું જાણપણું મુખ્ય થયું તેમાં દર્શન પણ આવી ગયું, પણ જ્ઞાન તે રૂપ (થયું)-એમ ન કહીએ (અર્થાત્ અનંત
૧. ગુજO સમયસાર પૃ. ૫૦૪; ૨. પ્રવચનસાર ગા. ૪૮-૪૯.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com