________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૮ :
ચિદ્ર વિલાસ तच्चाण्णेसणकाले समयं बुज्झेहि जुत्तिमग्गेण।
णो आराहणसमये पच्चक्खो अणुहवो जम्हा।। २६६ ।।
અર્થાત્ તત્ત્વના અવલોકનકાળે પદાર્થને યુક્તિમાર્ગથી જાણવા જોઈએ, પરંતુ આરાધન વખતે તો પ્રત્યક્ષ અનુભવ હોવાથી ત્યાં યુક્તિની જરૂર નથી.
માટે નય (અને પ્રમાણ (તે) યુક્તિ છે એમ જાણવું.
ગુણસત્તા” માં અનંત ભેદ છે તે ગુણના અનંત ભેદ છે. એક સૂક્ષ્મગુણના અનંત પર્યાયો છે, જ્ઞાનસૂક્ષ્મ દર્શનસૂક્ષ્મ એ જ રીતે બધા ગુણો સૂક્ષ્મ જાણવા, સૂક્ષ્મ (ગુણ ) ના પર્યાયો છે. સૂક્ષ્મગુણનો જ્ઞાનસૂક્ષ્મ પર્યાય જ્ઞાયકતારૂપ અનંતશક્તિમય નૃત્ય કરે છે; એક જ્ઞાન-નૃત્યમાં અનંત ગુણનો ઘાટ જાણવામાં આવ્યો છે તેથી (તે અનંત ગુણનો ઘાટ) જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંતરૂપને ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત ભાવને ધરે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત પ્રભાવ છે.*-આ પ્રકારે આવા ભેદો અનંત સુધી જાણવા.
એકેક ગુણ સાથે બીજા ગુણને લગાડવાથી અનંત સપ્તભંગી સાધી શકાય છે (અર્થાત્ એક એક ગુણમાં બીજા ગુણની અપેક્ષા લઈને તેમાં અનંત સપ્તભંગી ઉતરે છે). તેનું કથન - અહીં સત્તા ગુણ સાથે જ્ઞાન ગુણની અપેક્ષા લઈને સપ્તભંગનું સ્વરૂપ વિચારે છે:-)
* વિસ્તાર-વર્ણન માટે જાઓ; આજ ગ્રંથકર્તાકૃત અધ્યાત્મ પંચ સંગ્રહ-સવૈયા
ટીકાઃ પૃષ્ટ, ૧-૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com