Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XI
આવા પ્રાચીન અને જેની એકમાત્ર પોથી મળતી હોય તેવા ગ્રન્થનાં ગ્રન્થિસ્થળોમાં પાઠનિર્ણયમાં પરામર્શ કરવા માટે સામે કોઈ યોગ્ય વ્યક્તિ હોય તો કોઈકનો ક્ષયોપશમ કામ આવી જાય! કેટલાંક
સ્થાનો શુદ્ધ થયાં. શ્લોક હતા તેનાં વૃત્તો નિશ્ચિત કર્યાં. છતાં હજી ઘણાં સ્થાનો “ફરીથી જોઈશું એટલે બેસી જશે” એમ ધારીને છોડી દીધાં હતાં.
જામનગરના ચોમાસા પછી વિહાર કરીને અમદાવાદ આવ્યા. ત્યાં શ્રી હરિવલ્લભ ભાયાણી મલ્યા. “ચન્દ્રલેખા'ના સંપાદનમાં તેઓ રસ લેતા જ હતા. એક-બે વાર તેઓને અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા અંકના અનુક્રમે શ્લોક ૨૧, ૨૪ અને ૨૮ પાઠશુદ્ધિ માટે મોકલ્યા તો તેઓએ પ્રાકૃત વ્યાકરણની દૃષ્ટિએ પાઠ શુદ્ધ કરીને મોકલ્યા. તે પણ ફરી જોયા. અને સળંગ ત્રણ દિવસ ત્રણ-ત્રણ કલાક બેસીને તમામ શંકિત સ્થાનો અંકે કરી લીધાં.
હવે તો પ્રશ્નોને લટકતા રાખવાનો સમય જ નહોતો. પરસ્પર પરામર્શ કરીને લગભગ બધાં સ્થાનોની ગૂંચ ઉકેલાઈ. પણ એક સ્થાન ચોથા અંકમાં (મુદ્રિત પૃ.૭૪) હજી સુધી અણઉકેલેલું રહ્યું હતું. કશી જ સૂઝ પડતી ન હતી. કોઈ રીતે તેનું અનુસંધાન મળતું ન હતું. સંશોધન એટલે શું? અને તેની જરૂરત શી છે એ પ્રશ્નનો જવાબ એ વખતે મળ્યો.
શ્રી ભાયાણીજીની સાથે ચર્ચા કરતાં કરતાં જ એ અનુસંધાન મળી ગયું. જ્યાંથી પદ અધૂરું હતું ત્યાંથી ત્રણ પાનાં પછીથી તેનું અનુસંધાન મળ્યું. બહુ આનંદ થયો. બધી સંકલના વ્યવસ્થિત કરી. ગ્રન્થ હવે મુદ્રણ કરાવવા લાયક બન્યો એમ થયું.
શ્રી રોહિતભાઈ કોઠારી હસ્તક શારદા મુદ્રણાલયમાં કામ શરૂ કરાવવાનું નક્કી થયું અને તેઓએ ચીવટપૂર્વક આ કામ બને તેમ સુંદર રીતે કર્યું. પ્રકાશન શારદાબેન ચીનુભાઈ રિસર્ચ સેન્ટરે સ્વીકાર્યું અને તેના ડાયરેક્ટર શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહે નેહભર્યો સહયોગ આપ્યો.
આમ આ ગ્રન્થ આટલી બધી પ્રક્રિયામાં પસાર થઈને રસજ્ઞ વિદ્વાનોના કરકમલમાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org