Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXVI
છે. તત્ત્વપ્રપંચનને કહે છે, ““ધ્યાનના ક્લેશથી સર્યું! તારું મનોવાંછિત પૂર્ણ થશે.” અને તે પછી તે “શેષમાનદેવિ યાત....” એવો મંત્ર બોલે છે.
ચરૂપાકની તૈયારી થઈ જતાં અંતે મહાસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
નાટકની શૈલી મુજબ – બની ગયેલી ઘટના પાત્ર મુખે જણાવાતી હોય છે. એ ન્યાયે પાટલીપુત્ર નગરના પરમાનન્દ અષ્ટાપદથી આજ્ઞાસિદ્ધ ગુરુની પાસે આવે છે. આજ્ઞાસિદ્ધ તેને પૂછે છે, “આમ હર્ષાકુળ કેમ દેખાઓ છો!” ત્યારે પરમાનન્દ જણાવે છે, ““અષ્ટાપદથી આવતાં મેં રસ્તામાં જે અદ્ભુત – આશ્ચર્યકારી જોયું તેથી હું ખુશ છું. તેમાં અજિતબલાદેવી પ્રત્યક્ષ થયાં. મહાચરૂપક સિદ્ધ થયો. તેના ભક્ષણથી બે વધૂ અને પુત્રથી યુક્ત વિજયેન્દ્રને સમગ્ર સિદ્ધવર્ગ સેવવા લાગ્યો.”
આ વાત ચાલતી હતી ત્યાં જ દેવિપ્રભા-ચન્દ્રલેખા સાથે અને પુત્ર રત્નપુંજ સમેત વિજયેન્દ્ર ગુરુને પ્રણામ કરવા આવે છે. આજ્ઞાસિદ્ધ મસ્તકને સ્પર્શ કરીને આશીર્વાદ આપે છે, ““તે જ પ્રસિદ્ધ વૈતાગિરિમાં માયાપુરી નગરીમાં આ તારો પુત્ર રત્નjજ વિદ્યાધર ચક્રવર્તીની પદવી પામો, અને અનેક સિદ્ધોથી વીંટળાયેલો તું યાવતું જીવન આનંદ કર.”
વળી આજ્ઞાસિદ્ધ વિજયેન્દ્રને પાસે બેસારીને વાત્સલ્યથી નેહસિક્ત કરથી તેનું મુખ ઊંચું કરીને ભરતવાક્યરૂપે પૂછે છે, “કહે, બીજું પણ તારું શું પ્રિય કરું?” તેના ઉત્તર રૂપે વિજયેન્દ્ર “અજિતદેવ ચન્દ્ર શેષરાજ..” એ જ મંત્ર બોલે છે અને તેનો અર્થ વિસ્તારથી જણાવે છે. વળી “સુધાકલશ'વાળો શ્લોક ફરીથી આવે છે અને તેની ચિત્રકાવ્ય તરીકે કળશના આકારમાં કેવી રીતે સ્થાપના થઈ શકે તે બતાવેલું છે. અંતમાં આ પ્રકરણ ચિરકાળ સુધી વિદ્વાનો દ્વારા વંચાતું રહે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
- (૩) નાટ્યપ્રકાર નાટ્યપ્રકારની દૃષ્ટિએ “ચં.વિ.” પ્રકરણપ્રકારની નાટ્યકૃતિ છે. નાટ્યશાસ્ત્રના વિવિધ ગ્રંથોમાં પ્રકરણનાં લક્ષણ આપેલાં છે. જેમ કે
विप्रवणिक्सचिवानां पुरोहिताऽमात्यसार्थवाहानाम् । चरितं यन्नैकविधं ज्ञेयं तत् प्रकरणं नाम ।
(નાટ્યશાસ્ત્ર. 9 /8s)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org