Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXX
(૫) સિદ્ધપુત્રની સંસ્થા આગળ ઉપર કહ્યું તેમ વિયોગ પામેલા વિજય અને ચંદ્રલેખાના પુનર્મિલનમાં સિદ્ધપુત્ર અને સિદ્ધપુત્રપરિવારે ઘણો મોટો ભાગ ભજવ્યો
આ સિદ્ધપુત્રની સંસ્થા એ ખૂબ પ્રાચીનકાળથી ચાલી આવતી પરંપરા જણાય છે. સિદ્ધપુત્રના પ્રકાર અને લક્ષણવ્યાખ્યાનાં વર્ણનો તો ઠેઠ “વ્યવહારસૂત્ર'ની ચૂર્ણિથી શરૂ કરી શ્રી હરિભસૂરિ મહારાજના ગ્રંથો સુધ્ધાંમાં મળે છે. (જુઓ પરિશિષ્ટ : ૩) પણ તેઓના કાર્યક્ષેત્રની વિગતો ચરિત્રોમાં મળે છે. જેમકે –
કલિકાલસર્વજ્ઞ-રચિત “પરિશિષ્ટ-પર્વ' (સર્ગ : ૧)માં શ્રી જંબૂસ્વામીચરિત્રમાં, શ્રી જંબૂકુમારના જન્મ પહેલાં તેમના માતા ધારિણીદેવી પુત્ર ન હોવાના કારણે મનમાં કલ્પાંત કરે છે. તેના મનની વ્યથાને હળવી કરવા ઋષભદત્ત વનવિહાર કરવા લઈ જાય છે. ત્યાં વૈભારગિરિના પહાડ તરફ જતાં જ સિદ્ધપુત્ર મળે છે અને ધારિણીદેવીને પુત્રપ્રાપ્તિનો ઉપાય બતાવે છે ને ચિંતામુક્ત કરે છે અને તેમના કથન મુજબ પુત્રપ્રાપ્તિ થાય છે.
આવાં આવાં કાર્યો તેઓ કરતા હતા તેવા ઉલ્લેખો ઘણા ચરિત્રગ્રંથોમાં મળે છે.
ગ્રંથકાર શ્રી દેવચન્દ્ર મુનિવરના સમયમાં આવા યાંત્રિક-તાંત્રિક સિદ્ધપુત્રની પરંપરા જીવિત હશે એમ લાગે છે. વળી પાંચમા અંકમાં અને બીજા અંકમાં પણ ઉલ્લેખ છે. તેમાં શેષભટ્ટારકનું નામ આવે છે –
सान्निध्यैकरतिर्विशेषविधये श्रीशेषभट्टारकः। - તે તેઓના નિકટના મિત્ર છે. તેઓ સિદ્ધપુત્ર જણાય છે. એના જેવા સિદ્ધપુત્ર આજ્ઞાસિદ્ધ છે. તેમની પરંપરામાં અહીં આપ્યા છે તેવા મંત્રની પરંપરા જણાય છે.
અહીં પાંચેપાંચ અંકમાં જુદા જુદા મંત્ર આવે છે. આપણે મંત્ર શબ્દ દ્વારા જેમાં “”. “હીં' વગેરે બીજાક્ષરો હોય અને અંતે “સ્વાહા” વગેરે હોય તે સમજીએ છીએ. પણ અહીં નવા જ મંત્રો છે. ગૂઢાર્થવાળા છે. તેના એકથી વધારે અર્થ થાય છે અને તે અર્થ ગ્રન્થકાર પોતે જ સમજાવે છે. સાંકેતિક શબ્દો છે જેના અર્થ વાચક સ્વયં સહેજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org