Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXVIII
નાયિકા હોય તો તે શુદ્ધ પ્રકરણ કહેવાય. બીજા પ્રકારની નાયિકા હોય તો તે સંકીર્ણ પ્રકરણ કહેવાય. એક મતે કુલજા, વેશ્યા અથવા બંને એમ ત્રણ પ્રકારની નાયિકા હોય.
દા.ત. તાંત્તિમાં વેશ્યા, પુખદૂષિતમાં કુલજા તથા મૃચ્છકટિમાં બને છે. બીજા મતે ધૂર્ત, જુગારી આદિ પાત્રો હોય તો તે મૃચ્છટિવેની જેમ સંકીર્ણ પ્રકરણ કહેવાય છે.
૪પ્રયોગ ચં.વિ.ના પ્રથમ અંકમાં એવો નિર્દેશ કરેલો છે કે (અણહિલપાટણના) કુમારવિહારની ડાબી બાજુના શ્રી અજિતનાથ ભગવાનના વસન્તોત્સવમાં ચન્દ્રવાવિનયઝર નામનું નાટક ભજવવાનું છે એવું રાજા કુમારપાલની પરિષદે તેમને કહ્યું છે. આથી એ ફલિત થાય છે કે આ પ્રકરણ (નાટક)નો તે ઉત્સવ પ્રસંગે પ્રયોગ થયો હતો. એ દૃષ્ટિએ એનું ઘણું મહત્ત્વ છે.
આપણને આજે પ્રશ્ન થાય છે કે ચંવિ.નો જે મધ્યવર્તી વિષય છે તેને લગતા નિતદેવવન્દ્રશેખ જેવા ઘણાં ગૂઢ પદ્યો આવે છે અને તેમનું અર્થોદ્ઘાટન વ્યાકરણ અને શબ્દકોષના આધારે ગ્રંથકર્તાએ પોતે જ કૃતિમાં કરેલું છે. તો એ બધા નીરસ અને દુર્બોધ ગણાય તેવા ભાગને પ્રેક્ષકવર્ગ કેવી રીતે માણ્યો હશે! તે સિવાયનો બીજો જે ભાગ છે તે તો અત્યન્ત રસિક છે, સહૃદય ચતુર વાચક/પ્રેક્ષકના મસ્તકને ડોલાવી દે તેવો છે.
ગ્રંથનો મોટો ભાગ આ મંત્ર અને મંત્રોના ગૂઢાર્થની સમજૂતીમાં રોકાયો છે. મંત્ર અને મંત્રાર્થો જોતાં પ્રશ્ન થાય કે આવા નાટકની મંચનક્ષમતા કેટલી ગણાય? પાઠ માટે યોગ્ય લાગે પણ પ્રયોગ માટે આને કેવી રીતે સફળતા મળે? એવું પણ હશે કે પ્રયોગ-આવૃત્તિ જુદી હોય અને પાઠ-આવૃત્તિ જુદી હોય. પ્રયોગ વખતે તો મંત્રોના શ્લેષાર્થ, કાવ્યોની ચિત્રાકૃતિ, બંધસ્વરૂપ વગેરે શી રીતે શક્ય બની શકે?
આટલું લખ્યા પછી નાટ્ય-મંચન વિદ્યાના નિષ્ણાત શ્રી ગોવર્ધન
१. यदद्य श्रीकुमारविहारे वामपाविस्थित-श्रीमदजितनाथदेवस्य वसन्तोत्सवे विद्यस्य श्रीदेवचन्द्रमुनेः कृतिः चन्द्रलेखाविजयं नाम प्रकरणमभिनेतव्यमिति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org