Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXIX
પંચાલ મળવા આવ્યા. ત્યારે ચન્દ્રલેખા'ના શ્લેષાર્થવાળા મંત્રની વાત થઈ. તો તેઓએ આ વિષયમાં નવી માહિતી પૂરી પાડી. તેઓએ કહ્યું, ‘ઈસવી સન ૧૯૭૫-૭૬માં હું કેરલ રાજ્યમાં ત્રિશુર ગામમાં થિરૂમાન્ધામકુન્ન (શ્રી માન્થા ટેકરી)માં કુત્તમ પલન્ (શિવમંદિરના નાટ્યમંડપ)માં ભજવાતું ભાસવિરચિત ‘યૌગન્ધરાયણ' નામનું નાટક જોવા ગયો હતો. તે જોયા પછી થોડો વખત એ જ ગામમાં તે અંગેની વિશેષ માહિતી મેળવવા રહ્યો હતો. તેમાં એવું જાણવા મળ્યું કે આના પહેલાં ભાસવિરચિત ‘અભિષેક નાટક' ભજવાયું હતું. તેમાં ત્રીજા અંકમાં એક શ્લોક આવે છે :
यस्यां न प्रियमण्डनापि महिषी देवस्य मन्दोदरी, स्नेहालुम्पति पल्लवान्न च पुनर्वीजन्ति यस्यां भयात् । वीजन्तो मलयानिला अपि करैरस्पृष्टबालद्रुमाः सेयं शक्ररिपोरशोकवनिका भग्नेति विज्ञाप्यताम् ।।
આ શ્લોકના ભિન્ન ભિન્ન અર્થો, ભિન્ન ભિન્ન પાત્રો સળંગ અઢી કલાક સુધી કરતા જ રહ્યા અને તે જોવા આવેલો વિશાળ પ્રેક્ષક ગણ એ બધું સાંભળતો જ રહ્યો, માણતો જ રહ્યો. મંદોદરીના સ્ત્રીપાત્રે તેનું ગાન અને તેના અર્થો ત્રણેક રીતે કર્યા અને રાવણના પુરુષપાત્રે એ જ શ્લોકનાં ગાન અને અર્થ ત્રણ-ચાર રીતે કર્યાં. આમ અઢી કલાક આ જ ચાલતું રહ્યું.
આ જાણ્યા-સાંભળ્યા પછી એમ માનવાનું મન થાય છે કે જો આજે અત્યારે પણ સંસ્કૃત નાટક અને તેમાં આવતા સંસ્કૃત શ્લોક અને તેના ભિન્ન ભિન્ન અર્થોને કહેવામાં આવતા હોય અને તેને શ્રોતાગણ રસપૂર્વક ઝીલતો હોય – માણતો હોય તો નવસો વર્ષ પહેલાં આ ‘ચન્દ્રલેખા' નાટક જ્યારે વસંતોત્સવમાં ભજવાયું હશે ત્યારે જરૂર આ મંત્રોના ગૂઢ લાગતા અર્થોને શ્રોતાગણ-પ્રેક્ષકવર્ગ માણતો હશે. હા, એ માટે પ્રેક્ષકવર્ગને સંસ્કૃત ભાષાની સાથે સાથે વ્યાકરણ-વિષયક પણ જ્ઞાન હોવું જરૂરી ગણાય અને તે વખતે એવા સંસ્કૃત ભાષાના જ્ઞાનનો રસ પાટણ જેવા રાજધાની નગરમાં પ્રસરેલો જ હશે. આટલું આ મંત્ર અને મંત્રના અર્થ વિષે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org