Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXXI
સમજી ન શકે.
આવા કુલ બાર મંત્રો છે. તે પરિશિષ્ટ-૪માં આપ્યા છે. ગુણવત્તા
(૬)
હવે કવિકર્મ વિષે થોડુંક : મંત્ર અને મંત્રાર્થ સિવાય જે ઘટના બને છે તેના નિરૂપણ-અન્તર્ગત વર્ણનો આવે છે તે બહુ ઊંચી કોટિનાં છે. નીવડેલા કવિની કલમે જ નીપજી આવે તેવાં ઉઠાવદાર એ વર્ણનો છે. દા.ત., ત્રીજા અંકમાં હીંચકા ઉપર બેઠેલી ચન્દ્રલેખાને જોઈને વિજય તેને જે રીતે વર્ણવે છે તે કાવ્યની દૃષ્ટિએ ચેતોહારી છે. તે વર્ણન પૈકીના એક પૃથ્વી છંદમાં કવિએ છએ ઋતુઓનો સમાવેશ કરી દીધો છે :
स्फुरत्परभृतस्वरा विकचकान्तमल्लीस्मिता समुन्नतपयोधरा विशदचन्द्रवक्त्रद्युतिः । प्रदत्तपुलकोद्गमा घनतुषारशीता प्रिये त्वमेव दधसे तनावृतुकदम्बलक्ष्मीमिति ॥
છંદ પૃથ્વી છે પણ પૃથ્વી છંદની બરછટતા સહેજ પણ જણાતી નથી. એ જ રીતે શ્લોક ૨૯માં માલિની છંદની પદાવલી પ્રાસાદિક છે. અહીં વપરાએલો માતિતન્તુ પ્રયોગ નોંધપાત્ર છે. પ્રયોગ શુદ્ધ છે પણ સામાન્ય રીતે વપરાએલો જોવા મળતો નથી. એ જ રીતે પ્રભાતવર્ણન (અંક ૩, શ્લોક ૪), સંધ્યાવર્ણન (અંક ૩, શ્લોક ૩૦), સિદ્ધાશ્રમનું વર્ણન (અંક ૫, શ્લો ૩૭) વગેરે પણ વિશિષ્ટ કોટિનાં વર્ણનો છે.
આ ગ્રન્થમાં છંદોવૈવિધ્ય પણ નોંધપાત્ર છે. પ્રચલિત છંદો શાર્દૂલ, શિખરિણી, સગ્ધરા જેવા મોટા છંદો, તો વસંતતિલકા, માલિની, ઉપજાતિ વગેરે મધ્યમ છંદો અને આર્યા, અનુષ્ટુપ, ગીતિ વગેરે લઘુ છંદો પુષ્કળ પ્રમાણમાં વપરાયા છે. તેની યાદી પરિશિષ્ટ-૫માં આપી છે. અશોકમંજરી (અંક ૫, પૃ. ૯૪) અને ચન્દ્રબિંબ (અંક ૪, પૃ. ૭૭) જેવા વિરલ પ્રયુક્ત છંદો પણ અહીં પ્રયોજાયા છે. ‘છંદોનુશાસન'માં તેનાં લક્ષણ, ઉદાહરણ મળે છે.
કર્તાએ કથાવસ્તુનું જે કૌતુક-રંજિત સંવિધાન કર્યું છે તે ઉત્તરોત્તર જિજ્ઞાસાપોષક બન્યું છે. પહેલા ‘પ્રિયાલાભ' નામના અંકમાં વિયોગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org