Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXIV વળી તેમાં ઉત્તર સાધક તરીકે પોતાના પુત્રને રાખવાનો હોય છે.”
વિજયેન્દ્ર એ બધી વાતનો સ્વીકાર કર્યો અને તત્ત્વપ્રપંચને તૈયાર કરેલા મંડળમાં બેસીને તે ધ્યાન કરવા લાગે છે. પછી “દેવિ દેવ નાથ યાગ.'એ અજિતબલાદેવીની સ્તુતિરૂપ મંત્રપાઠ કરે છે.
[અહીં પણ ૧ પત્ર ત્રુટિત છે તેથી સંબંધ ખોરવાય છે.]
આ મંત્ર હારબંધ પ્રકારના ચિત્રાલંકારના રૂપે છે, તેથી જેવો તેનો જાપ પૂર્ણ થયો તેવો જ ચન્દ્ર જેવી ઉજ્વળ કાંતિવાળો હાર આકાશમાંથી પડે છે.
વિજયેન્દ્ર આત્માવબોધને પૂછ્યું, “ભગવન્! આ શું છે!” આત્માવબોધ કહે છે કે “પ્રસન્ન થયેલાં દેવીએ આ હાર આપ્યો છે.”
તેવામાં જ મંડલાધિષ્ઠાત્રી દેવી ત્યાં પ્રવેશ કરે છે. દેવી ‘નતનાથવેવ...” એ મંત્રનો પાઠ કરે છે, અને તેના ગૂઢાર્થને પણ પ્રકટ કરે છે. વિજયેન્દ્રને મૂઠી ભરીને દિવ્યાક્ષત આપતાં તે કહે છે કે “આ અક્ષતથી. અજિતબલાદેવીની કૃપાથી અને શ્રી શેષરાજના ધ્યાનથી, તને મહાચરુપાક સિદ્ધ થશે. પરિણામે તને શીઘ મહાસિદ્ધિની પ્રાપ્તિ થશે.” એટલું કહીને દેવી તિરોધાન પામે છે. વિજયેન્દ્ર ધ્યાન પૂરું કરે છે ત્યાં સિદ્ધાક્ષતથી ભરેલી મૂઠી સાથે દેવીને જુએ છે.
તે આત્માવબોધને કહે છે, “આપ પૂજ્યની કૃપાથી, મંત્રથી અને માર્ગદર્શનથી આ કાર્ય સિદ્ધ થયું છે.” તે સિદ્ધ-અક્ષત અને ચન્દ્રહાર બતાવે છે. આત્માવબોધ આશીર્વાદ આપે છે એવામાં જ સ્વકીય પુત્ર રત્નપુંજ ચક્રવર્તી સહિત મહારાણી દેવિપ્રભા પધારે છે.
રત્નપુંજ પિતા વિજયેન્દ્રને, ગુરુ આત્માવબોધને તથા મહાતપસ્વી તત્ત્વપ્રપંચનને પ્રણામ કરે છે. વિજયેન્દ્ર રત્નજને ખોળામાં બેસારીને આશીર્વચન આપે છે. ચોથો અંક અહીં પૂર્ણ થાય છે.
(પાંચમો અંક) આજ્ઞાસિદ્ધ કુશાગ્રબુદ્ધિને ગોનર્દનગરમાં સિંધુમતી નદીના કિનારા પરના સિદ્ધાંજન નામના વનમાં મોકલે છે. ત્યાં જઈને શેષરાજની અનુમતિ લઈને વિદ્યા સિદ્ધ કરવાની છે. વિજયેન્દ્ર માટે તેની વ્યવસ્થા કરવાની છે. માટે પહેલાં મહાયજ્ઞ પાક સિદ્ધ કરવાનો છે, જેમાં સિદ્ધાક્ષતની જરૂર હોય છે. તે તો મળી ગયાં છે. હવે ઈધણા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org