Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXV કૃષ્ણચિત્રક અને દિવ્ય દૂધ જોઈએ. વળી આ સમગ્ર કાર્યમાં શેષનાગરાજની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે.
ચિત્રક તો મેરુ પર્વત ઉપરથી મતિવિભવ ખેચર લઈ આવ્યો, પણ દિવ્ય દૂધ લાવવું બાકી છે.
તે પણ શ્રી અજિતબલાદેવીની કૃપાથી મળે છે. મંડલાદિ પણ શરૂ થાય છે. ઉત્તરસાધક તરીકે પુત્ર રત્નપુંજ બેસે છે.
પાતંજલિ(શેષ નાગરાજ)ના ગોનપત્તનમાં સિધુનદી તટે સિદ્ધાંજનવનમાં આ યાગ મંડાયો છે. અહીં ચરૂપક સિદ્ધ કરવાનો છે. તેના માટે પાંચ કુંડ શેષ નાગરાજના સેવકોએ બનાવ્યા છે. ચોસઠ યોગિની રાસ રમવા આવી છે. રત્નપુંજ હાથમાં તલવાર લઈને ઉત્તરસાધક રૂપે ખડો છે.
‘..” એ જ મંત્રના આધારે સમગ્ર વિધિ થઈ રહ્યો
કામાક્ષા વગેરે બધી દેવી ઉપસ્થિત છે. સમયા નામનાં પરમદેવીની આકૃતિ અને તેની નીચે નવમહાસિદ્ધનું આલેખન કરવામાં આવ્યું છે. શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ કરીને નિધિના અધિષ્ઠાયક નાગગણને નિર્વિષ કરવા માટે સુધાકલશ વડે અજિતબલાદેવી “યાગયોગ.'એ શ્લોક બોલે છે. શ્લોકનો ગૂઢાર્થ સમજાવે છે. આ પ્રમાણે વિધિ બરાબર ચાલતો હતો. ત્યાં આદિતાતમા દેવીનો ભાઈ વિઘ્ન કરવા આવી પહોંચે છે. પણ નાગરાજ તેનું તરત નિવારણ કરે છે.
દેવિપ્રભા શેષ નાગરાજને પ્રણામ કરે છે ત્યાં ચન્દ્રલેખા આવે છે. ચન્દ્રલેખા આ મંડલયાગ, સિદ્ધયુવતીઓનું નૃત્ય, કિન્નરગણનું ગાન વગેરે જોઈને બોલી ઊઠે છે કે ““વિજયને જરૂર સિદ્ધિ મળશે.”
તત્ત્વપ્રપંચન ચન્દ્રલેખાને બોલાવે છે. દેવિપ્રભા પૂછે છે : “આ કોણ છે?' તત્ત્વપ્રપંચન પરિચય કરાવે છે, ““આ તમારી બહેન વૈતાઢ્યગિરિમાં કહે છે તે ચન્દ્રલેખા.” ચન્દ્રલેખાને પણ અરુંધતી સમાન દેવિપ્રભાને પ્રણામ કરવા રહે છે. બન્ને પરસ્પર મધુર વાર્તાલાપ કરે છે. ત્યાં વળી આદિતાતમા દેવીની બહેન પિશાક્ષી વાઘણરૂપે વિઘ્ન કરવા આવે છે. પણ તત્ત્વપ્રપંચન તપોબળથી તેને દૂર કરે છે.
દેવીનું ધ્યાન ચાલે છે અને તેના પ્રભાવે અજિતબલાદેવી પધારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org