Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XX આ બાજુ સિદ્ધશબરીની સાથે દેવિપ્રભા વનમાં આમતેમ ફરે છે. જ્યાં ત્યાં પશુઓ દેખાય છે તેને જોઈને દેવિપ્રભા આત્મત્યાગ કરવા મન કરે છે અને પશુઓને કહે છે : “મને ખાઈ જાવ. બેય કામ એકસાથે થઈ જશે. તમારી ભૂખ ભાંગશે અને મારો દુઃખનો ભાર દૂર થશે.”
વળી વૃક્ષને વીંટળાયેલી વેલડીને જોઈને દેવિપ્રભા કહે છે, “તમે પૂર્વભવમાં શું તપ કર્યું છે જેથી તમારે ક્ષણવારનો પણ વિરહ થતો નથી?”
દેવિપ્રભાની આવી વિરહપીડા જોઈને સિદ્ધશબરી મીઠો ઉપદેશ આપે છે, “તત્ત્વનું સ્મરણ કરો, કર્મબંધ તૂટે તો ઇચ્છિત મળે.”
ત્યાં સંધ્યાસમય થયો. ધીરે ધીરે અંધારું ઊતરવા લાગ્યું. દેવિપ્રભા એ અંધારામાં ડરવા લાગી. એવામાં ચન્દ્ર ઊગ્યો. ચન્દ્રને જોઈને પણ તે પોતાની વિરહ વેદના ઘૂંટે છે. તેને ઉદ્દેશીને તે એક શ્લોક બોલે છે. સિદ્ધશબરી તેના ગૂઢ અર્થને પ્રકટ કરે છે. ચન્દ્રને જોઈ વારંવાર વિરહની પીડા અનુભવતી દેવિપ્રભા ચન્દ્રને ઠપકો આપે છે.
તેવામાં વ્રતરક્ષિતા પ્રવેશ કરે છે. સિદ્ધશબરી દેવિપ્રભાને કહે છે, પ્રણામ કરો.” દેવિપ્રભા પ્રણામ કરે છે. વ્રતરપિતા પૂછે છે, “સ્વસ્થતા છે ને!” દેવિપ્રભા કહે છે, “તમારી કૃપાથી આ શરીરના ત્યાગ સાથે દુ:ખ દૂર થશે ત્યારે સ્વસ્થતા મળશે.” વ્રતરક્ષિતા દેવિપ્રભાના કાનમાં નિતવ. એ પંચપરમેષ્ઠિ મંત્રનો પાઠ કરે છે. અને તેના પતિને ઉદ્દેશીને એક શ્લોક કહે છે. એ દુર્બોધ શ્લોકનો વિસ્તારથી અર્થ સમજાવે છે.
વળી વ્રતરક્ષિતા, દેવિપ્રભાનાં કુળદેવી માનવીદેવીની સ્તુતિસ્વરૂપ એક શ્લોક પણ કહે છે.
સિદ્ધશબરી કહે છે, ““આનો અર્થ મને સમજાતો નથી.”
વ્રતરક્ષિતા એ શ્લોકનો પણ વિસ્તારથી અર્થ સમજાવે છે. એ સ્તુતિના પ્રભાવે સાક્ષાત્ માનવીદેવી પધારે છે, અને સંપૂર્ણ નિર્ભયતા પ્રકટે તેવા શુભાશીર્વાદ આપે છે : “શ્રી શેષભટ્ટારક તમારા માટે જાગરૂક છે તેથી નિશ્ચિત રહો.”
તે દેવિપ્રભાને કહે છે કે “તમને કલંકિત કોણ કહે છે?” પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org