Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XXI
શાલિની છંદમાં એક શ્લોક કહી તેનો અર્થ સમજાવે છે.
રાત્રિનો સમય છે. એકાએક આકાશમાં મોટામોટા ધુમાડાના ગોટેગોટા દેખાય છે તેમાં અટ્ટહાસ્ય સંભળાય છે. વડવાનલ જેવું દેખાય છે. વ્રતરક્ષિતાને તરત ખ્યાલ આવી જાય છે કે આ તો વિકટાક્ષ રાક્ષસની પત્ની અહિતાતમા રાક્ષસી. વિપ્રભાએ જન્મ આપેલા નવજાત શિશુનું આહિતાતમા અપહરણ કરી જાય છે.
દેવિપ્રભા એકાએક ઝબકી જાય છે. પુત્રને ન જોતાં તે મૂર્છા પામે છે. શીતોપચારથી મૂર્છા વળે છે. આમ દૈવિપ્રભા દુઃખનો ભોગ બને છે. વાતાવરણ ઉદ્વેગમય બન્યું છે. તેવામાં જ્ઞાનબોધનો પ્રવેશ થાય છે. દૈવિપ્રભા પ્રણામ તો કરે છે પણ હવે તે પ્રાણત્યાગ માટે તત્પર બને છે. જ્ઞાનબોધ આશ્વાસન આપે છે. કહે છે, ‘“તારા ઉપર પરમગુરુનો પણ મહાપ્રસાદ વર્તે છે. તારા પુત્રનું અપહરણ થયું છે તેવું તું ન માન. આહિતાતમાના હાથમાંથી તિવિભવે તારો પુત્ર લઈ લીધો છે. સ્વસ્થ થા.''
આ રીતે ચક્રવર્તીના જન્મને વર્ણવતો બીજો અંક પૂર્ણ થયો. (તૃતીય અંક)
વૈતાઢ્ય પર્વત ઉપર માયાપુરીમાં ચન્દ્રલેખાની સાથે વિજય સુખપૂર્વક ક્રીડામાં સમય પસાર કરી રહ્યો છે. તેવામાં આજ્ઞાસિદ્ધના આદેશથી શુદ્ધબુદ્ધિ અને મતિમસૂણ આવે છે.
દેવિપ્રભાએ પુત્રને સુખપૂર્વક જન્મ આપ્યો છે, અને વિજય જે મહાવિદ્યા સાધવાનો છે તેમાં એ પુત્ર (રત્નપુંજ) ઉત્તરસાધક થવાનો છે એવી આગાહી આજ્ઞાસિદ્ધ શુદ્ધબુદ્ધિને કહી છે. વિજય ચન્દ્રલેખા સાથે કાન્તારના ભિન્ન ભિન્ન પ્રદેશમાં જઈ ઉદ્યાનમાં ક્રીડા કરે છે. તત્ત્વપ્રપંચનનો સાથ છે એટલે ગાઢ અને ભયાનક જંગલમાં પણ તે નિશ્ચિતપણે વિહરે છે.
પ્રભાતસમયને જોઈને તે જુદી જુદી ઉપમાથી સૂર્યને અને પવનને વર્ણવે છે. તે તે વનવિહાર અને વાર્તાવિનોદમાં તત્ત્વપ્રપંચન મિત્ર તરીકે સારો સાથ આપે છે. ચન્દ્રલેખાની સાથે ક્રીડાશૈલને જોતાં જોતાં વિજયને વર્ષો જૂની વાતો યાદ આવે છે તેને તે વાગોળે છે. ધીરેધીરે મધ્યાહ્નસમય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org