Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XIX મતિમસુણ ફૂલ ચૂંટવા માટે વનરાજિમાં ગયો. થોડી વારમાં “આ પ્રચંડ હાથી મને મારી રહ્યો છે. મને બચાવો, બચાવો.” આવી બૂમ સાંભળી વિજય તુરત દોડી ગયો. હાથીને કાબૂમાં લીધો. મતિમસૃણને બચાવી લીધો.
હંસીને જોઈ વિજયના મનમાં પુનઃ પત્નીભાવ જાગ્રત થાય છે. તેવામાં જ સામે વિકરાળ સ્વરૂપ જોવા મળે છે. કાળા કાળા ધુમાડાના ગોટેગોટા દેખાય છે. વાવાઝોડું હોય તેવું લાગે છે. તત્ત્વપ્રપંચન તરત જાણી જાય છે કે આ આદિતાતમા રાક્ષસી આવી ગયાનાં ચિહ્ન છે.
તે વિજયને કહે છે કે ભુજાબળના પરાક્રમથી આનો પરાભવ કરીને તું તારી પ્રિય વસ્તુને મેળવ. વિજય પણ નિવેવ. એ મંત્રનું સ્મરણ કરતો તેની સામે કૂદી પડે છે.
ત્યાં જ આકાશયાનમાં બેસીને મતિવિભવ આવી જાય છે. વિજય પણ એ રાક્ષસીને હરાવે છે. પરિણામે હસીરૂપ ફીટી જાય છે અને ચન્દ્રલેખા મૂળ સ્વરૂપે પ્રકટ થાય છે. તેને લઈને વિજય વૈતાઢ્ય પર્વત જાય છે. અહીં પહેલો અંક પૂરો થાય છે.
(દ્વિતીય અંક) બીજા અંકમાં વિજયની બીજી પત્ની દેવિપ્રજાની વાત આવે છે.
દેવિપ્રભા પોતાના માતાપિતાને ત્યાં જ છે. વિજય ચન્દ્રલેખાની સાથે સુખ અનુભવતો વનનિકુંજમાં રહ્યો છે. એક દિવસ દેવિપ્રભાના સ્નેહનું સ્મરણ થવાથી તે રાત્રે ને રાત્રે દેવિપ્રભાના આવાસે જાય છે. રાત્રે એકાન્તમાં તેની સાથે રતિક્રીડા કરીને વિજય પાછો પોતાના સ્થાને આવી જાય છે. આ બાજુ ક્રમશઃ દેવિપ્રભા સગર્ભા બને છે. જ્યારે માતા-પિતા એ પરિસ્થિતિ જાણે છે ત્યારે “આણે કુળને કલંક્તિ કર્યું” એમ ગણી તેને જંગલમાં ત્યજી દે છે. દેવિપ્રભાને પ્રિયતમનો વિરહ છે, વળી માતા-પિતાનો પણ વિયોગ થયો તેથી તે ખૂબ દુઃખી થઈ રહી છે. સાવ એકાકી એવી દેવિપ્રભાનું જંગલમાં હિંસક પશુઓથી રક્ષણ કરવા માટે વનશ્રીને મતિવિભવ મોકલે છે. તેની મદદમાં વિનયવ્રતા આવે છે. આનું કારણ એ છે કે દેવિપ્રભા જે બાળકને જન્મ આપશે તે બાળક ચક્રવર્તી થવાનો છે એવું આજ્ઞાસિદ્ધ ગુરુએ તે કહ્યું છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org