Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XVIII
છે.” વિજય પત્ર વાંચે છે. તેમાં નિતિદેવ એવો મંત્ર જે દેવતાના મુખથી મળ્યો છે તે લખેલો જુએ છે. .
સંપૂર્ણ મંત્રમય અક્ષરો જોઈને વિજય તત્ત્વપ્રપંચનને પૂછે છે કે આનો અર્થ તમે જાણો છો? તત્ત્વપ્રપંચન કહે કે “હા, હું જાણું છું.
આમાં અરિહંત-સિદ્ધ વગેરે પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરેલો છે અને તેના પ્રભાવે અજિતબલાદેવી દ્વારા મનોરથપૂર્તિ થશે તેવો તેનો ભાવાર્થ જણાવેલ છે.”
તે સાંભળી વિજય કહે છે, “આવો પંચપરમેષ્ઠિ નમસ્કાર ક્યાંક મેં સાંભળ્યો છે. પરંતુ ક્યાં? ક્યારે? તે જાણતો નથી.” - તત્ત્વપ્રપંચન કહે છે કે “ગુરુ મહારાજની કૃપાથી જાણ્યું જ છે તેમ સમજોને! આ શ્લોકના રટણથી તમને વિપ્નો દૂર થવાપૂર્વક ઈષ્ટની પ્રાપ્તિ થાઓ.”
વિજય તો સતત નવેવવન્દ્ર એ શ્લોક બોલ્યા જ કરે છે.
ત્યાં મતિમસૃણ પ્રવેશ કરે છે. વિજય પૂછે છે : “આ કોણ છે!” તત્ત્વપ્રપંચન એનો પરિચય આપે છે: “એ આપણા ગુરુનો અંતેવાસી શિષ્ય છે.”
તત્ત્વપ્રપંચન મતિમસૃણને પૂછે છે, “આ સામે દેખાય છે તે કાળું કાળું શું છે?'
મતિમસુણ કહે કે આ તો વનરાજિ છે. એમ કહી ગાઢ વનરજિનું સુંદર વર્ણન કરે છે. તત્ત્વપ્રપંચન પણ તેમાં સૂર પુરાવે છે. વિજય પણ પુરવણી કરે છે અને ત્યાં જ હંસી અને ચક્રવાકી જોવા મળે છે.
હંસી (ચંદ્રલેખા) સખી ચક્રવાકીને પોતાના વિરહની વાત કહે છે. ચક્રવાકી આશ્વાસન આપે છે. વિજયના જમણા નેત્ર અને ભુજામાં સ્કુરણ થાય છે. લાગે છે કે કોઈક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થશે. તેવામાં હંસીને જોઈને તેને થાય છે કે મારી પત્ની જેવી તો આ નથી ને?
હંસી અને ચક્રવાકી પણ વિજયને જોઈ આનંદનો અનુભવ કરે છે.
ત્યાં તત્ત્વપ્રપંચન મતિમસૃણને કહે છે કે “મધ્યાહ્નસમય થયો છે. તું થોડાંક સોનચંપાનાં પુષ્પ લઈ આવ તો, દેવપૂજા કરી લઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org