Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XVI
તેઓએ રચેલી “માનમુદ્રાભંજન” નાટિકાનું સંપાદન શ્રી રમણીકભાઈ શાહ કરી રહ્યા છે. તે પ્રકાશિત થશે ત્યારે ચં. વિ. અને “માનમુદ્રા.'ની તુલના થઈ શકશે અને તે દ્વારા તેઓની વિદ્વત્તાના વ્યાપની પ્રતીતિ આપણને પ્રાપ્ત થશે. પણ તેઓએ શ્રી હેમચન્દ્રાચાર્યની જ્ઞાનપ્રપામાંથી શબ્દ અને સાહિત્યરસનું આકંઠ પાન કર્યું છે તેવું પ્રકટ જણાય છે. વળી આમાં પ્રયુક્ત મંત્રાક્ષની પરંપરા તેઓને મળી હશે તેવું લાગે છે. પ્રાયઃ અત્યારે પ્રાપ્ત સાહિત્યગ્રન્થોમાં આવા પ્રકારના મંત્રોનું વિધાન જોવા જાણવા મળતું નથી. જ તેઓ શબ્દ અને રસશાસ્ત્રના બહુ મોટા ગજાના વિદ્વાન છે તેવું સ્પષ્ટ જણાય છે.
૩. કૃતિપરિચય
(૧) સામાન્ય સ્વરૂપ વાલ્વેષ નટિવઠું એ ઉક્તિ અનુસાર કાવ્યમાં સ્વરૂપગત મર્યાદાના કારણે જે ભાવો મુક્ત રીતે પ્રકટ થઈ ન શક્યા હોય તે ભાવો નાટકમાં તેના મુક્તસ્વરૂપના કારણે પ્રકટ થઈ શકે છે.
“ચન્દ્રલેખા'નો મુખ્યરસ તો આનંદપર્યવસાયી શૃંગારરસ જણાય છે. વિજય નાયક છે, ચન્દ્રલેખા અને દેવિપ્રભા એ બે પત્નીઓ નાયિકાઓ છે. પુત્રનું નામ રત્નપુંજ છે. આખા નાટકની ગૂંથણી ચમત્કારથી ભરેલી છે. નાયક વિજય, બે નાયિકાઓ ચન્દ્રલેખા અને દેવિપ્રભા અને પુત્ર રત્નપુંજ – એ બધાંનો પહેલાં જુદી જુદી પરિસ્થિતિવશ વિયોગ થાય છે અને અંતે મેળાપ થાય છે. એટલે આ નાટક સુખાત્ત છે.
વિયોગ પામેલા વિજય અને ચન્દ્રલેખાનો મેળાપ કરાવવામાં સિદ્ધપુત્ર અને સિદ્ધપુત્ર-પરિવારે ઘણો મોટો ભાગ ભજવ્યો છે.
(૨) વસ્તુની રૂપરેખા
(પ્રથમ અંક) અયોધ્યાનગરી. પિતા ઈન્દ્રશમાં બ્રાહ્મણ. પુત્ર વિજય. વિજયે ગતજન્મમાં, લાખ ઉપર આઠ, પંચપરમેષ્ઠિમંત્રનો જાપ કર્યો છે તેનું ફળ તે ભવમાં આયુષ્ય અલ્પ હોવાથી મેળવી શક્યો નથી. તેથી તેને એ ફળ આ ભવમાં મળવાનું છે.
ઉત્તર વૈતાઢ્યગિરિની મેખલામાં માયાપુરી નામની નગરી. વિક્રમસેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org