Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XV
પણ તે તેઓની કીર્તિદા કૃતિ હોવી જોઈએ.
તેમની વિદ્વત્તા બહુમુખી જણાય છે. તેઓ મંત્રશાસ્ત્રના નિષ્ણાત જણાય છે. તે વખતના તાન્ત્રિક શ્રી શેષભટ્ટારક જેઓનું નામ અને કામ આ બન્ને નાટકમાં આવે છે તેઓ શ્રી દેવચન્દ્રગણીના મિત્ર જણાય છે. તેથી તંત્રવિદ્યામાં તેઓ રસ અને નિપુણતા ધરાવતા હશે તેમ લાગે છે.
તેઓ ચાર ભાષા જાણતા હતા. એમ ચં.વિ.ના પ્રથમ અંકના વિખુંભકમાં જ પોતાના પરિચયમાં તેઓ જણાવે છે: તે ચાર એટલે કે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને શૌરસેના એ રીતે હશે કે અન્ય રીતે તે જાણી શકાતું નથી.
વળી તેઓ પતંજલિના ‘મહાભાષ્ય'ના પણ તલસ્પર્શી જ્ઞાતા લાગે છે. બન્ને ગ્રન્થોમાં
यो भाष्यार्णवमन्थमन्दरगिरिः लीलोन्मुद्रितशेषभाष्यसरणिः
આ રીતે એ વાતનો ઉલ્લેખ છે. શબ્દશાસ્ત્રમાં તેઓની નિપુણતા પારંગત કક્ષાની જોવા મળે છે. તે જ રીતે શ્લોકરચના જોતાં તેઓને પ્રાસાદિક રચના સહજસિદ્ધ છે અને મહાકવિ કાલિદાસ, ભવભૂતિ વગેરે કવિઓની રચનાની ઘણી અસર તેઓએ ઝીલી છે. તેઓની પ્રાસાદિક વાણીમાં અલંકારો સહજ જ વિષય સાથે એકરસ થઈને આપણી સામે આવે છે.
નાયક-નાયિકાની વચ્ચેના વ્યવહારો, સંવાદોમાં આભિજાત્ય અને નાગરિક શાલીનતા દેખાય છે જે તેઓની ઉચ્ચ દૃષ્ટિનું પરિણામ જણાય છે. સ્વયં સાધુ હોવા છતાં પણ કેટલાક સાંસારિક ભાવો-વર્ણનો આપ્યાં છે તે જોતાં શાળુન્તનમાં કણ્વની ઉક્તિ યાદ આવે છે ઃ वनौकसौऽपि सन्तो लौकिकज्ञा वयम् । जीयाज्जैनमतान्तरिक्षतरणिः प्रज्ञाहुताशाऽरणि:, लीलोन्मुद्रितशेष भाष्यसरणिः श्रेयः सुधासारणिः । सर्वाकारपरोपकारविपणिः श्रीचित्रचिन्तामणिश्लोकाविष्कृतकीर्तिधौतधरणिः श्रीदेवचन्द्रो गणिः ।।
(ઞઙ્ગ ૪)
(विलासवतीनाटिका प्रशस्तिः पञ्चमोऽङ्कः)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org