Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
XVII
નામનો વિદ્યાધરેશ્વર. તેની સમક્ષ વિદ્યાધરવધૂ ચન્દ્રલેખા જ્યારે નૃત્ય કરતી હતી ત્યારે તેમાં પ્રમાદવશ તાલભંગ થયો. તે છલ પામીને પૂર્વભવની વૈરિણી, આદિતાતમા નામની બ્રહ્મરાક્ષસીએ વિદ્યાનો અપહાર કર્યો અને તેને કામરૂપ રાજહંસી બનાવીને ઉત્તર દિશામાં કામસર નામના તળાવમાં મૂકી દીધી.
ચન્દ્રલેખા પોતાના પૂર્વભવમાં, ક્રીડા કરવા માટે પ્રિયતમની સાથે સરોવરમાં ગઈ હતી, ત્યારે તેણે ત્યાં જે એક હંસલી હતી તેને કુકમના રંગે રંગી દીધી હતી. તેને પરિણામે તેને હંસ ઓળખી ન શક્યો અને તે હંસલીને પ્રિયજનનો વિયોગ થયો. આ ઘટનાના કારણે એ ભવમાં જે વૈર બંધાયું, તેથી આ ભવમાં આ રાક્ષસીએ આવું કરીને એ વૈર વાળ્યું.
વિજયે પૂર્વજન્મમાં જે પંચપરમેષ્ઠિનો જાપ કર્યો હતો તેના પુણ્યપ્રભાવે આ ભવમાં તેની સહાયમાં આજ્ઞાસિદ્ધ નામનો સિદ્ધપુત્ર આવે છે. તે પોતાની વિદ્યાથી શ્રી અજિતબલાદેવીની સાધનાથી પોતાના જ્ઞાનબોધ નામના અંતેવાસીને એક કામ ભળાવે છે : “વિજયને અયોધ્યાથી લઈ ઉત્તર દિશાના કામસરોવરમાં રાજહંસી (ચન્દ્રલેખા) છે તેની પાસે મૂકી દેવો. રાજહંસીને સાવ એકલું ન લાગે તે માટે માહેશ્વરીને ચક્રાંગનાના રૂપે ત્યાં મૂકેલી જ છે.”
જ્ઞાનબોધ પોતાના સહાયક કાર્યકર્તા મતિમસુણને એ કામ માટે મોકલે છે. મતિમસૂણ ત્યાં જઈને વિચારે છે કે અહીં અયોધ્યા બહારના ઉદ્યાનમાં વિજયને કેવી રીતે શોધીશું. હમણાં તત્ત્વપ્રપંચન (જ્ઞાનબોધનો શિષ્ય) આવે એટલે તેને પૂછીશું. ત્યાં જ તત્ત્વપ્રપંચન આવ્યા. તત્ત્વપ્રપંચને કહ્યું, “જ્ઞાનબોધે મને કહ્યું છે કે વિશ્વમરેખા નામની વનરાજિમાં જ વિજય ગયો છે.”
એવામાં સામેથી વિજયને આવતો તેઓ જુએ છે. તત્ત્વપ્રપંચનને જોઈને વિજય રાજી થાય છે. વિજય તત્ત્વપ્રપંચનને કહે છે – તમને જોઈને મારી આંખમાં અમૃતનું અંજન થાય છે.
તત્ત્વપ્રપંચને કહ્યું કે તમને કશળતાની પ્રાપ્તિ થાય તે માટે જ પૂજ્યશ્રી પ્રયોગ કરી રહ્યા છે. વિજય પૂછે છે કે મારા માટે પૂજ્ય ગુરુજીએ કાંઈ કહ્યું છે? તત્ત્વપ્રપંચન કહે, “હા, આ પત્ર આપ્યો
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org