Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
x
:
તેમ નથી. મનમાં એક રમૂજભર્યો દુહો ઝબકી ગયો. એક જંબૂ જગ જાણીએ
દુજો લેખણહાર / એ દો વિણ જો બાંચ લે
કૃપા હોય કિરતાર // એ શબ્દ હતો અરુન્ધતી. વખણાયેલા લિપિવિશારદો પણ તે સ્થાને મમવંતિ-ત્રમતિ એવું એવું જ વાંચતા!
અર્થાનુસારી વાંચન પૂરું થયું. આની ગતિ થઈ. જેસલમેરની પ્રતનાં જે પ્રિન્ટ હતાં તેથી વાંચવામાં સંતોષ ન હતો. તેથી તેની નેગેટિવ ઉપરથી નવાં પ્રિન્ટ કઢાવ્યાં. અને મૂળ સાથે મેળવવાનું શરૂ કર્યું. બે અંક પૂરા થયા અને ત્રીજો ચાલુ હતો ત્યાં કાર્તિક પૂનમ આવી ગઈ. અમારો વિહાર થયો. પૂજ્યશ્રીએ કહ્યું, ભલે તમે વિહાર કરો.
હું એને મૂળ પ્રત સાથે મેળવી રાખીશ. તમે આવો પછી સાથે જોઈશું. દરમ્યાન પાટણના હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારની કાગળની પોથી મંગાવીને જ્યાં જરૂર જણાય ત્યાં તેનો ખપ લગાડીને તેઓએ પાંચ અંક પૂરા કર્યા અને તેઓશ્રીનો વિહાર થયો! અમે પાલીતાણા પુનઃ આવ્યા. બધી સામગ્રી મળી. તેઓએ આ અંગેની સૂચનાઓ વિસ્તૃત લખી મોકલી તે વાંચી.
ચન્દ્રલેખા'માં આવતા પ્રાપ્ત પદ્ય-ગદ્યની સંસ્કૃત છાયા સરખી કરવી જરૂરી હતી. જે જે નવા પાઠ શોધ્યા હતા તે મુજબ તેમાં પણ ફેરફાર કરવાનો હતો. તે બધું કરીને નવેસરથી પ્રેસકોપી કરવાનું શરૂ કર્યું. પંડિતશ્રી કપૂરચંદભાઈએ પોતાની તબિયત બહુ સારી નહીં છતાં સારી મદદ કરી. એ તૈયાર થયેલી બધી સામગ્રી સાચવીને મૂકી દીધી.
જેસર, ભાવનગર અને રાજકોટ એમ ત્રણ ચોમાસા વીત્યા. એ ગાળામાં આનાથી સહેલું કામ “લઘુત્રિષષ્ટિ'નું હાથ ઉપર લીધું. અને તેનું મુદ્રણ શરૂ થયું એટલે વળી આ “ચંદ્રલેખા'નું કાર્ય મારા પૂજ્યપાદ ગુરુમહારાજશ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજ પાસે શરૂ કર્યું. તેઓશ્રીનો પણ વ્યાકરણ અને કાવ્યસાહિત્યનો ઊંડો બોધ. તેથી તેઓશ્રીની દૃષ્ટિ પણ ઉપકારક નીવડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org