________________
૧૯
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ડામ દેજો ! પણ આ જગતના લોકો તો પાડાના વાંકે પખાલીને ડામ દે. છે ! ‘આ ગુનો કોનો છે ?” એવી તપાસ તો કરવી જ જોઈએ ને ? આમ તો કહે છે કે “મારે બ્રહ્મચર્ય પાળવું છે' ને પછી કહે છે કે “મારે નથી ઇચ્છા છતાં દેહ આમ ખેંચાય છે.' તો તે ઉપાય શો કર્યો ? તો કહેશે, ‘દેહમાં ખાવાનું ઓછું નાખ્યું છે !' અલ્યા, પાડાને વાંકે પખાલીને ડામ શું કામ આપું છું? પણ આ વાત એને શી રીતે સમજાય ? વિચાર કરને કે મારી ઇચ્છા નથી, તો આ દેહ ખેંચે છે કોણ ? આ દેહ તો ટાંકણી જેવો છે. જો લોહચુંબક સામું ધરશો તો તો ટાંકણી હાલ્યા કરશે ! આ દેહમાં ‘ઇલેક્ટ્રિકલ બૉડી’ છે. તે સરખે સરખા પરમાણુ મળી આવે તો ‘બૉડી’ ખેંચાય. પણ આ તો કહેશે, ‘કાલથી હવે દેહને ખાવાનું નથી આપવું, આ દેહને હવે ભૂખ્યો રાખીશ !” અલ્યા, ભૂલ ખોળી કાઢને ! આ તો પૂરણ-ગલન છે. તે પૂરણ કર્યું છે, તો ગલન થશે જ. માટે મૂળ ‘રૂટ કૉઝ’ ખોળી કાઢે. પણ ‘રૂટ કૉઝ' પોતાને પોતાની મેળે શી રીતે જડે ? એ તો જ્ઞાની પુરુષ જણાવી શકે. માટે જ્ઞાનીને ખોળ ! ને જ્ઞાની તો કો'ક ફેરો હોય, એ તો અતિ અતિ દુર્લભ છે !
કોઈક સ્ત્રી બહાર શાકભાજી લેવા નીકળે, તે કોઈક પુરુષને દેખીને એનું ચિત્ત ત્યાં ચોંટે. આ ચિત્ત ચોંટવાથી બીજ પડે. તે આવતા જતા આવા પચ્ચીસ-પચાસ પુરુષ જોડે બીજ પડે. આમ રોજ બને, તે પાર વગરના પુરુષો જોડે બીજ પડે. એવું પુરુષને સ્ત્રીઓ સામે થાય. હવે જો જ્ઞાન હાજર હોય તો બીજ પડવાનું અટકી જાય, છતાં પ્રતિક્રમણ કરે તો જ ઉકેલ આવે. આ બીજ તો મિશ્રચેતન જોડે પડે. મિશ્રચેતન પછી દાવો માંડે. મિશ્રચેતન તો કેવું હોય કે બન્નેની મરજીના ડિફરન્સ, બન્નેનાં સંચાલન જુદાં. ત્યાં પોતાની ઇચ્છા ના હોય તો ય સામાને સુખ ભોગવવા જોઈએ, તો શું થાય? એમાંથી પછી રાગ-દ્વેષનાં કારખાનાં થાય. આપણી પાસે તો જ્ઞાન છે, તો શુદ્ધાત્મા જોઈને ચોંટ ધોઈ નાખવાની. નહીં તો આ ચિત્ત ચોંટે તો, એનું ફળ બે-પાંચ હજાર વર્ષે ય આવે !
સ્ત્રી-પુરુષોમાં આ કળિયુગના આધારે સામસામી અસર થાય છે. બંનેને સંતોષ હોય તો ય બહાર કંઈક જુએ છે, તો દ્રષ્ટિ મંડાઈ જાય છે. એ મોટામાં મોટું ભય સિગ્નલ છે. આ દ્રષ્ટિમાં મીઠાશ વર્તે તે ય બહુ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મોટું જોખમ. તમે માની હો, તો તમને કોઈ સ્ત્રી માન આપે તો તમારી દ્રષ્ટિ ખેંચાઈ જાય, લોભી હોય તો તેને લોભ આપે તો ય દ્રષ્ટિ ખેંચાઈ જાય. પછી બધું જીવન ખેદાનમેદાન કરી નાખે !
એટલે ચેતવાનું શું કે સ્ત્રીએ પુરુષથી ને પુરુષ સ્ત્રીથી, બિલકુલ લપ્પન-છપ્પન નહીં રાખવી જોઈએ, નહીં તો એ ભયંકર રોગ છે ! એ વિચારથી જ માણસને બેભાનપણું રહે છે ! તો પછી આત્માની જાગૃતિ ક્યારે થાય ? એટલે આટલું ચેતવાનું છે ! આમાં શું અઘરું છે કશું ?
પ્રશ્નકર્તા : ત્યાં સાવચેત રહેવું જોઈએ.
દાદાશ્રી : એટલેથી જ છેટું રહેવા જેવું છે. બીજી બધી બાબતો અમે છોડી દેવડાવીએ, રસ્તો કરીએ પણ અહીં તો ચેતન મિશ્રિત થયું ને ? એટલે સ્ત્રી-પુરુષોએ બન્નેએ ચેતવા જેવું. ભયંકર જોખમ છે !!! હંમેશાં નીચું જ જોવું, બીજો કોઈ બાધ આપણા માર્ગમાં નથી. ઘેરે ય આની આ જ વાતચીત કરવી. તે પછી ઘરનાં બધાં સમજી જાય કે દ્રષ્ટિ ઊંચી કરવા જેવી જ નથી.
‘વેરાઈટિઝ ઓફ પેકિંગ્સ” છે ! આનો પાર આવે એવો નથી, પણ એટલી બધી જાગૃતિ ય રહેતી નથી. એટલે નક્કી જ કરવું કે જે થવાનું હોય તે થાય, પણ દ્રષ્ટિ માંડવી જ નથી. નહીં તો બીજ તો બહુ મોટાં પડી જાય, તે આવતો ભવ ખલાસ કરી નાખે !! પેલી જ્યાં જાય ત્યાં આને જવું પડે અને પછી ખલાસ થઈ જાય.
ત મિલાવો દ્રષ્ટિ કદિ. પ્રશ્નકર્તા : વ્યવહારમાં એકબીજાને માન આપવું એ તો કંઈ ખરાબ ના કહેવાય ને ?
દાદાશ્રી : માન આપવું, પણ દ્રષ્ટિ નીચી રાખીને, દ્રષ્ટિ બગડે કે તરત ખબર પડી જાય. માનમાં તો તરત દ્રષ્ટિ બગડે. આટલું જ જોખમ છે, બીજું કશું જોખમ નથી.
તમને બધું કામ લાગશે કે ?