________________
૨૦૩
૨૦૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કલાક સુધી ધોવું પડે. ‘જ્ઞાની પુરુષ' એકલાને જ ચરણે અડીને સ્ત્રીઓ વિધિ કરે. ‘જ્ઞાની પુરુષ' તો વિષયના બધાં બીજ ઉખેડીને ફેંકી દીધાં હોય. એમનામાં વિષયનું બીજ જ ના હોય. અડવાનો અધિકાર કોને ? નવમું ગુઠાણું ઓળંગી ગયેલો હોય તેને. કારણ કે એને તો વિષય સંબંધી વિચાર જ ના આવે ને ? એ વિચારો જ બંધ ને ? એવું થાય પછી તો એને મગજમાં બધા ઊર્ધ્વ જ વિચારો થાય, બધી શક્તિઓ ઊર્ધ્વ જ જાય.
આ જ્ઞાન થયા પછી અમને કોઈ દિવસ વિષયનો વિચાર આવ્યો નથી. વિષયનો વિચાર આવ્યો ના હોય, જેનું મનોબળ જબરજસ્ત જ્ઞાનપૂર્વક થઈ ગયું હોય, પછી તેને વાંધો નહીં. તેથી અમને સ્ત્રીઓ આમ ચરણે અડીને વિધિ કરી શકે ને ? પણ બીજા કોઈને ય સ્ત્રીઓને એડવાની છટ નહીં અને સ્ત્રીઓએ પણ કોઈને ય અડવાની છૂટ નહીં, અડાય જ નહીં. બીજાને તો સ્ત્રી અડતાં પહેલાં જ વિષય વિચાર ઊભો થાય. અમને તો “શ્રી વિઝન'થી એક જ સેંકડમાં બધું આરપાર દેખાય છે. અમારું એટલું બધું ઊંચું દર્શન હોય, પછી શી રીતે રોગ ઊભો થાય ?
અને અમને પુલ ઉપર રાગ જ નહીં ને ! આ મારા જ પુદ્ગલ ઉપર અમને રાગ નહીં. પુદ્ગલથી હું તદન છૂટો રહું છું. પોતાના પુદ્ગલ ઉપર જેને રાગ હોય તેને બીજાના પુદ્ગલ ઉપર રાગ થાય. અનંત અવતારથી આનું આ જ ભોગવ્યું તો પણ છૂટતું નથી. એ અજાયબી જ છે ને ! કેટલાંય અવતારથી વિષયસુખનો વિરોધી થયેલો હોય, વિષયસુખને આવરણિક દ્રષ્ટિ રહિત ખૂબ ખૂબ વિચાર્યું હોય, જબરજસ્ત વૈરાગ ઉત્પન્ન થયેલો હોય તો એ છૂટે. વૈરાગ ક્યારે ઉત્પન્ન થાય ? એને મહીં જેવું છે તેવું દેખાય ત્યારે.
જાગૃતિમાં દેખે, ગર્ભથી પૈડી સુધી ! વીતરાગો એટલું જ જોતા હતા કે માણસની પ્રાકૃતિક શક્તિ ઉત્પન્ન થવી, વ્યય થવી અને આજની શક્તિ, એ બધી શક્તિઓને ત્રિકાળ જ્ઞાનથી જોતા હતા. ઉત્પન્ન, વ્યય બધું સંપૂર્ણપણે જાણતા હતા એટલે એમને રાગ ઉત્પન્ન ના થાય પછી. આ રાગ ઉત્પન્ન થવો એ તો એકલા
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વર્તમાનકાળના જ્ઞાનથી થાય છે. એક તો પોતાના સ્વરૂપનું અજ્ઞાન અને વર્તમાનકાળનું જ્ઞાન, તે પછી એને રાગ ઉત્પન્ન થાય. બાકી જો એને એમ સમજાય કે આ ગર્ભમાં હતી તો આવી દેખાતી હતી, જન્મી ત્યારે આવી દેખાતી હતી, નાની બેબી થઈ ત્યારે આવી દેખાતી હતી, પછી આવી દેખાતી હતી, અત્યારે આવી દેખાય છે, પછી આવી દેખાશે, પૈડી થશે ત્યારે આવી દેખાશે, પક્ષાઘાત થશે ત્યારે આવી દેખાશે, નનામી કાઢશે ત્યારે આવી દેખાશે, આવી બધી અવસ્થાઓ જેને લક્ષમાં છે, એને વૈરાગ શીખવવાનો ના હોય ! આ તો જે આજનું દેખાય છે તે દેખીને જ મૂર્થિત થઈ જાય છે. એને વૈરાગ શીખવાનો છે. વીતરાગો બહુ ડાહ્યા હતા. કોઈ પણ વસ્તુ આવી તો એમને મૂર્છા ઉત્પન્ન ના કરાવે કારણ કે એ વસ્તુને વીતરાગો ત્રણે ય કાળથી જોઈ શકતા હતા.
આ વસ્તુ છે એની કઈ અવસ્થા ઊભી થઈ, એટલે માટીમાંથી ઉત્પન્ન થયું. એમાંથી હવે ઘડો કર્યો, હવે આવી અવસ્થા થઈ, આવી અવસ્થા થઈ. પછી છે તે હવે પાછો વિનાશને પંથે જશે. તે બધી અવસ્થાઓ કહી આપે, છેવટે માટી થઈને ઊભી રહેશે.
પ્રશ્નકર્તા : તે બધી અવસ્થાઓનું જ્ઞાન એકી વખતે જ હોય ?
દાદાશ્રી : એકી વખતે જ ! એટલે પેલું મેં કહ્યું ને કે માણસને મોહ કેમ ઉત્પન્ન થાય છે ? ત્યારે કહે બેઉ જુવાન હોય છે તેથી અને તે ઘડીએ ભાન નહીં રહેતુ ત્યાં આગળ કે આ મોહ ટકાઉ છે કે ટેમ્પરરી છે ? પછી આવ જ અત્યારે જે છે ને એવું જ એનું કલ્પના કાયમ માટે ખોળે. હવે પછી ઘડપણમાં શું થાય ? કલ્પના કેવી થાય ?
પ્રશ્નકર્તા : તે વખતે એને કંટાળો આવે.
દાદાશ્રી : આ લોકોને શું થઈ રહ્યું છે તે હું જાણું છું. એ ઈ ઈ.... ગમે નહીં પણ કોને કહે હવે ? કારણ કે બુદ્ધિ તો આ સ્વભાવ દેખાડે. એટલે આ જન્મતા પહેલા કેવું હતું ! બાબો કે બેબી જમ્યા પછી કેવા છે ? તે એવડી હતી ત્યારે કેમ મોહ ઉત્પન્ન થતો નહતો, પછીથી જરા મોટી થઈ કેમ મોહ નથી થતો ? એટલે આ બધી અવસ્થાઓને એ ખ્યાલ