Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 159
________________ ૨૭૦ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ને કો'ક ફેરો ભટકાવી મારે. માટે એમાં બહુ જ જાગૃતિ રાખવી. એટલાં માટે અહીં તો કેટલાક કાયમનું વ્રત જ લઈ લે છે અને અમે આપીએ પણ ખરા. અગર તો કોઈ એક વરસ દહાડાની ટ્રાયલ લે. પછી એમ કરતાં કરતાં ખૂબ શક્તિ વધી જાય. આ વિષય જ એવો છે કે ભટકાવી મારે. આત્મા અમે જે આપ્યો છે તે ય ફેંકી દેવડાવે. સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય ૨૬૯ પાછું આ એક પ્રકારનું આકર્ષણ નથી. છોકરા પર પણ આકર્ષણ હોય છે. એટલે આ એક પ્રકારની ઇલેક્ટ્રિસિટીથી આ બધા પરમાણુ લોહચુંબકની જેમ થઈ ગયા હોય છે, તે જો સામાના મળતાં પરમાણુ આવે તો ત્યાં ખેંચાણ થાય, બીજે ખેંચાણ થાય નહીં. લોહચુંબકનો તો આપણને અનુભવ છે ને ? તેમાં કોણ કોને રાગ કરે છે ? અને અહીં તો તમે રાગ કરતા નથી ને, કોઈને ? પેલું લોહચુંબક જેવું સ્વાભાવિક છે, તેવું આ ય સ્વાભાવિક છે. પણ આમાં શું કહે કે, “મેં કર્યું, ‘હું કરું છું’ કહ્યું કે વળગ્યું પાછું ! નહીં તો કહેશે ‘મારાથી આવું થઈ ગયું” ! અલ્યા, શું કરવા ફસાય છે !!! આકર્ષણ થાય તેને પાછું “આ મારું, આટલું મારું' કર્યા કરે. અલ્યા, ન હોય તારું. આ મૂડી ય તારી નથી અને આ મિલ્કત ય તારી નથી. તું શું કામ વગર કામનો ફસાય છે ? પૈણ્યો ત્યારથી ‘મારી વાઈફ, મારી વાઈફ' કરે. પણ પૈણ્યા નહોતા તે ઘડીએ ? ત્યારે કહેશે. ‘ત્યાર પહેલાં તો મારી નહોતી !” પૈણ્યા ત્યારથી દોરડાથી બાંધ બાંધ કરે, મારી’, ‘મારી’ કરે. પછી મરી જાય ત્યારે રડે. પૈણી નહોતી ત્યારે મારી નહોતી તો આ “મારી’ પેસી શી રીતે ગયું ? ‘હવે ન હોય મારી, ન હોય મારી” કર તો આપણું વીંટેલું છે, તે છૂટી જાય ! લોક શું કહેશે, માયાને તેં પકડી છે, તો છોડી દે. પણ શી રીતે છૂટી જાય ? એટલે જ્ઞાની પુરુષ બધું છોડાવી દે. જ્ઞાની પુરુષ પોતે છૂટેલા હોય એ બધાને છોડાવી દે. એમની સાયન્ટિફિક રીતથી એ રસ્તો બતાવે કે આમ છૂટાય, નહીં તો બીજો છૂટવાનો રસ્તો નથી. એટલે મોક્ષમાર્ગ સમજવાનો છે ખાલી સમજ સમજ કરવાનો છે ! આ બધી અવસ્થા દ્રષ્ટિથી જોવાથી જ તેની અસરો થાય છે. અવસ્થા દ્રષ્ટિથી જ આકર્ષણ-વિકર્ષણ છે, તત્ત્વ દ્રષ્ટિથી નહીં. અવસ્થામાં તન્મયાકાર થાય કે તરત જ અંદર લોહચુંબકપણું ઉત્પન્ન થાય અને તેનું પછી આકર્ષણ શરૂ થાય. પ્રશ્નકર્તા : લોહચુંબક અને ટાંકણી બન્ને સામસામાં આવે છે ત્યારે આકર્ષણ થાય છે. હવે એ આકર્ષણ નાબૂદ ક્યારે થઈ જાય ? દાદાશ્રી : એ તો કાયમ રહેવાનું જ. જ્યાં સુધી લોખંડ લોખંડના ભાવમાં છે ત્યાં સુધી રહેવાનું. લોહચુંબકત્વ ઊતરી જાય તો આકર્ષણ જતું રહે. આકર્ષણ ત્યાં પ્રતિક્રમણ ખપે ! જ્યાં આકર્ષણ ત્યાં મોહ. જ્યાં આપણી આંખો ખેંચાય, જ્યાં આકર્ષણ અંદર બહુ થયા કરે ત્યાં મોહ હોય જ. તેથી શાસ્ત્રકારોએ બહુ ચેતવ્યા છે કે આકર્ષણવાળી જગ્યાએ ઉપયોગ રાખો, શુદ્ધ ઉપયોગ રાખો તો એ જગ્યા તમને હેરાન નહીં કરે. નહીં તો એ આકર્ષણવાળી જગ્યા છે. જેમ આપણે લપસણી જગ્યા હોય તો શું કરીએ છીએ ! પ્રશ્નકર્તા : ત્યાં ચેતીને ચાલીએ. દાદાશ્રી : ત્યાં તમે જાગૃતિ નથી રાખતા ? ને લોકો બૂમો હઉ પાડે, અરે, ચંદુભાઈ લપસી પડશો, જરા સાચવીને આવજો.' એવું આ મોટું લપસણું આકર્ષણ છે. એટલે અહીં આગળ જાગૃતિ બહુ જ જોઈએ. અહીં શુદ્ધ ઉપયોગ ગોઠવો. જ્યાં આકર્ષણ થાય, ત્યાં શુદ્ધાત્મા જોઈને, પ્રતિક્રમણ વિધિ બધું કરીને એ બધું ચોખ્ખું કરી નાખવું. બધે કાંઈ આકર્ષણ હોતું નથી. ત્યાં તત્વ દ્રષ્ટિથી જ મુક્તિ ! અક્રમ એટલે શું ? કે કર્મ ખપાવ્યા સિવાય જ્ઞાન પ્રાપ્ત થયું છે. હજુ કોઈ પણ જાતનાં કર્મ ખપાવ્યાં નથી, એટલે વાતને સમજી લેવાની છે. આમાં બીજું કશું બાધક નથી ! ને આ વિષય એક એવી વસ્તુ છે કે આ જ્ઞાનને ઊંધું નાખી દે. આ વિષય એકલો જ એવો છે. બીજું બધું છો ને રહ્યું, જીભના વિષય એ બધા સામો દાવો ના માંડે. એ ચેતન જોડે નથી. એ અચેતન છે અને આ તો મિશ્રચેતન છે. તે આ વિષયમાં તો આપણને ઇચ્છા ના હોય તો ય વશ થવું પડે, નહીં તો એ દાવો માંડે

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164