________________
[૭] આકર્ષણ-વિકર્ષણનો સિદ્ધાંત
આકર્ષણ શું છે ? એ સમજાય તો ચેતાય !
આકર્ષણથી જ આ બધું જગત ઊભું રહ્યું છે. આમાં ભગવાનને કરવાની જરૂર પડી નથી, ખાલી આકર્ષણ જ છે ! આ સ્ત્રી-પુરુષનું જે છે ને, તે ય આકર્ષણ જ છે ખાલી. ટાંકણી ને લોહચુંબકનું જેવું આકર્ષણ છે એવું આ સ્ત્રી-પુરુષનું આકર્ષણ છે. કંઈ બધી સ્ત્રીઓ જોડે આકર્ષણ ના થાય. એક જ પરમાણુ મળતા આવતા હોય તો એ સ્ત્રી ઉપર આકર્ષણ થાય. આકર્ષણ થયા પછી પોતે નક્કી કર્યું હોય કે મારે નથી ખેંચાવું તો ય ખેંચાઈ જાય. ત્યાં વિચારવું ના જોઈએ કે આપણે આકર્ષાવું નથી, છતાં આકર્ષણ કેમ ઉત્પન્ન થાય છે ? માટે “ધેર આર સી કૉઝીઝ' એ ‘મેગ્નેટિક કૉઝીઝ' છે !
પ્રશ્નકર્તા એ પૂર્વજન્મનાં હોઈ શકે ?
દાદાશ્રી : એ આકર્ષણ આપણી ઇચ્છા નથી તો ય થાય છે, એનું નામ જ પૂર્વજન્મ. આને ય મેગ્નેટિક થયેલું છે ને પેલીને ય મેગ્નેટિક થયેલું છે. પૂર્વજન્મમાં સૂક્ષ્મ રૂપે હોય છે અને અહીં સ્થૂળ રૂપે થાય છે. એટલે
૨૬૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પછી સ્વાભાવિક રીતે ખેંચાણ થાય જ. હવે ખેંચાણ થાય તેથી કરીને તમારા મનમાં એમ લાગે કે હું ખેંચાયો. પણ જ્યારે તમારું સ્વરૂપ તમે જાણશો ત્યાર પછી તમને એમ લાગશે કે ‘ચંદુભાઈ ખેંચાયા.
પ્રશ્નકર્તા : આ આકર્ષણ જે થાય છે, એ કર્મને આધીન ખરું કે નહીં ?
દાદાશ્રી : કર્મને આધીન તો આખું જગત જ છે, પણ સામાના પરમાણુ ને આપણા પરમાણુ એક હોય તો જ આકર્ષણ થાય.
પ્રશ્નકર્તા : પણ એમાં કર્મનો ઉદય તો ખરો જ ને ?
દાદાશ્રી : કર્મના ઉદયથી તો આખું જગત છે. એ એક ફેકટરમાં તો બધું આવી જ ગયું, પણ એને ડીવાઈડ કરો તો આ રીતે જુદું થાય કે આપણા પરમાણુ જોડે સામાના પરમાણુ મળતા હોય તો જ ખેંચાય, નહીં તો ખેંચાય નહીં. એક માણસે જાડી છંદણાવાળી બૈરી પાસ કરી, ત્યારે મેં જાણ્યું કે આ માણસે આવી બૈરી શી રીતે પાસ કરી હશે ! એ પરમાણુ મળતા આવ્યા ને તરત ખેંચાણ થાય. આ લોક કહે છે, હું છોકરીને આમ જોઈશ, તેમ જોઈશ. આમ ફરો, આમ ફરો. પણ પરમાણુ મહીં ખેંચાય તો જ હિસાબ બેસશે, નહીં તો બેસશે જ નહીં.
પ્રશ્નકર્તા : એ પૂર્વનું ઋણાનુબંધ થયું ને ?
દાદાશ્રી : ઋણાનુબંધ કહીએ ને, તો જગત બધું ઋણાનુબંધ જ કહેવાય. પણ ખેંચાણ થવું એ વસ્તુ એવી છે ને કે પરમાણુનો સામસામી હિસાબ છે એને, તેથી ખેંચાય છે ! અત્યારે જે રાગ ઉત્પન્ન થાય છે, તે ખરેખર રાગ નથી. આ લોહચુંબક અને ટાંકણી હોય, તે લોહચુંબક આમ ફેરવે તો ટાંકણી આઘીપાછી થાય. તે બન્નેમાં કંઈ જીવ નથી. છતાં લોહચુંબકના ગુણને લીધે બન્નેને ખાલી આકર્ષણ રહે છે. એવું આ દેહને સરખા પરમાણુ હોય ને, ત્યારે તેની જ જોડે એને આકર્ષણ થાય. પેલામાં લોહચુંબક છે. આમાં ઇલેક્ટ્રિકલ બોડી છે ! પણ જેમ લોહચુંબક લોખંડને ખેંચે, બીજી કોઈ ધાતુને ખેંચતું નથી. એવી રીતે પોતાની ધાતુવાળું હોય તો જ ખેંચાય, એવી રીતે તમારે મહીં બધું ખેંચાણ-આકર્ષણ થાય છે. પણ