________________ 278 સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કહ્યું, ‘શા દુઃખ આવી પડ્યાં ?" ત્યારે કહે, ‘તમારું પુસ્તક વાંચ્યું તેથી આ દુઃખ આવી પડ્યું’ ‘ક્યું પુસ્તક વાંચ્યું? તમને દુઃખ થયું, ત્યારે કહે બ્રહ્મચર્યનું પુસ્તક વાંચ્યું પછી મને બહુ દુઃખ થયું ‘અરે, હું આટલો નાલાયક, હું આટલો જાનવર જેવો જ,’ મેં કહ્યું, ‘એ તો તમારે માપવાનું. મારે કંઈ એ માપીને શું કામ છે ? પુસ્તક તમને શું કહે છે ! પુસ્તક તમને જાનવર જેવા નથી કહેતું. ત્યારે કહે, “મને બહુ હવે આ દુ:ખ થાય છે. આવું કેમ થાય છે ?" “આ પાપો શી રીતે ધોવાશે.’ મેં કહ્યું, હજુ જેટલું આ ખુલ્લું કરુને તો ય નીવેડો આવી જશે, એ પુસ્તક આખું વાંચી ગયા? ત્યારે કહે, આખું શબ્દ શબ્દ વાંચ્યોને. મહીં ચિરાયા, તિરાડ પડી ગયા બધાં.' મેં કહ્યું ‘હવે શું કરશો ત્યારે ?" ત્યારે કહે ‘તમે કહો !" ત્યારે મેં કહ્યું ‘ફરી વાંચો.” બ્રહ્મચર્ય સંબંધી જ્ઞાન જ હિન્દુસ્તાનમાં ના અપાયુને ! તે આ હિન્દુસ્તાનમાં ઋષિમુનિઓનાં પુત્રો તે પાશવતામાં પેઠા. પશુયોનિ જેવાં થઈ ગયા. એ પાછા ફરેને, તો બહુ કામ નીકળી જાય. છતે રસ્તે રાઈટ વે ઉપર હોય માણસ તો ધીમો ધીમો ચાલે એ સાઈડ. એનાં કરતાં રોંગ વે ઉપર ચાલતો ફરીને પાછો આવ્યો હોય, તો બહુ જ સ્પીડી હોય. મનમાં એ થઈ ગયું હોય કે હવે આ પાર કે પેલી પાર, પેલો ધીમે ધીમેવાળો તો ચા પાણી પીતો જાય. આ પુસ્તક બ્રહ્મચર્યનું વાંચ્યુંને મહીં આજે ને આજે જ ચીઠ્ઠી આપી છે અમને. બેને છે તે બ્રહ્મચર્ય વ્રત આપો. અમને બહુ દુઃખ થાય છે, કહે છે. કારણ કે એનું કોઈ કહેનાર જ મલ્યો નથી કે આમાં આવા આવા ગુના છે કે આવા દોષો છે ! સૌ કોઈ કલીયર હોય તો જ લખી શકે, નહીં તો બ્રહ્મચર્ય ઉપર કોઈ લખી શકે નહીં. એટલે આખું પુસ્તક જ નહીં કોઈ એવું ક્લીયર એકું પુસ્તક જ નથી કોઈ. પુસ્તક વાંચીને ય પળાય બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય તો કોલેજમાં વિષય રાખવા જેવો છે. અને આવું પુસ્તક હિન્દુસ્તાનમાં થયું નથી. હિન્દુસ્તાનમાં આવું પુસ્તક ખોળશે, તો બ્રહ્મચર્યનું નહીં મળે. કારણ કે જે ખરા બ્રહ્મચારી થયા તે કહેવા નથી રહ્યા. ને નથી બ્રહ્મચારી તે કહેવા રહ્યા છે ને લખ્યું નથી એમણે. બ્રહ્મચારી ના હોય તે સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય 279 શી રીતે લખે ? પોતાનામાં જે દોષો હોય, તે ઉપરથી કશું લખાય નહીં વિવેચન, એટલે બ્રહ્મચારી તે કહેવા રહ્યા નથી, જે ખરા બ્રહ્મચારી હતા તે ચોવીસ તીર્થંકર ! કૃપાળુ દેવે પણ થોડું ઘણું કહ્યું છે. દાદા કરે જીર્ણોદ્ધાર મહાવીર શાસત તણું ! કડવું લાગે છે કે થોડું થોડું ? પ્રશ્નકર્તા: ના, ના. ક્ષત્રિય છે તે આનું મંડાણ કર્યું હતું ભગવાન મહાવીરે, એમના શાસનમાં અને ક્ષત્રિય છીએ તે આનો જીર્ણોધ્ધાર કરી રહ્યા છીએ ! બીજા કોઈનું કામ નહીં જીર્ણોધ્ધાર કરવાનું. જીર્ણોધ્ધાર તો થવો જ જોઈએ ને ! આ તો બ્રહ્મચાર્યનું આપણું પુસ્તક વાંચ્યું હોય તેને જ બ્રહ્મચર્ય પળાય, નહીં તો બ્રહ્મચર્ય પાળવું કંઈ સહેલી વસ્તુ છે ? મારે તો ‘ઓપન ટુ સ્કાય’ જેવું છે. એક વાળ જેટલી પણ ચીજ ગુપ્ત રાખેલી નથી. આ જ્ઞાન થયા પછી અબ્રહ્મચર્યનું મનથી પણ કોઈ દહાડો મેં સેવન નથી કર્યું. વિષય મને વિચાર સરખો ય નથી આવતો. સ્ત્રીઓનો દેખીને મને વિષય ઉત્પન્ન ના થાય. કારણ કે મને આત્મા જ દેખાય. નિર્વિચાર દશા, નિરીચ્છક દશા, કોઈ પણ પ્રકારની ઈચ્છા જ જેને નછી. આજ અઠ્ઠાવીસ વર્ષથી અમને વિચાર જ નહીં આવેલો. નિર્વિકારી દશા, નિર્વિકલ્પ દશા, કોઈ વિકલ્પ જ નહીં. આ તો જગતનું કલ્યાણ કરી નાખશે. - જય સચ્ચિદાનંદ