________________
[૮] વૈજ્ઞાતિક ‘ગાઈડ' બ્રહ્મચર્ય માટે !
ખુલ્યાં રહસ્યો બ્રહ્મચર્ય તણાં !
દાદાશ્રી : બ્રહ્મચર્યની જરૂરિયાત ખરી કે નહીં ?
પ્રશ્નકર્તા : ખરી.
દાદાશ્રી : કેટલી જરૂરિયાત ?
પ્રશ્નકર્તા : ઘણી વધારે છે.
દાદાશ્રી : એટલે બ્રહ્મચર્ય એટલે રીત એક બતાવું આપને કે આખા હિન્દુસ્તાનમાં બધા બ્રહ્મચારી થઈ જાય તો, રહે શું ? હિન્દુસ્તાનમાં શું રહે ? ઊલટું હિન્દુસ્તાનનું ખરાબ કર્યું કહેવાય, નહીં ? હિન્દુસ્તાનમાં બધા બ્રહ્મચારી હોય તો ! કરવું શું ? એવું નથી કહેવા માંગતો. મહીં થોડા ઘણાં બ્રહ્મચારી થાય અને બીજાં લગ્નવાળા હોય. પ્રૌઢાવસ્થામાં, સંસાર અવસ્થામાં બ્રહ્મચર્ય પાળવાને માટે રસ્તો હોવો જોઈએ. તેને માટે પુસ્તક લખાયેલું છે. કારણ કે કશું બ્રહ્મચર્ય વગર આ દેશની દશા તો જુઓ શી છે ? નહીં તો બ્રહ્મચર્ય બળવાળો મગજની સ્થિરતા કેવી સુંદર હોય, મનોબળ કેટલું સુંદર હોય !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૩
પ્રશ્નકર્તા : તમે સાચો બ્રહ્મચારી જોયો છે ?
દાદાશ્રી : સાચો બ્રહ્મચારી આ કળિયુગમાં હોતો હશે ?! આનુ નામ કળિયુગ ! એટલે આ હિન્દુસ્તાનમાં ઋષિમુનિઓના વખતમાં જ બ્રહ્મચર્ય પળાતા’તા. પછી ધીમે ધીમે ઓછાં થતા ગયા, જેમ યુગ બદલાતા ગયા એમ. એટલે પછી પુસ્તકો-પુસ્તકો બધો નાશ થઈ ગયો અને ત્યાર પછી બ્રહ્મચર્યનું પુસ્તક જ નથી. એટલે લોક જાણે કે આ તો મૂળથી રિવાજ હતો. આ વિષય ભોગવવાનો કાયમનો રિવાજ જ છે. બીજા નવા રિવાજ પડ્યા પણ આ કાયમનો રિવાજ. એટલે બ્રહ્મચર્યની વાત ઉપર બે પુસ્તકો બન્યા, ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ.
મહાવીર ભગવાન પછી પચ્ચીસો વર્ષમાં બ્રહ્મચર્ય સંબંધી પુસ્તક નથી નીકળ્યા. કોણ બ્રહ્મચર્યની વાત કરે આ કાળમાં ? જ્યાં ને ત્યાં મન તો થોડું-ઘણું બગડેલું જ હોય. જ્યાં સુધી પોતાનું બગડેલું હોય ત્યાં સુધી બ્રહ્મચર્ય સંબંધી બોલાય નહીં. વાણી જ નીકળે નહીં ને !
જ્ઞાતી વિણ વિષય રોગ કોણ કાઢે ?!
લોકો વિષય સંબંધી ઉપદેશ આપતા જ નથી, એનું શું કારણ ? પ્રશ્નકર્તા : એ લોકો ઉપદેશ આપે તો પણ અસર થાય જ નહીં
ને ?
દાદાશ્રી : હા, અસર થાય. જો કદી એમને પોતાને વિષય સંબંધી ચારિત્ર હોય. ભલે તેમને આત્માનું જ્ઞાન ના હોય ને ઉપદેશ આપે તો તે ફળે. ચારિત્ર વગર બધું નકામું છે.
પ્રશ્નકર્તા : લૌકિક બ્રહ્મચર્યની એ લોકો બાધા આપે છે તે ?
દાદાશ્રી : બાધા આપવાની જરૂર નથી, બ્રહ્મચર્ય કેમ રખાય, તેનાં કારણો દેખાડવાં જોઈએ. નહીં તો બાધા રાખે તો ય તેવો ને તેવો થઈ જાય !
પ્રશ્નકર્તા : કેટલાંક લોકો વિષયને છોડવાનો ઉપદેશ આપે છે.