Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 133
________________ ૨ ૧૯ ૨ ૧૮ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રકારના હોય છે કે જ્ઞાનને પણ ઉડાડી મેલે. તો તે ક્યા પ્રકારનો ચારિત્રમોહ ? દાદાશ્રી : એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાને ઉડાડી મેલે, એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મુળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો, અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિય જો જતો રહે, તો બધું જતું રહે. વિષયબીજ શેકાય આમ ! પ્રશ્નકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ? દાદાશ્રી : એ તો આપણું આ પ્રતિક્રમણથી. આલોચના પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનથી. પ્રશ્નકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ? દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી, તપ કરવાથી તો પુણ્ય બંધાય, સમજ પડીને ? અને બીજને શેકવાથી ઉકેલ આવે. આ સંસાર અબ્રહ્મચર્યથી ઊભો રહ્યો છે અને આવું કંઈ કેટલાંય કાળ સુધી ચાલ્યા કરશે. જે નિકાચીત દુ:ખો છે એ અબ્રહ્મચર્યનાં છે. નિકાચીત દુઃખો એટલે સહન કરતાં ખસે નહીં, ગમે એટલા ઉપાય કરીએ તો ય ખસે નહીં. બીજાં બધાં દુઃખો તો સહેજાસહેજ જતા રહે. જ્યારે નિકાચીતમાં તો બીજા માણસનો કલેઈમ રહે છે. બીજી બધી વસ્તુઓ કલેઈમ ના માંડે, પણ આ વિષયમાં તો તમે ‘પ્રસંગ’ છોડી દો તો ય એ દાવો માંડે, અગર તો તમારી ઉપર વેર બાંધે. એ કલેઈમ જ ઊભા થાય પછી ! પ્રશ્નકર્તા : એટલે એક પત્ની સિવાયનો વિષય હોય છે ? દાદાશ્રી : ના, એક પત્ની જોડે હોય તો ય, એક જ વિષયસુખમાં બે જણ પાર્ટનર હોય છે ને ? એટલે આપણે “કંટાળ્યા’ કહીએ, ત્યારે એ કહેશે, ‘હું નથી કંટાળી’ ત્યારે શું થાય ? સમજથી પ્રાપ્ત બ્રહમચર્ય આ ‘સમભાવે નિકાલ’ કરવાનો કાયદો શું કહે છે, તે ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ, વેરથી મુક્ત થઈ જા. વેરતું કારખાનું ! આપણે અહીં તો એક જ કરવા જેવું છે કે વેર ના વધે અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રીવિષય અને પુરુષવિષય ! પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંત કાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ? દાદાશ્રી : એવું છે ને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનો ને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે, ત્યાં વેર બંધાય છે. પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ? દાદાશ્રી : અભિપ્રાય ‘ડિફરન્સ’ છે તેથી. તમે કહો કે, “મારે અત્યારે સિનેમા જોવા જવું છે. ત્યારે એ કહેશે કે, “ના, આજ તો મારે નાટક જોવા જવું છે.” એટલે ટાઇમિંગ નહીં મળી રહે. જો એક્કેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પૈણજે. પ્રશ્નકર્તા : છતાં કો'ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું. દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો એની સ્ત્રી નિરંતર એને આધીન રહે. એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે. ત મળે આધીતતામાં રહે એવી ! એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ‘ફાઈલો’ હોય એનો ‘સમભાવે નિકાલ’ કરી કહ્યું છે !

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164