________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩૧
કહે ? કારણ એમને મહીં પણ પોલ હોય ને ? હું બીડી પીતો હોઉં ને તમને એમ કહું કે બીડી ન પીવાય તો મારો પ્રભાવ કેમ કરીને પડે ? મારું બિલકુલ સ્ટ્રોંગ હોય, ચોખ્ખું હોય તો જ મારો પ્રભાવ પડે. એક જ માણસ જો ચોખ્ખો હોય તો કેટલાંય માણસનું કામ નીકળી જાય. એટલે પોતાની પ્યૉરિટી જોઈએ. તમે સંસારી હો કે ત્યાગી હો, ભગવાનને કશું લેવાદેવા નથી, ત્યાં તો પ્યૉરિટી જોઈએ. ઈમ્પ્યૉર ગોલ્ડ ત્યાં કામ લાગે નહીં. ભગવાં હોય કે ધોળાં હોય, પણ ઇમ્પ્યૉર છો ત્યાં સુધી કામ નહીં લાગે. તમારો પ્રભાવ જ નહીં પડે ને ?! શીલવાન થવું જોઈએ.
ચાર્જ-ડિસ્ચાર્જતી ભેદરેખા !
આ આપણું વિજ્ઞાન એવું છે કે કામ કાઢી નાખે ! પણ જો એને સિન્સીયર રહે અને અમારા કહ્યા પ્રમાણે રહે તો વિષયની નિવૃત્તિ થાય, નહીં તો વિષયનો સ્વભાવ જ એવો છે કે એક જ વખત વિષય થયેલો હોય તો માણસ ત્રણ દહાડા સુધી કોઈ પણ પ્રકારે ધ્યાન ના કરી શકે ! એક જ ફેરાના વિષયથી ત્રણ દહાડા સુધી માણસથી ધ્યાન ફીટ થઈ શકે નહીં, ધ્યાન ચોંટે જ નહીં ને ! સ્થિર થાય નહીં ને ! પછી માણસ શું કરે ? કેટલુંક કરે ? તેથી આ જૈનના આચાર્યો બધા ત્યાગ લઈને બેઠેલા ને !! આ વીતરાગોનો ધર્મ એ વિલાસીઓનો ધર્મ નથી ! વિષય હોય તો તો સમજણપૂર્વક છૂટી જવું જોઈએ. વિષય તો શી રીતે ગમે છે, તે જ મને અજાયબી લાગે છે ! વિષય ગમે છે, તેનો અર્થ એ કે સમજણ
જ નથી.
પ્રશ્નકર્તા : વિષય-કષાયની બળતરા થાય ને ?
દાદાશ્રી : બળતરા તો લાખો મણ થાય, તેનો સવાલ નથી. બળતરા તો પુદ્ગલને થાય છે.
પ્રશ્નકર્તા : વિષય-કષાયની બળતરાનું વર્ણન, મરણ કરતાં ય વધારે કહ્યું છે. એટલે એના કરતાં માણસ મરવું પસંદ કરે.
દાદાશ્રી : ના. એણે તો મરવાની કિંમત જ નથી રાખી. એણે તો અનંત અવતારથી આ જ કર્યું છે, પાશવતા જ કરી છે, બીજું કશું કર્યું નથી.
૨૩૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પણ મરણ તો સારું કહેવાય. મરણ તો સ્વાભાવિક વસ્તુ છે અને આ તો વિભાવિક વસ્તુ છે. સમજદારને વિષય શોભે નહીં. એક બાજુ લાખ રૂપિયા મળતાં હોય ને સામે વિષયનો પ્રસંગ હોય તો લાખ જતા કરે, પણ વિષય ન સેવે. વિષય જ સંસારનું મૂળ કારણ છે, જગતનું કૉઝીઝ જ એ છે ને ?! આપણે તો આ વિષયની છૂટ એટલાં માટે આપેલી કે, નહીં તો આ માર્ગને કોઈ પામત જ નહીં. એટલે આપણે આ અક્રમ વિજ્ઞાન ડિસ્ચાર્જ અને ચાર્જ રૂપે સમજાવ્યું છે. આ વિષય એ ડિસ્ચાર્જ છે, એવું સમજવાની શક્તિ નહીં ને બધાની ?! આમનું ગજું શું ? નહીં તો અમારો જે શબ્દ છેને ‘ડિસ્ચાર્જ’, તે વિષય એ ડિસ્ચાર્જ સ્વરૂપ જ છે. પણ આ વાત સમજવાનું એટલું ગજું જ નહીં ને ! કારણ કે રાત-દહાડો વિષયની બળતરાવાળા. નહીં તો આ ચાર્જ અને ડિસ્ચાર્જ અમે જે મૂકેલું છે તે એક્ઝેક્ટલી એમ જ છે. આ તો બહુ ઊંચો માર્ગ બતાવ્યો છે, નહીં તો આમાંથી કોઈ ધર્મ જ ના પામત ને ! આ બૈરી છોકરાંવાળાં શી રીતે ધર્મ પામત ?
પ્રશ્નકર્તા : ઘણાં એમ સમજે છે કે ‘અક્રમ’માં બ્રહ્મચર્યનું કંઈ મહત્ત્વ જ નથી. એ તો ડિસ્ચાર્જ જ છે ને !
દાદાશ્રી : અક્રમનો એવો અર્થ થતો જ નથી. એવો અર્થ કરે તે ‘અક્રમ માર્ગ’ સમજ્યો જ નથી. જો સમજ્યો હોય તો મારે તેને વિષય સંબંધી ફરી કહેવાનું હોય નહીં. અક્રમ માર્ગ એટલે શું કે ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ ગણવામાં આવે છે. પણ આ લોકોને ડિસ્ચાર્જ જ નથી. આ તો હજી લાલચો હોય છે મહીં ! આ તો બધા રાજીખુશીથી કરે છે. ડિસ્ચાર્જને કોઈ સમજ્યું છે ? નહીં તો અમે જે માર્ગ મૂકેલો છે, તેમાં બ્રહ્મચર્ય સંબંધી ફરી કશું કહેવાનું જ ના હોય !!! આ તો પોતાની ભાષામાં બંધબેસતા અર્થ કરે પછી !
જમેલા માણસને આપણે ફરી જમવા બેસાડીએ તો તે બહુ શરમાય, પણ પછી જમે ખરો. પણ તે શું કરે ? સાચું જમે એ ? એવું વિષયમાં હોવું જોઈએ. વિષય-વિકાર તો દેખ્યો જ ના ગમે, વિચારતાં જ અરેરાટી થઈ જાય !! ઊલટી થાય વિચારતાં જ ! એવું હોવું જોઈએ.
‘ડિસ્ચાર્જ’ કયા ભાગને કહેવાય, તે લોક સમજતું નથી. અને