________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૫૫ મળી ગયું એમ દુરુપયોગ કરી નાખે. - દાદાશ્રી : એવું છે ને, આ વાત તો કેવી છે ? સોનાની કટાર હોય છે ને, તે કેવી રીતે વાપરવી એનો એક નિયમ જ હોય છે. હવે એનો કોઈ દુ૫યોગ કરે ને પેટમાં મારે તો તેને આપણે કેમ કરીને ના કહેવાય ? કારણ જે સવળું કામ કરે, તે અવળું ય કામ કરે. પણ હું તો સાયન્સ કહું છું, જે વિજ્ઞાન છે તે કહું છું કે આત્માએ ક્યારે ય પણ વિષય ભોગવ્યો નથી. ખાલી ઇગોઈઝમ જ છે કે “મેં આ કર્યું.” એ કર્તાભાવ હું છોડાવી દઉં છું કે ભઈ, તું કર્તા નથી. આ તો ‘વ્યવસ્થિત કર્તા છે. હું તમને સમજાય એવી રીતે સમજ બેસાડું છું અને એઝેક્ટ ‘વ્યવસ્થિત જ કર્તા છે. ખરેખર ‘વ્યવસ્થિત' જ ક્રિયા કરે છે. આ તો તમે આરોપણ કર્યું છે કે મેં કર્યું અને તે ઈગોઈઝમ તરીકે તમને ફળ મળે છે.
પ્રશ્નકર્તા ઃ આરોપણ કરે એટલે જ આવરણ આવે છે ને ? આરોપણનો ભાવ એ જ આવરણ ?
દાદાશ્રી : બીજું ક્યું આવરણ ? એ જ આવરણ અને એ જ આવતા ભવનું બીજ ! જો આરોપણ નથી, તો આવતા ભવનું બીજ જ નથી, તો તમે મુક્ત જ છો. મુક્તપણાની વ્યાખ્યા સમજવી પડે. તમે મુક્ત જ છો. અત્યારે ય તમે મુક્ત છો. પણ ‘એણે’ જે બીલિફમાં માનેલું છે કે “હું બંધાયેલો છું એટલે બંધનપણું લાગે છે. એ બંધનવાળી બીલિફ ફ્રેકચર થઈ જાય ને “મુક્ત કેવી રીતે છું” એ ભાન થઈ જાય, તો તમે મુક્ત જ
૨૫૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કંટાળી જાત. એને તો તમે જ્યારે જુઓ ત્યારે નવરો ને નવરો જ દેખાય. ભોગવ્યું હોય તેને ભાંજગડ છે ને ? અને આ ગંદવાડામાં એ હાથ ઘાલે જ નહીં ને ? આત્માને કશું અડે જ નહીં, એટલે એને નિર્લેપ કહ્યો.
‘જ્ઞાની પુરુષ' આત્મા જોયો હોય, અનુભવ્યો હોય, એટલે એ ‘જ્ઞાની પુરુષ' પછી જ્યાંથી વાણી બોલે, તે ચોખ્ખું જ હોય બધું !
આત્માને જાણવા માટે આ બધું છે ને ! આત્મા જાણી લીધો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. એટલે જ્યારે ત્યારે તો આત્મા જાણ્યા વગર છૂટકો જ નથી. ત્યારે લોક કહે છે, “અમે આજે છીએ તો ભોગવી લઈએ.” અરે, પણ તું કશું ભોગવતો જ નથી. તું ઊંધું માની બેઠો છું, કે આ મેં ભોગવ્યું. તું અહંકાર જ કરે છે. પેલાં ‘મેં આ નથી ભોગવ્યું’ એવો અહંકાર કરે છે. ખાલી અહંકાર જ કરે છે, બીજું કશું કરતો નથી. કારણ કે આત્મા સૂક્ષ્માતિસૂક્ષ્મ છે એટલે સૂક્ષ્મતમ કહે તો ચાલી શકે અને આ વિષયો સૂક્ષ્મતર છે, સૂક્ષ્મ છે, સ્થૂળ છે. એ બેનો મેળ શી રીતે પડી શકે ? એટલે એવું કશું આત્માએ ભોગવ્યું જ નથી. આ વિષય તો બહુ ઊંડા ઊતરોને, તો તે સૂક્ષ્મ હોય, પછી સૂક્ષ્મતર થાય. સૂક્ષ્મતર બધા અનંગ હોય.
પ્રશ્નકર્તા : આ સાંધા સુધીના તો બધા જોઈ લીધા. દાદાશ્રી : એ તો બધા સ્થળ કહેવાય. પ્રશ્નકર્તા : તો સૂક્ષ્મતર તમે કોને કહો છો ?
દાદાશ્રી : એ તો જાત જાતના અનંગ વિષયો હોય છે. સ્થળ વિષયો તો આમ પ્રત્યક્ષ દેખાય. સૂક્ષ્મનું વદન થાય અને સૂક્ષ્મતરમાં એ બધું અંદર અનંગ ભાવો થવાનાં. પણ તે આત્માને અડી શકે એમ નથી. પછી તમે આમ માથાકૂટ કરો કે ગમે તે કરો. મેં જે આત્મા આપ્યો છે, એને વિષય અડી શકે એમ નથી. પણ તમારી જાગૃતિ નહીં હોવાથી તમને આ બંધન મૂકીએ છીએ. તમે સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ રાખી શકો એમ છો નહીં અને પાંચ આજ્ઞામાં તમે સંપૂર્ણ રહી શકો એમ છો નહીં. માટે તમને આ બંધન મૂકવાં પડે છે, ચેતવવા પડે છે. નહીં તો ચેતવવા ના પડે, એક
એટલે આ પહેલી વખત અમે પુસ્તકમાં લખ્યું છે કે વિષયો વિષ નથી. પણ વિષયોમાં નીડરતા એ વિષ છે. નીડરતા એટલે શું કે કેટલાંક માણસો કહે કે, ‘દાદાએ મને જ્ઞાન આપ્યું છે, તો હવે મને કોઈ વિષય નડે નહીં. મારે તો ભોગવવાનો વાંધો જ નહીં ને ?” તો ખલાસ થઈ ગયો. માટે વાતને સમજો.
આટલાં બધા અવતાર થયા, પણ એકુંય વિષય આત્માએ ભોગવ્યો જ નથી, એણે વિષય ભોગવ્યો હોત તો અત્યાર સુધી એ ક્યારનો ય