Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 138
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય થવાનો. એ સ્વાધીન ના હોવું જોઈએ. પોલીસવાળાને આધીન, ભૂખને આધીન થઈને માંસાહાર કરો તો તમે ગુનેગાર બનતા નથી. એવું આ વિષયમાં થાય તો એ એકાવતારી અવશ્ય થાય. પ્રશ્નકર્તા: આ આજ્ઞા તમારી પાળીશું, હવે તમે એકાવતારીપદ લખી આપો. દાદાશ્રી : આટલું જ અમારું પાળે તો અમે એકાવતારી બોન્ડ લખી આપીશું. એકાવતારી થવું હોય તો આ એક જ વસ્તુ સાચવવાની છે. બીજા ધંધા-વેપારનો વાંધો નથી. બ્રહ્મનિષ્ઠા બેસાડે જ્ઞાતી ! વિષયોનો સ્વભાવ કેવો છે? આજથી દસ દહાડા વિષય બંધ એવું નક્કી કરીએ તો તે પ્રમાણે ચાલ્યા કરે ને ત્રીજે દહાડેથી જ આનંદ વધે, પણ જો વિષયમાં પડ્યો તો ફસાયો. પછી બહાર ના નીકળાય. વિષયની બાબત નિર્ણયાત્મક હોવી જોઈએ. નિષ્ઠા પોતાની જાતે ના બેસે, એ તો જ્ઞાની પુરુષ બેસાડી શકે. જગતની નિષ્ઠા ઉઠાવવા અને બ્રહ્મની નિષ્ઠા બેસાડવા અમારે જ્ઞાન આપવું પડે છે. પ્રશ્નકર્તા : તમે બ્રહ્મની નિષ્ઠા બેસાડો છો, તો બ્રહ્મચર્યની નિષ્ઠા કેમ નથી બેસાડતા ? દાદાશ્રી : પૈણેલા હોય તેમાં હું હાથ ઘાલું ? એ તો આવીને અહીં માગણી કરે તો અમે આપીએ. આ જ્ઞાન હોય છતાં પણ એક્કેક્ટ આત્મઅનુભવ તો બ્રહ્મચર્ય વગર ના થાય. ખરો આનંદ, અમારા જેવું પદ એ બધું જોઈતું હોય તો સંપૂર્ણ બ્રહ્મચર્ય જોઈએ અને ઠેઠ છેલ્લે તો વિષય પર ચીઢે ય નહીં અને રાત્રે ય નહીં એવું હોય ત્યારે ખરો અનુભવ થાય. પણ પહેલાં તો વિષયો પર ચીઢ ઉત્પન્ન થવી જોઈએ. એટલે પછી ચિત્ત વધારે શોધખોળ કરે અને એમ એમ ચિત્ત છૂટતું જાય, પછી છેલ્લે ચીઢે ય ના રહે. ઉદયકર્મ કરીને પોલ ! પ્રશ્નકર્તા: અમારા જેવાં પૈણેલા હોય, તેને વિષયમાં કોઈવાર પડવું ૨૨૮ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પડે, પણ મહીં જરા ય ગમતું ના હોય તો ય આત્માનો અનુભવ ના થાય ? દાદાશ્રી : અમુક અંશનું થાય, પણ અમારા જેવું ના થાય. પ્રશ્નકર્તા: મારી ઇચ્છા ના હોય ને ‘ફાઈલ નંબર ટુ'ની ઇચ્છાથી ખાડામાં પડવું પડે, તો શું કરવું ? ફાઈલનો સમભાવે નિકાલ કરવો ? દાદાશ્રી : ફાઈલનો સમભાવે નિકાલ કરવો જ પડે ને ! જ્યાં સુધી નો-ઓજેકશન સર્ટિફિકેટ ના મળે, ત્યાં સુધી શું થાય ? જે પરાણે કરવું પડે, એ પ્રકૃતિ નાશ થાય. પહેલાં લગનમાં જતા હતા, તે રાજીખુશીથી જતા હતા, ને અત્યારે હવે પરાણે લગનમાં જવું પડે, તો ત્યાં જઈએ એટલે પહેલાંની પ્રકૃતિ નાશ થાય. એટલે આમ વિષયનું બધી રીતે પૃથક્કરણ કરીએ ને પછી એવી સ્ટેજ આવે છે કે આ વિઝનથી થોડી થોડી જાગૃતિ ઉત્પન્ન થાય. પછી, વિઝન એટલે આમ ઝાંખા વિઝનથી, એને વિષય રહે ખરો, પણ પોતાને ના ગમતું હોય. જેમ ભુખ લાગી હોય ને ખાવું પડે, ભાવતું ના હોય તો ય પછી ખાય, એવો કંટાળીને ભોગવટો હોય. જ્યારે પેલો રાજીખુશીથી ભોગવટો હોય, એ તો બહુ મૂર્છાપૂર્વકના ભોગવટા હોય. એ ભોગવટો તો પછી અનેક સ્ટેપ્સ પસાર થાય, ત્યાર પછી છેલ્લો ભોગવટો તો એને બિલકુલ કંટાળો આવે. ભોગવટો ય બે પ્રકારનો હોય. એક ઇચ્છાપુર્વકનો અને એક ઇચ્છા ના હોવા છતાં કર્મના ઉદયથી. ઉદયકર્મ પૂરું ના થયું હોય ત્યારે શું થાય ? ઉદયકર્મ પૂરું થાય ત્યારે જ છૂટે, પણ ત્યાં સુધી એને ભોગવવું તો પડે, તો શું થાય ? અણગમો ઉત્પન્ન થયા કરે. એક આ વિષય પૂરતી જ અમે મર્યાદા રાખીએ છીએ. મર્યાદા ના મૂકીએ તો ઉદયકર્મ કહીને દુરુપયોગ કરે. ‘ઉદયકર્મ મને નડે છે એવું કહેતો હોય, તો ખરેખર ઉદયકર્મ કોને કહેવાય ? ઉદયને આધીન, પોતાની ઇચ્છા જ ના હોય ! પ્રશ્નકર્તા : પહેલાંનું ચાર્જ કરીને લાવ્યો હોય ને સમજીને સમભાવે નિકાલ કરે તો ? દાદાશ્રી : સમજીને જ સમભાવે નિકાલ કરે છે, છતાં હજી તેને

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164