Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 141
________________ ૨૩૩ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ‘ડિસ્ચાર્જ'નો અર્થ પોતાની ભાષામાં કરે છે. પ્રશ્નકર્તા: ‘ડિસ્ચાર્જ ક્યા ભાગને કહેવાય ? દાદાશ્રી : આપણે ગાડીમાંથી કેટલી વખત પડી જઈએ ? ગાડીમાંથી તું પડી જાય તો એ ‘ડિસ્ચાર્જ કહેવાય. ત્યાં તે ગુનેગાર નથી, પણ કોઈ જાણી-જોઈને પડે ખરો ? ત્યાં એની જરા ય ઇચ્છા હોય ? તમને આ વાતની સમજ પડી ? વાત સમજી જવા જેવી છે ને ? પ્રશ્નકર્તા : બરાબર સજજડ સમજાઈ ગઈ. દાદાશ્રી : કાનબુટ્ટી પકડીને કહો છો કે ? નહીં તો ‘ડિસ્ચાર્જની વાતમાં તો અંદર પોલું હાંકે, આ એકલી વિષયની જ બાબતમાં પોલું હાંકવા જેવું નથી. પ્રશ્નકર્તા : પોલું કેવી રીતે હાંકે ? દાદાશ્રી : જેમ ગાડીમાંથી પડી જાય, એને આપણે ‘ડિસ્ચાર્જ કહીએ છીએ, એવો પોતાને ઘેર પણ નિયમ તો હોવો જોઈએ ને ? આ તો એવું છે ને, કે પોતાના હક્કની સ્ત્રી જોડેનો વિષય, એ અજૂગતું નથી. છતાં ય પણ જોડે જોડે એટલું સમજવું પડે કે એમાં ઘણાં બધાં “જર્સી’ મરી જાય છે. એટલે અકારણ તો આવું ના જ હોવું જોઈએ ને? કારણ હોય તો વાત જુદી છે. વીર્યમાં ‘જર્મ્સ” જ હોય છે અને તે માનવબીજનાં હોય છે. એટલે બને ત્યાં સુધી આમાં સાચવવું. આ અમે તમને ટૂંકામાં કહીએ, બાકી આનો પાર આવે નહીં ને ! બળતસતો માર્યો વિષય ખોળે ! આ તો જેને આત્મિક સંબંધી કોઈ જાતનું સુખ ના આવતું હોય તેને તો આ સંસારમાં વિષય સિવાય બીજું શું હોય ? કારણ કે આટલી બધી બળતરા, બળતરા... સયુગમાં, દ્વાપરમાં પણ આવાં વિકાર ન હતા. આ તો કળિયુગની બળતરાને લીધે બિચારા વિષયમાં પડે છે, શું થાય તે ?' ને આખો દહાડો બળ્યા કરે, “આમ ખોટ ગઈ, પેલાએ ગાળો ભાંડી, પેલાએ આમ કર્યું.” આવી બધી બળતરા હોય, કોઈ બાજુનું સુખ નથી ૨૩૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવતું, તેને લીધે બિચારો નાછૂટકે આ ખાડામાં પડે છે. હવે આ આત્માનું સુખ આવ્યા પછી, આ વિષય એને ગમે જ કેવી રીતે ? આત્માનું સુખ ના આવતું હોય ત્યાં સુધી આપણે એને એવું તો ના કહેવાય કે ‘ભાઈ, તમે આમ કેમ કરો છો ?” એ ક્યાં જાય બિચારા ? જો પશુ હોય તો એ નિયમમાં હોય, આ મનુષ્યને તો બુદ્ધિ છે, પશુઓને તો નાછૂટકાનું, એમને ‘ડિસ્ચાર્જ' કહેવાય ! “ચાર્જ-ડિસ્ચાર્જનો ભેદ સમજવો જોઈએ કે ના જોઈએ ? આ તો ભેદ સમજ્યા વગર ઠોકાઠોક કરે. આ જ્ઞાન જો પૂરેપૂરું સમજે અને આ ડિસ્ચાર્જ પૂરેપૂરું સમજે તો મને ફરીથી કહેવા જ ના આવે ! “ડિસ્ચાર્જ જે છે એ ચારિત્ર મોહનીય છે અને ચારિત્ર મોહનીયને જે જુએ છે એ સમ્યક્ ચારિત્ર છે ! અહંકારની માન્યતાનું સુખ! વિષય સામે તો હું કેટલું બોલ બોલ કરું છું, તો ય લોકોને ગેડમાં બેસતું નથી, ત્યારે આપણે શું કરીએ ? પંપ મારી મારીને માલ ભરી લાયા છે, જરા ય “સ્કોપ નથી આપ્યો, અવકાશ જ નથી આપ્યો ને ? જાણે વિષય નહીં હોય તો જીવાશે જ નહીં, એવું માની લાવ્યા છે ! વિષયને જે જીતે, તેનાં પર ત્રણ લોકના નાથ રાજી થાય. આમાં છે જ નહીં કશું ય, પણ લોકોએ એવી રોંગ માન્યતા કરી નાખી છે ! બાકી આમાં કશું સુખ જ નથી, જલેબીમાં સુખ છે, પૈડામાં સુખ છે, ચેવડામાં સુખ છે, પણ આમાં સુખ નથી. જલેબીમાં સુગંધી બહુ આવે, સ્પર્શ ય આવે, સ્વાદે ય આવે, આંખથી દેખવી ય ગમે, મોઢામાં ખઈએ તે ઘડીએ કડકડ બોલે, એ કાનમાં સાંભળવાનું ય ગમે. આ તાજી તાજી જલેબી ખાવામાં પાંચે ય ઈન્દ્રિયોને સારું લાગે અને આ વિષયમાં તો બધી ઇન્દ્રિયો કામ લેવા જાય, તો પાછી ફરી જાય. આંખથી જોવા જાય તો ગભરામણ છૂટી જાય. નાકથી સોડવા જાય તો ય ગભરામણ છૂટી જાય, જીભથી ચાખવા જાય તો ય ગભરામણ છૂટી જાય ! પ્રશ્નકર્તા: આમાં ‘એમ્યુઅલી” જે આનંદ લેવાય છે, તે અહંકાર

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164