________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩૫ જ લે છે ને ?
- દાદાશ્રી : સુખ માનેલું છે તેથી ! એમાં રોંગ બીલિફ છે ખાલી ! તને કોઈ દહાડો દરાજ થયેલી ? દરાજ વલૂર વલૂર કરે ને, એવું છે આ ! પાછું કોઈ બેઠું હોય ત્યારે મનમાં ગભરાય કે વલૂરીશ તો ખરાબ દેખાશે, એટલે પછી તે બંધ રાખે અને કોઈ ના હોય ત્યારે તું એને વલૂરે, એની મીઠાશ લાગે તને ! કૃપાળુદેવે વિષયના સુખને દરાજ વલૂરવા જેવું સુખ કહ્યું છે.
પ્રશ્નકર્તા : વિષયસુખથી દૂર રહેવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે, તેને પુરુષાર્થ કહેવાય ?
દાદાશ્રી : હા. પણ એ સુખ જ નથી, એ ખાલી માન્યતા જ છે, ‘રોંગ બીલિફો’ જ છે. વ્યવહારમાં લોકોને આ વાત કહેવાય નહીં, જગત વ્યવહાર માટે આ કામનું જ નથી. આ વાત જગત વ્યવહારના લોકોને કરીએ તો તેમને દુઃખ થાય. કારણ કે આ સુખ એકલું જ અવલંબન છે, તે ય બિચારાનું આપણે લઈ લીધું ! આ તો જેને જ્ઞાન હોય તેને વાત કરાય, નહીં તો વાત જ ના કરાય. હા, કોઈને સુખને માટે નહીં, પણ છોકરા માટે વિષય હોય તો વાત જુદી છે. પુત્રષણા શમાવવા પૂરતું હોય તો ઠીક છે. પણ આ તો નિરર્થક, ‘યુઝલેસ’ હોય છે, જે કૂતરા-કૂતરીને ય શોભે નહીં એવું !
આ જ્ઞાતતે રાખો જાણી ! જ્ઞાન એવી વસ્તુ છે કે જેને જાણી રાખવાની જરૂર છે. જ્ઞાનને જાણી રાખવાનું. જ્ઞાન જાણવાનું છે ને એ જાણેલું જ્યારે દર્શનમાં આવે છે, ‘બીલિફમાં આવે છે, ત્યારે વિષય બધા ઊડી જાય.
આ તો આપણે વિષયસંબંધી બહુ ઊંડી ચર્ચા નથી કરતા, એનું શું કારણ કે આ લોકો બહારની દ્રષ્ટિ છોડે, તો ય બહુ ઊંચી વસ્તુ છે. બહારની દ્રષ્ટિ એટલે, બહાર જે દેખત ભૂલી” થાય છે તે ના થાય, તો ય બહુ થઈ ગયું. એટલે આપણે કહ્યું કે બહાર દ્રષ્ટિ બગડી કે તરત જ
૨૩૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રતિક્રમણ કરજો. એને પોતાના હક્કનો વિષય છોડવાનું નથી કહેતા. કારણ કે એને હક્કનો વિષય છોડવાનું કહીએ, તો એનું બહાર પાછું બગડી જાય.
અક્રમ વિજ્ઞાને આપી છૂટ... પ્રશ્નકર્તા : પણ જે લોકો વિષયસુખ ભોગવે છે, એમને એટલી ખોટ તો જવાની ને ?
દાદાશ્રી : જેટલું જેટલું ‘ચાર્જ થયેલું છે, એનો તો આપણે વાંધો ના રાખીએ.
પ્રશ્નકર્તા : પણ એ “ચાર્જ થયેલું છે એમ કહેવાય જ કેવી રીતે ? એ તો ઘરમાં સ્ત્રી સાથે રહેતા હોઈએ એટલે આ વિષય તો સહજ થઈ ગયેલો હોય છે ને ઘણી વખત થાય છે તો ય એ “ચાર્જ થયેલું જ કહેવાય ?
દાદાશ્રી : ‘ચાર્જ થયેલાની બહાર નહીં થવાનું. જે ‘ચાર્જ થયેલું છે, તેની બહાર થાય એવું નથી. તેથી તો અમે આમ વિષયો માટે છૂટ મૂકીએ ને ! નહીં તો છૂટ મૂકીએ કે ? એ તો જવાબદારી છે અને કોઈએ આવી છૂટ આપી પણ નથી ને ?!!
પ્રશ્નકર્તા : કોઈએ છૂટ નથી આપી. આમાં તો બહુ ‘સ્ટ્રીક્ટ’ છે.
દાદાશ્રી : એ “સ્ટ્રીક્ટ’ છે એટલે લોકો પામતાં નથી. સત્ય હકીકત નહીં જાણવાથી આમાં ‘સ્ટ્રીક્ટ થાય છે. તેથી લોક પામતાં નથી. સંસારીઓ તો એમ જ કહે છે કે, “ભઈ, આપણે તો સંસારી, આપણે તો કલ્યાણ થાય જ નહીં ને ?!” એવું આ લોક પોતાની જાત માટે માની બેઠા છે. એટલે એ ‘સ્ટ્રીક્ટપણું” ખોટું છે. “અમે જ્ઞાનથી જુદી જાતનું જોઈએ છીએ !
પ્રશ્નકર્તા: જેટલો વખત ‘ડિસ્ચાર્જ થાય, તે એટલું આવરણ વધે નહીં ?