Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 135
________________ ૨૨૨ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે. તે એને ‘રીપે’ કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદ્ગલ પાસેથી લીધેલું હોય એટલે પુદ્ગલને જ ‘રીપે’ કરવાનું. પ્રશ્નકર્તા : અમે રૂપિયા લીધા તો રૂપિયા ય પાછા આપવા પડે ને ? તો પછી અમે એની પાસે મીઠાશ લીધી તો અમે મીઠાશ શું કરવા પાછી ના આપીએ ? એવો સંબંધ કેમ નથી આવતો ? કડવાશ જ કેમ આવે ? દાદાશ્રી : એવું હોતું હશે ? ‘લોન’ લીધી એ પાછી આપવાની. રૂપિયા લીધા તે રૂપિયા પાછા આપવાના. હવે મીઠાશ એ આપવું ના કહેવાય. એવું છે ને, સોનું લીધેલું તે ઘડીએ આપણને સારું લાગે, પણ સોનું ‘રીપે’ કરવા જાવ તો કડવાશ જ વર્તે. જે કંઈ પણ લીધેલું પાછું આપો તો તે ઘડીએ આપણને કડવાશ વર્તે, એવો નિયમ છે અને આપ્યા વગર પાછો છૂટકો જ નહીં ને ! પ્રશ્નકર્તા : પણ લોકો પ્રેમથી પાછી નહીં આપતા હોય ? દાદાશ્રી : જે વસ્તુ જેણે લીધી છે એ છોડવાની તો એને પોતાને ગમે જ નહીં. એટલે દરેક વસ્તુ ‘રીપે’ કરવામાં ભયંકર દુ:ખ હોય. પ્રશ્નકર્તા : આમાં સુખ લીધું એનું પરિણામે પેલા ઝઘડા ને કલેશ. દાદાશ્રી : આમાંથી જ ઊભું થયું છે આ બધું. અને સુખ કશું ય નહીં. પાછું સવારના પહોરમાં દીવેલ પીધા જેવું મોટું હોય. જાણે દીવેલ પીધેલો હોય !! એ તો વિચારતાં ય ચીતરી ચઢે ! પ્રશ્નકર્તા : અને નહીં તો ય લોકોનાં દુ:ખોનાં પરિણામો એટલાં બધાં વિચિત્ર છે તે એ ક્યારે છૂટે ! આટલાં બધાં દુઃખો સહન કરે છે, આ લોકો આટલા સુખને માટે ! દાદાશ્રી : એ જ લાલચ આની ને કેટલાં દુઃખો ભોગવવાનાં !! પ્રશ્નકર્તા : આખી લાઈફ ખલાસ કરી નાખે છે એમાં. આખું જીવન રોજ એના એ જ હેરિંગ, એની એ જ અથડામણ. પ્રશ્નકર્તા : રીપે કરતી વખતે જે દુ:ખ ઊભું થાય એ તો તમારી સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કેટલી આસક્તિ છે કે લોભ છે એના ઉપર આધાર રાખે ને ? દાદાશ્રી : એ તો જેટલી વધારે આસક્તિ એટલી વધારે મોટી ઉપાધિ. ઓછી આસક્તિ હોય તો ઓછું દુ:ખ થાય. એ બધું આસક્તિ પર આધાર રાખે છે ને ?! ૨૨૩ તને કોઈ દહાડો દરાજ થયેલી ? તે પછી વલૂરે તેમ બહુ મઝા આવેને ? હવે એ સુખ તમે કોની પાસેથી લો છો ? પુદ્ગલ પાસેથી. બેનું ‘રબિંગ’ કરીને, ઘસી ઘસીને, ‘ઇચિંગ’ કરીને, સુખ ખોળો છો. પછી સરવાળે હાથ બંધ થયો કે લાય બળવાની શરૂ થઈ જાય છે. જો પુદ્ગલ એને તરત જ દુઃખ આપે છે ને ? પુદ્ગલ શું કહે છે કે અમારી પાસે શું સુખ ખોળો છો ? તમારી પાસે તો સુખ છે ને ?! અહીં અમારી પાસે સુખ લઈશ તો તમારે ‘રીપે’ કરવું પડશે. દરાજનો અનુભવ તને નહીં થયેલો ? એટલે બધું ‘રીપે’ કરવાની ચીજો છે. આ દરાજમાં બહુ મઝા આવતી હોય ને ? એ વલૂરતો હોય તે ઘડીએ એનું મોઢું કેટલું આનંદમાં આવી ગયું હોય ને ? તે સામા માણસને એમ થાય કે હે ભગવાન, મને પણ દરાજ આપો. એવું કરે કે નહીં લોક ? પ્રશ્નકર્તા : એવું વલૂરવામાં ક્યાંથી આનંદ આવે ? દાદાશ્રી : ના, ના, એનું મોઢું વલૂરતી ઘડીએ ખૂબ આનંદમાં હોય છે. તે સામા માણસના મનમાં એમ થાય કે આ લોક તો આનંદ ભોગવી લે છે ને આપણે રહી ગયા. તે ભગવાન પાસે માંગે કે મને કંઈક આપજો. પ્રશ્નકર્તા : એવું કોઈ થોડું માંગે ? આ તો ઊલટો જ વિચાર આવે કે આ ગંદવાડો જ છે. દાદાશ્રી : આ વિષય પણ એ જ છે. વલૂરવા જેવું જ છે આ. ખાલી ઘર્ષણ છે. તે ઘર્ષણમાંથી ‘ઇલેક્ટ્રિસિટી’ ઉત્પન્ન થાય છે. પછી એનું જે પાછું આવે છે, ‘બેક’ મારે છે, એ સાંધા તોડી નાંખે છે. એમાં તે સુખ હોતું હશે ? એમાં કંઈ આત્મા હોતો નથી. એમાં ચેતન પણ નથી હોતું. ચેતન તો ફક્ત એનો નિરીક્ષક એકલો જ છે. એટલે આ તો વિપરીત દશાને પોતે સુખ માને છે.

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164