________________
૨૨૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે. તે એને ‘રીપે’ કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદ્ગલ પાસેથી લીધેલું હોય એટલે પુદ્ગલને જ ‘રીપે’ કરવાનું.
પ્રશ્નકર્તા : અમે રૂપિયા લીધા તો રૂપિયા ય પાછા આપવા પડે ને ? તો પછી અમે એની પાસે મીઠાશ લીધી તો અમે મીઠાશ શું કરવા પાછી ના આપીએ ? એવો સંબંધ કેમ નથી આવતો ? કડવાશ જ કેમ આવે ?
દાદાશ્રી : એવું હોતું હશે ? ‘લોન’ લીધી એ પાછી આપવાની. રૂપિયા લીધા તે રૂપિયા પાછા આપવાના. હવે મીઠાશ એ આપવું ના કહેવાય. એવું છે ને, સોનું લીધેલું તે ઘડીએ આપણને સારું લાગે, પણ સોનું ‘રીપે’ કરવા જાવ તો કડવાશ જ વર્તે. જે કંઈ પણ લીધેલું પાછું આપો તો તે ઘડીએ આપણને કડવાશ વર્તે, એવો નિયમ છે અને આપ્યા વગર પાછો છૂટકો જ નહીં ને !
પ્રશ્નકર્તા : પણ લોકો પ્રેમથી પાછી નહીં આપતા હોય ?
દાદાશ્રી : જે વસ્તુ જેણે લીધી છે એ છોડવાની તો એને પોતાને ગમે જ નહીં. એટલે દરેક વસ્તુ ‘રીપે’ કરવામાં ભયંકર દુ:ખ હોય.
પ્રશ્નકર્તા : આમાં સુખ લીધું એનું પરિણામે પેલા ઝઘડા ને કલેશ. દાદાશ્રી : આમાંથી જ ઊભું થયું છે આ બધું. અને સુખ કશું ય નહીં. પાછું સવારના પહોરમાં દીવેલ પીધા જેવું મોટું હોય. જાણે દીવેલ પીધેલો હોય !! એ તો વિચારતાં ય ચીતરી ચઢે !
પ્રશ્નકર્તા : અને નહીં તો ય લોકોનાં દુ:ખોનાં પરિણામો એટલાં બધાં વિચિત્ર છે તે એ ક્યારે છૂટે ! આટલાં બધાં દુઃખો સહન કરે છે, આ લોકો આટલા સુખને માટે !
દાદાશ્રી : એ જ લાલચ આની ને કેટલાં દુઃખો ભોગવવાનાં !! પ્રશ્નકર્તા : આખી લાઈફ ખલાસ કરી નાખે છે એમાં. આખું જીવન રોજ એના એ જ હેરિંગ, એની એ જ અથડામણ.
પ્રશ્નકર્તા : રીપે કરતી વખતે જે દુ:ખ ઊભું થાય એ તો તમારી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
કેટલી આસક્તિ છે કે લોભ છે એના ઉપર આધાર રાખે ને ?
દાદાશ્રી : એ તો જેટલી વધારે આસક્તિ એટલી વધારે મોટી ઉપાધિ. ઓછી આસક્તિ હોય તો ઓછું દુ:ખ થાય. એ બધું આસક્તિ પર આધાર રાખે છે ને ?!
૨૨૩
તને કોઈ દહાડો દરાજ થયેલી ? તે પછી વલૂરે તેમ બહુ મઝા આવેને ? હવે એ સુખ તમે કોની પાસેથી લો છો ? પુદ્ગલ પાસેથી. બેનું ‘રબિંગ’ કરીને, ઘસી ઘસીને, ‘ઇચિંગ’ કરીને, સુખ ખોળો છો. પછી સરવાળે હાથ બંધ થયો કે લાય બળવાની શરૂ થઈ જાય છે. જો પુદ્ગલ એને તરત જ દુઃખ આપે છે ને ? પુદ્ગલ શું કહે છે કે અમારી પાસે શું સુખ ખોળો છો ? તમારી પાસે તો સુખ છે ને ?! અહીં અમારી પાસે સુખ લઈશ તો તમારે ‘રીપે’ કરવું પડશે. દરાજનો અનુભવ તને નહીં થયેલો ? એટલે બધું ‘રીપે’ કરવાની ચીજો છે. આ દરાજમાં બહુ મઝા આવતી હોય ને ? એ વલૂરતો હોય તે ઘડીએ એનું મોઢું કેટલું આનંદમાં આવી ગયું હોય ને ? તે સામા માણસને એમ થાય કે હે ભગવાન, મને પણ દરાજ આપો. એવું કરે કે નહીં લોક ?
પ્રશ્નકર્તા : એવું વલૂરવામાં ક્યાંથી આનંદ આવે ?
દાદાશ્રી : ના, ના, એનું મોઢું વલૂરતી ઘડીએ ખૂબ આનંદમાં હોય છે. તે સામા માણસના મનમાં એમ થાય કે આ લોક તો આનંદ ભોગવી લે છે ને આપણે રહી ગયા. તે ભગવાન પાસે માંગે કે મને કંઈક આપજો.
પ્રશ્નકર્તા : એવું કોઈ થોડું માંગે ? આ તો ઊલટો જ વિચાર આવે કે આ ગંદવાડો જ છે.
દાદાશ્રી : આ વિષય પણ એ જ છે. વલૂરવા જેવું જ છે આ. ખાલી ઘર્ષણ છે. તે ઘર્ષણમાંથી ‘ઇલેક્ટ્રિસિટી’ ઉત્પન્ન થાય છે. પછી એનું જે પાછું આવે છે, ‘બેક’ મારે છે, એ સાંધા તોડી નાંખે છે. એમાં તે સુખ હોતું હશે ? એમાં કંઈ આત્મા હોતો નથી. એમાં ચેતન પણ નથી હોતું. ચેતન તો ફક્ત એનો નિરીક્ષક એકલો જ છે. એટલે આ તો વિપરીત દશાને પોતે સુખ માને છે.