________________
૨૨૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આ જ્ઞાન તો બહુ સરસ છે, પણ હવે પેલો ચેતક મજબૂત કરી લેવાનો છે. વિષયમાં સુખ છે, ત્યાં “ચેતક’ બેસાડવાની જરૂર છે. આ વિષયનું આરાધન એ પોલીસવાળો પરાણે કરાવે એવું હોવું જોઈએ. આ ચેતક અમે તમને બેસાડી દીધો છે, પણ આ ચેતકને એટલો મજબૂત કરી લેવાનો છે કે પોલીસવાળાની ય સામો થાય. પણ જો એ ચેતનું ગણકારીએ નહીં તો ચેતક નિર્માલ્ય થઈ જાય. આપણે એ ચેતકને માનતાન આપીએ, એને ખોરાક આપીએ તો એને પુષ્ટિ મળે ! આપણે એ ચેતકના જ્ઞાતા-દ્રષ્ટા અને ચેતક એ ‘ચંદુભાઈને ચેત, ચેત ચેતવ્યા કરે, ‘ચંદુભાઈ” ચેતકનું ગણકારે છે કે નહીં એ આપણે જોવાનું.
સુખની ‘બિલિફ’ તો સ્વરૂપમાં જ રહેવી જોઈએ. વિષયમાં સુખ છે એ ‘બિલીફ'માં જ ના રહેવું જોઈએ. એ તો કેવળદર્શનની પેઠ સ્વરૂપમાં જ સુખ છે એવું ‘બિલિફ’માં રહેવું જોઈએ. એવી રીતે આપણે ચેતક મજબૂત કરી લીધો હોય, પછી વાંધો નહીં.