________________
[૪] વિષય ભોગ, નથી નિકાલી
વિષય ભોગવે ‘તિકાલી બાબત' કોણ કહી શકે ?'
૨૨૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એટલે જ્યાં સુધી સંસારીપણું છે, સ્ત્રી વિષય છે ત્યાં સુધી એ અહિંસાનો ઘાતક જ છે.
આ દેહની સાથે વિષયો છે, તેથી પુરુષાર્થમાં કાચો પડે છે. નહીં તો જે દહાડે જ્ઞાન આપું છું ત્યારે ખરેખરો આનંદ અનુભવે છે. પણ બીજે દહાડે પાછો સગડીમાં હાથ ઘાલે છે. કારણ અનાદિનો પરિચય છે ને ?! સગડીમાં હાથ ઘાલે તેનો ય વાંધો નથી, પણ નવી ફિલમ ચીતરે છે, તેનો વાંધો છે.
પ્રશ્નકર્તા: તો પછી આ વિષય-વિકાર કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : એ તો થઈ જાય અને તમારી વાત જુદી છે. તમે તો લગ્ન કરીને આવેલા છો. તમારે તો ‘સમભાવે નિકાલ' કરવાનો હોય. આમને પણ પૈણે તો તો પછી ‘સમભાવે નિકાલ' કરવાનો, નહીં તો વહુને દુ:ખ થાય. પણ જેને બ્રહ્મચર્યવ્રત લેવું હોય તો તેમાં રહી શકાય એવું છે. આપણું જ્ઞાન એવું છે. ‘હું શુદ્ધાત્મા છું' એ નિરંતર, જેના લક્ષમાં રહે છે એ મોટામાં મોટું બ્રહ્મચર્ય. પણ જેને વ્યવહારમાં ‘ચારિત્ર' લેવાની ઇચ્છા છે, તેને બહારના બ્રહ્મચર્યની જરૂર છે.
આ જ્ઞાન એવું છે કે એકાવતારી કરે, પણ ચોક્કસ રહેવું જોઈએ ને મનમાં સહેજ પણ દગો નહીં રાખવો જોઈએ. વિષય એ શોખ કરવા જેવી ચીજ નથી, નિકાલ કરવા જેવી ચીજ છે.
એતે મળે એકાવતારી બોડ! પ્રશ્નકર્તા : પણ દાદા, એક અવતારમાં જ મોક્ષે જવું છે, તો શું કરવું ? એ તો કહોને ! એ જ આજે આપણે નક્કી કરીએ.
દાદાશ્રી : એક જૈન હોય, તેને પોલીસવાળો પકડીને ત્રણ દહાડા ભૂખ્યો રાખે અને પછી માંસ ખાવા આપે કે આ જ તારે ખાવું પડશે ને પછી પેલો ખાય, તો એ બંધનમાં આવતો નથી. એ પોલીસવાળાના દબાણથી છે, એની પોતાની ઇચ્છાપૂર્વકનું નથી. એવી રીતે જ માણસ વિષય ભોગવશે તો એ એકાવતારી થવાનો છે, એનો બીજો અવતાર નથી
‘આ’ જ્ઞાન લીધા પછી વિષય સિવાય કોઈ ચીજ નડતી નથી અને જે અહંકાર નડે છે, તે અહંકાર અમે લઈ લીધો છે. હવે આમાં વિષય એકલો જ કો'ક ફેરો માર ખવડાવી દે એવી વસ્તુ છે. વિષય તો બળતરા શમાવવા માટેનું એક જાતનું સાધન છે. આપણને તો નિરાળકૂતા ઉત્પન્ન થઈ, એટલે આ સુખની જરૂર જ ક્યાં રહી ?! આપણે તો હવે આત્મા પ્રાપ્ત કર્યો છે. પણ હજુ મનમાં ઘુસ્યું નથી, જોખમની ખબર જ નથી ને ! હિસાબ જ કાઢ્યો નથી ને ! નહીં તો આવી હિંસા કોણ કરે ? ભગવાન જો કદી વિષયની હિંસાનું વર્ણન કરે તો માણસ મરી જાય. લોક જાણે કે આમાં શું હિંસા છે ? આપણે કોઈને વઢતા નથી. પણ ભગવાનની દ્રષ્ટિએ જુએ તો હિંસા ને આસક્તિ બે ભેગા થયા છે, તેને લીધે પાંચે ય મહાવ્રત તૂટે છે. અને તેનાથી બહુ દોષો બેસે છે, એક જ ફેરોના વિષયથી લાખો જીવો મરી જાય છે. તેનો દોષ બેસે છે. એટલે ઇચ્છા ના હોય છતાં એમાં ભયંકર હિંસા છે. એટલે રૌદ્ર સ્વરૂપ થઈ જાય છે. નહીં તો આ જ્ઞાન આપ્યા પછી તો નિરંતર સમાધિ રહે એવું આ જ્ઞાન છે.