________________
૨
૧
૨૨૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે.
તમારે વાઈફ જોડે મતભેદ પડતો હતો તે ઘડીએ રાગ થતો હતો
પ્રશ્નકર્તા : એ તો બન્ને વારાફરતી થાય, આપણને ‘સ્યુટેબલ’ હોય તો રાગ થાય ને ‘ઓપોઝિટ’ હોય તો ષ થાય.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વસ્તુઓનાં, મનનાં ભાવો એ હવે છોડવાના છે ?
દાદાશ્રી : એ તો એની મેળે જ છૂટી જાય.
પ્રશ્નકર્તા છતાં પણ અમારા ભાવમાંથી છૂટતું નથી. એમ લાગ્યા કરે, આ સારું છે, આ ખોટું છે. પાછું એમાં સુખ ઊભું થાય. એમ લાગે કે આ જ અવલંબનનું મૂળ કારણ છે. એટલે આ અવલંબનો અમારા જતાં નથી. - દાદાશ્રી : એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, ‘લોન’ ઉપર. અને ‘લોન’ એટલે “રીપે” (Repay) કરવી પડે છે. જ્યારે ‘લોન’ ‘રીપેથઈ જાય, પછી તમારે કશી ભાંજગડ હોતી નથી. તમને વસ્તુઓ ભેગી થાય છે તે વસ્તુમાંથી સુખ નથી આવતું. તમે એ સુખ લો એટલે એ ‘લોન' લીધા બરાબર છે. એ ‘લોન” તમારે ‘રીપે” કરવી પડશે.
પ્રશ્નકર્તા : પણ આ આખો વ્યવહાર તો એકબીજાના અવલંબનથી ચાલે છે ને ?
દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે. અભિપ્રાય એકાકાર થાય નહીં ને ! કો’ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે, ‘હું તમારે આધીન રહીશ. ગમે ત્યાં જશો, ચિતામાં જશો તો યે આધીન રહીશ.’ એ તો ધન્ય ભાગ્યે જ કહેવાય ને ! પણ એવું કો'કને હોય. એટલે આમાં મઝા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો. હવે મોક્ષે જ જવું છે જેમ તેમ કરીને. ખોટ-નફાનાં બધાં ખાતાં નિકાલ કરીને, માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે.
આ ખરેખર મોક્ષનો માર્ગ છે. કોઈ કાળે કોઈ નામ ના દે એવું આ જ્ઞાન આપેલું છે, પણ જો તમે જાણી જોઈને ઊંધું કરો તો પછી બગડે. તો ય અમુક કાળે ઉકેલ લાવી જ નાખશે. એટલે એક ફેરો આ પ્રાપ્ત થયું છે એ છોડવા જેવું નથી.
વિષય સુખ, રીપે કરવું પડે ! કેવળજ્ઞાન એટલે ‘એબ્સોલ્યુટ', એને ગુજરાતીમાં કહેવું હોય તો નિરાલંબ કહેવાય. અમને કોઈ જાતના અવલંબનની જરૂર નથી. એટલે અમને કોઈ વસ્તુ અડે નહીં, એ અમારું સ્વરૂપ ! તમારે ‘હું શુદ્ધાત્મા છું'નું ભાન થયું એટલે મોક્ષનો ‘વીસા મળી ગયો અને તમારી ગાડી શરૂ થઈ ગઈ, પણ એ શબ્દરૂપ ભાન થયેલું છે. એ ઠેઠ નિરાલંબ સુધી જ્યારે પહોંચે, ત્યારે એ કેવળજ્ઞાન કહેવાય છે.
પ્રશ્નકર્તા : એટલે અમારાં જે અવલંબનો છે એ વ્યવહારનાં,
દાદાશ્રી : હા, એ તો બધું એવું જ ચાલે છે. પાછું ધકેલ પચાં દોઢસો એવો છે વ્યવહાર બધો.
પ્રશ્નકર્તા : તો આ અવલંબનો છોડવા માટે શો પુરુષાર્થ કરવો જોઈએ ?
દાદાશ્રી : કશું છોડવાનું છે જ નહીં. આ દુનિયામાં છોડવાનું કશું હોતું હશે ? છોડવાનું તો, ફક્ત ‘રોંગ બિલીફો’ જ છોડવાની છે. પણ તે જાતે તમારાથી છૂટે નહીં. કારણ કે તમે ‘રોંગ બિલીફ’ ઊભી કરી છે. એ જેમ છોડવા જાવ, તેમ વધારે ‘રોંગ બિલીફો ઊભી થતી જાય. એ તો ‘જ્ઞાની પુષ’ ‘રાઈટ બિલીફ” બેસાડી આપે એટલે ‘રોંગ બિલીફ” છૂટી જાય.
આત્મા પાસે સુખ નથી ભોગવતા અને પુદ્ગલ પાસે સુખ માંગ્યું તમે ! આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પુદ્ગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ ‘લોન' છે. જેટલી મીઠાશ પડે છે, એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ કે પુદ્ગલ પાસે ‘લોન’ લીધેલી