Book Title: Bhramcharya Uttaradh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 127
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૨૦૭ દાદાશ્રી : તે ભગવાને કહ્યું હતું કે જે સુખ ખોળે ત્યાં સુખ ખોળશો જ નહીં કહે છે. જે સુખ ખોળતો હોય પોતે, ત્યાં સુખ ખોળશો નહીં, સુખ ના ખોળે ત્યાં આગળ સુખ ખોળો, કહે છે. એટલે સુખ ખોળતો હોય એ ભિખારી ને ત્યાં આપણે સુખ લેવા જઈએ તો શું વળે ? એટલે ભૂમિકા જ હોય, આ તો એક જાતની એક કાલ્પનિક ફિગર છે આ ખાલી. કલ્પના ઉભી કરેલી છે આ તો. સુખ ના ખોળે તેની જોડે વાંધો ના આવે ને કોઈ જાતનો ? પ્રશ્નકર્તા : ના જ આવે. [3] વિષય સુખમાં દાવા અતંત ! દાદાશ્રી : પછી મોંઘા ભાવની કેરીઓ સરસ આવે છે, બધી જ ચીજો આવે છે, કેવી કેવી મીઠાઈઓ હોય છે બધી ! જોવાની કેવી કેવી ચીજો હોય છે ! અને એંઠવાડામાં સુખ ખોળે છે પેલો તો. આખા ગામનો એંઠવાડો કહેવાય. અને પાછો સુખને એ ય ખોળતી હોય. આપણે એની પાસે સુખ ખોળીએ અને એ આપણી પાસે સુખ ખોળે, ત્યાં આપણે એ બેનું તાલ ક્યારે ખાય ? આપણે છે તે ક્રિકેટ જોવા જવું હોય અને એ કહે સિનેમા જોવા જવું છે, આપણો ઝઘડો ક્યારે પૂરો થાય ? અપવાદે બ્રહ્મચારીઓ..... પ્રશ્નકર્તા : ના થાય. વિષયમાં સુખ તો આખું જગત, જીવમાત્ર માની રહ્યાં છે. એક ફક્ત અહીં આગળ ત્યાગીઓ છે, અને ત્યાં દેવોમાં સમકિતી દેવો છે. આ બે જ લોકો છે તે વિષયસુખમાં માનતા નથી. જાનવરો ય વિષયને સુખ માને છે. પણ એ જાનવરો તે બિચારાં, એ છે તે કર્મનાં આધીન ભોગવે છે. એમને એવું કંઈ એ નથી કે અમારે કાયમને માટે આવું જોઈએ જ. અને મનુષ્યો તો કાયમને માટે જ. ધણી પરદેશ ગયો હોય તો વહને ના ગમે. વહુ છે તે પિયરમાં ગઈ હોય છે બાર મહિના તો વેષ થઈ પડે કારણ કે સુખ એણે માન્યું છે એમાં. શેમાં માન્યું છે ? આ ત્યાગીઓને શાથી એમાં દુઃખ લાગ્યું હશે ? શું એમાં સુખ નથી ? એવું છે ને કે આ ઘઉં, ચોખા, બાજરી, જલેબી, લાડવા, એ બધા સુખ ખોળતા નથી. આ ફૂટ બધા હોય છે એ સુખ ખોળે કોઈ ફૂટ ? આ દૂધ-બૂધ બધું, દહીં, ઘી, બધું સુખ ખોળે ? પ્રશ્નકર્તા : ના ખોળે. દાદાશ્રી : એવું છે અગર તમારે જો સુખી થવું હોય તો આ જગતમાં બધી ચીજ ભોગવજો શું ? જેને સામું ભોગવવાની ઇચ્છા ના હોય, એ પોતે ભોગવવાની ઈચ્છાવાળું ના હોય, તેને ભોગવજો. જલેબી ને ભોગવવાની ઈચ્છા ખરી, જલેબીને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો આપણે જલેબી ખાવને. બીજી બધી ચીજો ખાવાની છૂટ. સામાની ઈચ્છાવાળું હોય તો તો પછી આપણે માર્યા જ જઈએ ને. પ્રશ્નકર્તા : જે સુખ ખોળતો હોય ત્યાં સુખ ના ખોળાય. દાદાશ્રી : હા, ત્યાં સુખ ના ખોળાય. એટલે આ બીજી બધી ચીજ સિવાય એક જ આ સ્ત્રી વિષય એકલું જ એવું છે કે એ પોતે સુખની

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164