________________
પ્રશ્નકર્તા : બધા જ અવતારો પરિણત હતા.
દાદાશ્રી : હા, લગભગ હતા જ. મોક્ષને ને પરણવાને લેવા-દેવા નથી. પરણવું તો એને ભોગાવલી બાકી હોય તો પરણે અને ના ભોગાવલી બાકી હોય તો ના પરણે. કારણ કે મોક્ષે જનારાની ! સિલ્લકમાં ભાવકર્મ આવું ન હોય કે મારે આવું અબ્રહ્મચર્ય જોઈએ જ છે.
પ્રશ્નકર્તા : પછી એક વિદ્વાન હતા એને મેં કહ્યું, એમણે કહ્યું કે એ પૂર્વ જન્મની અંદર કોઈ પણ સ્ત્રી સાથે આપણે કોઈક દ્રષ્ટિ મળી ગઈ, તો એ કર્મનો ક્ષય કરવા માટે પણ તીર્થંકર અવતારમાં એમને પરણવું પડે.
દાદાશ્રી : હા પણ એ જે બંધાયેલું ને એ છૂટવા માટે છે.
અજ્ઞાની જે બ્રહ્મચર્ય પાળે છે ને એમાં પકડ હોય છે અહંકરાની તે અસર થાય પછી શરીર ઉપર અહંકારની વાળેલી કોઈ ચીજ કામની નહીં. પણ જ્ઞાનથી વળેલી કામની. એટલે અમે બધાને કહીએ છીએ કે સહજ થાવ, સહજ થાવ, સહજ થાવ, સહજ થાવ. તેથી અમે વાંધો ય નહીં ઉઠાવતાને કોઈ પૈણેલા મહાત્માઓનો !
અહંકારે કરીને દબાય દબાય કરે છે. દ્રષ્ટિથી હોય તો ય તે દબાવવું ના પડે.
હેડીંગ
પ્રશ્નકર્તા : એટલે અહંકારથી છે માટે બ્રહ્મચર્યની જે પ્રફુલ્લિતા મોંઢા પર જે આવવી જોઈએ તેને બદલે કરચલીઓ આવી જાય છે.
દાદાશ્રી : ને કરમાઈ ગયેલા દેખાય નહીં તો જે બ્રહ્મચારી માણસ હોય એ કેવો દેખાય તે ! ગુલાબનું ફૂલ સારું દેખાય, પણ મામસ સારો ના દેખાય.
પ્રશ્નકર્તા : કારણ કે એમણે બ્રહ્મચર્ય સ્થૂલની દ્રષ્ટિએ પમ પાળ્યું
છે.
દાદાશ્રી : એ સમજતાં જ નથી, બ્રહ્મચર્ય એ શું છે ? તે જ સમજતા નથી. કેમ બ્રહ્મચર્ય નથી પળાતું તે ય સમજતા નથી.
બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય શું છે અને બ્રહ્મચર્ય શું એનું ભાન નહીં હોવાથી આજ સાધુઓના મોઢા પર નૂર નથી દેખાતું.
પ્રશ્નકર્તા : નૂર તો નથી, પણ ખેંચી-ખેંચીને બ્રહ્મચર્ય પાળે છે.
દાદાશ્રી : છતાં એ પૂર્વભવમાં ભાવ કરેલો ને, તેથી તેવા સંજોગો બેઠા, ત્યાગ થયો, બધું એ ગયું, પણ બ્રહ્મચર્ય પાળવું એ શી રીતે પાળવું એનું જ્ઞાન લીધું નથી. એ સંજોગોથી આમ અટકી ગયા છે. દેખાય છે, પણ એ ખરેખર બ્રહ્મચર્ય હોતું નથી. બ્રહ્મચારી તો જુદી જાતનો દેખાય, બ્રહ્મચારીની વાણી કેવી હોય ! એનું વર્તન કેવું હોય ! આવું હોતું હશે
આ તો જેમ બાપજી ચાલતા હોય તો આપણે અહીં કશું.... હું જરા એક મિનિટમાં આવું છું ત્યારે પેલા તો બે ફલાંગ ચાલી ગયા હોય. ફૂડ ફૂડ, ફૂડ, ફૂડ. જાણે ઉડયું પાદડું ઉડયું. તમે ચાલતા જોયેલા મુનિને ?
પ્રશ્નકર્તા : હા, જોયેલા, બહુ રઘવાટમાં હોય.
દાદાશ્રી : એ રઘવાટ, રઘવાટ, રઘવાટ, રઘવાટ ! બ્રહ્મચારી આવો ના હોય. ઠંડો ના હોય, રઘવાટવાળો ના હોય, કેવો ડાહ્યો હોય ! હેડીંગ
લોકો ધર્મ સમજતા નથી અને પછી બ્રહ્મચર્ય પાળે છે તે નર્યા ખોટાં બ્રહ્મચર્ય પાળે છે ! તે પછી અહીંથી મરીને ત્યાં જાનવરમાં જાય. ચાર પગ લઈને પાછો તૈયાર ! ચાર પગમાં ના જાય તો આ લોકોની ભોંય કોણ ખેડે ? આ જો ધર્મ સારો સમજે ને તો તો આ બળદ એય રહે જ નહીં ! પણ જુઓ બળદ જન્મે છે ને અને ખેતર નિરાંતે ખેડી આપે છે ને ?! આ બળદ તમે જાણો છો બ્રહ્મચારી હોય છે ! આ બાવાઓ યે બ્રહ્મચર્ય પાળે છે ! અને ફરી બળદ થાય તો ય બ્રહ્મચારી જ રહે ! ખોટાં કર્યા હોય ને તેને ચાર પગમાં જવાનું ને ત્યાં યે બ્રહ્મચાર્ય ચાલું અને સારા કાર્યો હોય તો ઊંચી ગતિમાં જાય !