________________
૧૯૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ય પરિણામ કોઈ બદલી ના શકે. કારણ કે એ પુદ્ગલ પરિણામ છે. અને એ તો રિઝલ્ટ છે. રિઝલ્ટ બદલી ના શકાય, પણ રિઝલ્ટ ઉપર ખેદ, ખેદ ને ખેદ રહ્યો એટલે તમે છૂટા. તમને જો ખેદ છે, તો તમે છૂટા છો અને રિઝલ્ટમાં એકાકાર છો તો બંધન છે.
આ વિજ્ઞાન આટલું બધું સુંદર છે ! અત્યાર સુધી કોઈએ આ ફોડ પાડ્યો નથી કે આ માણસે વેઢમી ખાધી, તેનો એ ગુનેગાર ખરો ? ત્યારે આપણે શું કહીએ છીએ કે ના, એ ગુનેગાર નથી, છતાં જગતે એને ગુનેગાર માન્યો છે. એનું કારણ છે, કે એની પાછળ એને વેઢમી ખાધાના ભાવ પડે છે કે વેઢમી બહુ સરસ છે, અગર તો બહુ ખરાબ છે. તેથી આ લોકો વેઢમી ખાવા નથી દેતા. જો અંદરથી ભાવ પલટો ખાય નહીં તો વિષયોનો કશો ય વાંધો નથી. અને એવું અમે જ્ઞાન આપ્યું છે. આ જ્ઞાનથી અંદર ભાવ પલટો ખાય નહીં, માટે બહારનો વાંધો અમે રાખ્યો નથી. તમે વેઢમી ખાઈ શકો અને અંદર તમે તમારા શુદ્ધાત્મામાં રહી શકો, જોયા કરો. એવું આ વિજ્ઞાન છે. વેઢમીમાં તન્મયાકાર થયા વગર રહે નહીં. જો ભગત હોય તો “શું કામ વેઢમી બનાવે છે ?’ એમ દ્વેષ કર્યા કરતો હોય, એટલે ‘આવું ના બનાવવું જોઈએ,’ એમાં ચિત્ત પેસી જાય અને જગત આખું રાગ કર્યા કરતું હોય કે વેઢમી તો બહુ સુંદર છે, ને બનાવે તો સારું, એમાં ચિત્ત રહ્યા કરે !
સત્સંગથી કાટ કપાય ! તેથી અમે હલકું કરી આપ્યું. આ જગતે જે માન્યું છે ને, સ્થળ ભાગને જ ધર્મની શરૂઆત માની છે. પણ અમે કહ્યું કે સ્થૂળ ભાગને જ ઉડાડી મૂકો ! આ કળિયુગમાં સ્થૂળ ભાગને પકડવા ગયા તેનો તો બધો માર છે ને ! ચૂળ ભાગ તો રોગ જ છે અને કળિયુગમાં સ્થળ ભાગ જે રૂપકમાં છે તે તો એકેય રાઈટ નથી, એટલે અમે કહ્યું કે જ્યાં નાદારી જ છે તે બહારનું ફેંકી દો, કટ ઓફ કરી નાંખો અને એ તો રિઝલ્ટ છે. એને હવે લેટ ગો કરો.
પ્રશ્નકર્તા : આજે સત્સંગ બહુ સરસ મળ્યો. દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય પર વાત નીકળી ને ! કાટ ચઢી ગયો હોય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯૫ તે ખંખેરવું તો પડશે ને? જૂના ગુના જેટલા થયા હોય તેને માફ કરી આપવા તૈયાર છું, પણ નવું હવે એમ કંઈ ચાલશે નહીં. હવે તમને સાચું સુખ મળ્યું. જ્યાં સુધી સાચું સુખ ના હોય ત્યાં સુધી આરોપિત સુખ ભોગવો. પણ હવે પોતાનું સુખ પરમસુખ કે જે તમે જ્યારે માંગો ત્યારે મળે એવું છે, તો પછી હવે તમારે શેને માટે આવું બધું જોઈએ ! કોઈ કહે કે પાછલું કર્મ નડે છે. તે એવું નડે ખરું પણ કોનું નામ કર્મ નડ્યું કહેવાય ? કે માણસ કૂવામાં અજાણથી પડી જાય ને, તેને પાછલું કર્મ નડ્યું કહેવાય. બાકી આમ જો નિશ્ચય હોય કે મારે નથી જ પડવું. એવી રીતે વિષયના કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય હોવો જોઈએ. પછી પડી જવાય તો તેનો ગુનો માફ કરીએ છીએ. હવે જાણીને પછી પેલા કુવામાં પડે એનો ગુનો માફ નથી કરતા. પણ આપણે ત્યાં તો હું બધા ગુના માફ કરું છું. પછી હવે કેટલીક માફી આપીએ ?! જ્યાં જોખમ ના હોય ત્યાં છૂટ આપીએ જ છીએ ને, બધું જ ખાવા-પીવાની છૂટ આપીએ જ છીએ ને ! કંઈ નથી આપી બધી છૂટ ?
આ તો કાળની અજાયબી છે. આ તો અગિયારમું આશ્ચર્ય છે ! માણસ સ્ત્રી સાથે રહીને જગતનાં દુ:ખનો અભાવ અનુભવે એ બનેલું નથી ! જગત આખું દુઃખી છે, ત્યાં સંસારનાં દુ:ખોનો અભાવ એ તો મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય !
- હવે તમારે આ પૂરું થયું ક્યારે ગણાશે ? જ્યારે તમને જોઈને સામાને સમાધિ થાય, તમને જોઈને સામો દુઃખ ભૂલે ત્યારે પૂરું થયું ગણાય ! તમારું હાસ્ય એવું દેખાય, તમારો આનંદ એવો દેખાય કે બધાને હાસ્ય ઊભું થાય ત્યારે જાણવું કે આ દુઃખ પોતાનું બધું ગયું ! તમને બધાને હજી ટેન્શન રહે છે અને તે “ટેન્શન’ ય અમારી આજ્ઞામાં નહીં રહેવાથી છે. આજ્ઞા એટલી બધી સુંદર છે ને બહુ સહેલી છે. પણ હવે કેટલુંક અમુક ભોગવવાનું હોય તે છૂટકો થાય નહીં ને ! અને એમાં અમારાથી હાથ ઘલાય નહીં ને ?! પણ જ્યારે ત્યારે આમાંથી નીકળી જવાશે. કારણ કે જ્યારે સાચો રસ્તો જડ્યો પછી કોઈ માણસ માર્ગ કે નહીં ને !