________________
ખંડ : ૨
આત્મ જાગૃતિથી બ્રહ્મચર્યતો માર્ગ !
[૧]
વિષયી-સ્પંદત, માત્ર જોખમ !
વિષયોથી વીતરાગો ય ડરેલાં !
આત્મા ને સંજોગો, બે જ છે. ત્રીજું કોઈ ભૂત આમાં વચ્ચે નથી. આત્મા શાશ્વત છે. સંયોગો વિયોગી સ્વભાવના છે. હવે તમારે જેમ કરવું હોય તેમ કરો અને વિષયી એ ‘ચંદુભાઈ’ છે. એમાં ‘તમારે’શું લેવાદેવા ? ‘તમે’ એની જોડે યારી ના કરશો કે લે આ ‘કૉલ’ આપ્યો, એવું કરવાનો ભાવ ના થાય એ જાગૃતિ રાખવાની. વિષયોથી ભગવાન પણ ડર્યા છે. વીતરાગો કોઈ વસ્તુથી ડર્યા નહોતા, પણ એક વિષયથી એ ડરેલા. ડર્યા એટલે શું કે જેમ સાપ આવે છે, તે દરેક માણસ પગ ઊંચો લઈ લે કે ના લઈ લે !
પ્રશ્નકર્તા : લઈ લે.
દાદાશ્રી : એમાં પોતાનું હિત નથી એવું જાણે છે, તેથી લઈ લે છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એવું વીતરાગો એટલું સમજ્યા કે આમાં હિત નથી, આ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૮૩
તાત્કાલિક ઇફેક્ટિવ છે, માટે અહીં આગળ આ દારૂખાનાથી બહુ છેટા રહેવા જેવું છે. આટલો તો ડર રાખવો જોઈએ ને ? આપણા લોકો વિષયોથી ના ડરે અને સાપથી ડરે. અલ્યા, સાપથી કેમ ડરે છે ? સાપ આગળ હિતાહિત જુએ છે, તો અહીં વિષયમાં કેમ હિતાહિત નથી જોતા ? આમ વિષયોમાં બેફામ ના થઈ જવું જોઈએ. પોલીસવાળો પકડીને કરાવે, એના જેવું હોવું જોઈએ. આ અહીં વિષયોનું સાયન્સ સમજી લેવાનું છે. આ પ્રત્યક્ષ ઝેર છે એવું જ્ઞાન હાજર રહેવું જોઈએ.
આત્મા સદા બ્રહ્મચારી
હવે બીજી શી કચાશ લાગે છે, એ કહો.
પ્રશ્નકર્તા : આ ષડરીપુઓમાં કામ જીતવો મુશ્કેલ છે.
દાદાશ્રી : હા. કામ જીતવાનો નથી. કામને હરાવવાનો ય નથી ને જીતવાનો ય નથી.
પ્રશ્નકર્તા : ત્યારે એને શું કરવાનું હોય છે ?
દાદાશ્રી : તમે તો બ્રહ્મચારી જ છો. આ તો ચંદુભાઈમાં જે ડિસ્ચાર્જ ભાવ છે, જે માલ ભરેલો છે, એનો નિકાલ કરી નાખવાનો. આપણે એક ટાંકીમાં માલ ભર્યો હોય અને પછી આપણને નિકાલ તો કરી નાખવો પડે કે ના કરી નાખવો પડે !?
પ્રશ્નકર્તા ઃ કરી નાખવો પડે.
દાદાશ્રી : જેવો ભર્યો હોય, ડામર જેવો ભર્યો હોય તો ડામર જેવો. ચોખ્ખું પાણી હોય તો ચોખ્ખું પાણી, દૂધ ભર્યું હોય તો દૂધ. જેવું ભર્યું
હોય એ નિકાલ તો કરી નાખવો પડે ને !
પ્રશ્નકર્તા : તો આ સૈદ્ધાંતિક રીતે જોઈએ તો, આ બ્રહ્મચર્ય પણ એ નિકાલી બાબતમાં જશે ?
દાદાશ્રી : આત્મા નિરંતર બ્રહ્મચારી જ છે, આત્માને અબ્રહ્મચર્ય