________________
૧૬૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : વર્તનમાં બહુ સુંદર આવે એવું છે ! વર્તનમાં એટલું બધું સુંદર આવે એવું છે કે ન પૂછો વાત.
પ્રશ્નકર્તા: જ્યારે જ્ઞાન લીધું, ત્યારે પહેલું દોઢ વરસ ગજબનું આવી ગયું, ત્યારે વર્તનમાં પણ ગજબનું આવ્યું હતું.
દાદાશ્રી : એ તો પછી દાનત બગડી, દાનત નવું નવું ખોળે પછી. મનનો સ્વભાવ વેરાઈટીઝ ખોળવાનો છે. એટલે શરૂઆતમાં તો એટલું સરસ આવેલું કે મને કહેતો હતો આ વિષય મને નહીં ફાવે, મારે કાયમને માટે આ બ્રહ્મચર્ય જ લઈ લેવું છે, તેમાં તો કઈ ઊંધી બાજુ ચાલ્યું ?!
પ્રશ્નકર્તા: તો, આમાં તો પોતાની જ નબળાઈ છે ને ?
દાદાશ્રી : નબળાઈ એટલે પાર વગરની નબળાઈ ! આ તો માણસને મારી નાખે. તારી દાનત બગડી ત્યારથી ભગવાનની કૃપા ઓછી થવા માંડી એવું મને ખબર પડે ને ! દાનત ચોર છે એટલે પછી ખલાસ થઈ ગયું !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૧ તમારે પાંચ આજ્ઞા પાળવાની શક્તિ જ નથી. પાંચ આજ્ઞા પાળવાની હોય તો ય હું એક્સેશન ના આપું કોઈને ય ! કારણ કે આ વિષય તો તમને ક્યાંય સ્લિપ કરીને ખલાસ કરી નાખે. એટલે આ એક જ વિષય જો કદી ઓળંગી ગયો તો ખલાસ થઈ ગયું. એની સેફસાઈડ થઈ જાય ! અમારી આજ્ઞામાં રહો તો તમને સહેજે કૃપા મળે. દાદાને કશું લેવું નથી ને દેવું ય નથી. આજ્ઞામાં તમે રહો તો અમે જાણીએ કે આ લોકોએ આજ્ઞામાં રહીને દીપાવ્યું !
| કોઈ માણસ પાંચ-સાત દહાડાનો ભૂખ્યો હોય, તો તે લડવા જાય ખરો ? ના, શાથી ? એનું મન ઓગળી ગયું હોય, એવું આ વિષયમાં છે. મન ઓગળી જાય, એટલે ટાઢું ટપ !
પ્રશ્નકર્તા : પણ દાદા, ઉપવાસ કરું છું, તે દહાડે મારાથી સ્કૂટર પણ બરાબર ઉપાડી ના શકાય એવું લાગે.
દાદાશ્રી : આ બધી વકીલાત કહેવાય. અહીં આગળ વકીલાત કરવાની હોય નહીં. આ તો બચાવ કહેવાય. અહીં બચાવ કરવાનો ના હોય ને ?
પ્રશ્નકર્તા : તો હવે એનો ઉપાય શું ? ભગવાનની કૃપા જો ઓછી થવા લાગે તો પછી તો પતી જ ગયું ને ?
દાદાશ્રી : તે પછી આ દાનત ચોરી છોડી દેવી જોઈએ. એ તરફ દ્રષ્ટિ જ કેમ જવી જોઈએ ? એટલે બધી મીનિંગલેસ વાતો છે. આ તો તારે દ્રષ્ટિ કેળવવી જોઈએ કે કપડાં સાથે આમ આરપાર દેખાય એટલે કે પહેરેલ કપડે કપડાં રહિત દેખાય, પછી ચામડી રહિત દેખાય, એવી દ્રષ્ટિ કેળવવી પડે ત્યારે પોતાની સેફસાઈડ થાય ને ?! આ શાથી બોલું છું ? માણસને મોહ શાથી થાય છે ? કપડાં પહેરેલાં દેખે છે ને મોહ થાય છે ! પણ અમારા જેવી આરપાર દ્રષ્ટિ થઈ જાય, પછી મોહ જ ઉત્પન્ન ના થાય ને ?
પ્રશ્નકર્તા ઃ વચ્ચે થોડા વખત એવું રહેતું. પછી ફરી એવું રહ્યું નહીં.
દાદાશ્રી : એટલે દાનત ચોર છે. દાનત જ ખોટી હતી ! અને વિષય એવી વસ્તુ છે કે ત્યાં આગળ એક્સેશન જ ના હોય. આ તો
પ્રશ્નકર્તા : ના, આ હું બચાવ કરતો નથી, પણ તમારી આગળ ખુલ્લું કરું છું.
દાદાશ્રી : પણ આ બધા બચાવ કહેવાય. અહીં બચાવ કરવાનો ના હોય. અહીં આગળ ક્યાં જેલમાં ઘાલી દેવાનાં છે ? પોતાના મનમાં એમ ઘૂસી જાય કે હવે ઉપવાસ થયો એટલે આવું થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે, તો એવું થાય. ઉપવાસ તો બહુ શક્તિ આપે. આ તો મન તને છેતરે છે. ઊંધે પાટે ચઢાવે છે.
આ જે તમને આપ્યું છે તે એટલું બધું સુખદાયી છે કે બીજું સુખ તમને મોળું પડી ગયેલું લાગે. એટલે ગમે જ નહીં, એટલું બધું એ સુખદાયી છે ! પરમ સુખદાયી છે, પરમ સુખનું ધામ છે !! એટલે બીજું બધું તો મોળું લાગે, ગમે જ નહીં, ઊલટું ચીતરી ચઢે !