________________
૧૪૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૫ દાદાશ્રી : ના હોય તો એને શું વાંધો છે તે ?! સમજાવી દેવાનું. પ્રશ્નકર્તા: કેવી રીતે સમજાવવું ?
દાદાશ્રી : એ તો સમજાવતાં સમજાવતાં રાગે પડે ધીમે ધીમે, એકદમ બંધ ના થાય. સમજાવતાં, સમજાવતાં. બેઉ સમાધાનપૂર્વક માર્ગ લો ને ! આમાં શું નુકસાન છે એ બધી વાતો કરીએ ને એવા વિચારો કરીએ.
પ્રશ્નકર્તા : પુરુષ જ્ઞાન લીધું છે, સ્ત્રીએ જ્ઞાન લીધું નથી. પુરુષને ખબર છે કે આ બ્રહ્મચર્ય....
દાદાશ્રી : એ ચાલે નહીં, પણ સ્ત્રીને પણ જ્ઞાન લેવડાવું જોઈએ. પૈણ્યો હતો શું કરવા ?
પ્રશ્નકર્તા : પણ સ્ત્રીને જ્ઞાન લેવડાવું, એ પુરુષની ભાવના હોવા છતાં એવું શક્ય બનતું નથી.
દાદાશ્રી : એવું ના બને તો આપણે સંજોગો સમજવાના ! ત્યાં સુધી સંજોગોના આધારે રહેવું પડેને થોડો વખત !
બીનાં કૂંડા આવતે ભવે ! પ્રશ્નકર્તા ઃ અબ્રહ્મચર્યનો માલ ભરેલો હોય, એને પોતે ફેરવ ફેરવ કરે, એટલે આખો જે પુરુષાર્થ કરે, એનું ફળ આવે ને ?
દાદાશ્રી : એનું ફળ આવતે ભવમાં આવે. આવતે ભવે એનું ફળ વગર મહેનતે બ્રહ્મચર્ય પ્રાપ્ત થાય. બ્રહ્મચર્ય મળે, એને મહેનત ના કરવી પડે. ત્યાં ફેરવી ફેરવ કરવું ના પડે અને આ ભવમાં જેટલું પળાય એટલું આ ભવમાં શરીર સારું રહે, મન સારું રહે. નહીં તો મન ઢીલું થઈ જાય. મન સારું રહે એ ઓછો ફાયદો ના કહેવાય ને?! ને ફાઈલો બધી છૂટી રહેજે !!
પ્રશ્નકર્તા બ્રહ્મચર્યની ભાવના કરીએ તો પછી અમલમાં આવે ને? દાદાશ્રી : હા, ભાવના એ બીજ છે અને અમલ એ પરિણામ છે.
ભલે આજે અમલમાં ના આવ્યું તો બીજ નથી નાખ્યું, માટે હવે બીજ નાખો તો અમલમાં આવશે. સાંભળ્યું જ ન્હોતું, તો બીજ નાખે શી રીતે તે ? બ્રહ્મચર્ય જેવી વસ્તુ જ સાંભળી ના હોય ને !
અલ્યા, આ તો દુરુપયોગ થયો ! એક છ-બાર મહિના સ્ત્રી વિષયથી છેટાં થાય ને તો જ ભાન આવે, આ તો ભાન જ નહીં. આખો દહાડો એનું ઘેન ચઢ્યા કરે ને ઘેનમાં ને ઘેનમાં ફર્યા કરે. એટલે મહાત્માઓને કહીએ છીએ કે છ મહિના કે બાર મહિના કંઈક કરી ને કંઈક ! તમારે શું વાંધો છે? થોડા-ઘણાંએ એવું મનમાં નક્કી કર્યું, ને વ્રતને ટ્રાયલમાં મૂક્યું ય, તે બધા ય મૂકે તો કામ થઈ જાય ને ! અત્યારે આ મોક્ષનું સાધન મળ્યું છે, બીજું બધું ખાવા-પીવાની બધી છૂટ. આ એકલું જ નહીં. એનું વર્ણન ભગવાને કર્યું છે ને ! તે વર્ણન જો કદી કરવા જાય ને, આખું વર્ણન સાંભળે તો મરી જાય માણસ.
જાનવરો સારા, બળ્યા ! એને કંઈ નિયમ-બાધા હોય. આ તો જાનવરો જ જોઈ લો ને ! કારણ કે હજુ ઘેનમાં ને ઘેનમાં રહ્યા કરે છે. અલ્યા મૂઆ, પરમ દિવસે બે-ચાર-પાંચ મહાત્માઓએ કહ્યું, તો એ વાત કહેવામાં હું તો એ થઈ ગયો કે, ‘અલ્યા, આવાં હજુ માણસો છે મૂઆ !” કેમ શોભે આપણને ? બીજું બધું કરો ને બધા વિષયો છટ છે. આ વિષય બંધનકારક છે. સામી ફાઈલ છે, ક્લેઈમ છે આ તો. ત્રીસ વર્ષ સુધી બધા ફોર્સ હોય તો ઠીક છે અને ફોર્સ હોય તો ય, પણ જેનો દ્રઢ નિશ્ચય છે, એને શું થવાનું ? બધું ખાવા-પીવાની છૂટ બધી. છતાં પણ ખાવામાં ય હરકત નહીં રાખો તો એ નુકસાન કરશે પછી. એનો ફોર્સ ત્યાં જાય ને !
મોક્ષે જવું હોય તો વિષય કાઢવો પડશે. હજારેક મહાત્માઓ છે, વર્ષ વર્ષ દહાડાનું વ્રત લે છે. ‘વર્ષ દહાડાનું મને આપજો વ્રત.' કહે છે. વર્ષ દહાડામાં એને ખબર પડી જાય.
અબ્રહ્મચર્ય એ અનિશ્ચય છે. અનિશ્ચય છે એ ઉદયાધીન નથી. આ તો બધું ખાલી ભાન વગરનું, તે જાનવરની પેઠ જીવી રહ્યા છે. એ સ્ત્રીઓએ સમજવું જોઈએ અને પુરુષોએ સમજવું જોઈએ. મોક્ષે જવું હોય