________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૪૭
તો સુખ તો મોક્ષમાં છે. અને એ વિષય ના હોય તે દહાડે તું સુખ તો જો ! એક વર્ષ દહાડાનું બંધ કરીને જુઓ ! અનુભવ કરો ત્યારે થાય. પરમ દહાડે ચાર-પાંચ જણ આવ્યા હતા ને મેં તો ઊભું પૂછ્યું તો મને તો અરેરાટી છૂટી ગઈ કે આવાં માણસો છે હજુ ! હું તો જાણું કે વિષયમાં ડાહ્યા થઈ ગયા હશે ! ત્યારે વધુ વિષયી થયા. આ તો કોણ પૂછનાર છે, હવે તો દાદા છે ને માથે ! અલ્યા મૂઆ, આવું થયું ?! બીજું બધું મેં છૂટ આપી છે. બીજા ચાર વિષયો આંખના કરો, બીજા કરો, પણ આ નહીં. આ સામું ક્લેઈમવાળું છે, એગ્રીમેન્ટવાળું છે, ભયંકર. એ જ્યાં જશે ત્યાં લઈ જશે. હું તો ચાર-પાંચ જણને પૂછીને તો સજ્જડ થઈ ગયો. મેં કહ્યું, ભઈ, આવી પોલ તો ના ચાલે, અનિશ્ચય છે આ તો. એ તો કાઢવી જ પડે. બ્રહ્મચર્ય તો પહેલું જોઈએ. આમ નિશ્ચયથી તમે બ્રહ્મચારી જ છો પણ વ્યવહારથી ના થવું જોઈએ ? વ્યવહારથી થવું જોઈએ કે ના થવું જોઈએ ? બાપ અનુસર્યા દીકરાતે !
આવી વાત કરવામાં આબરૂ ના જતી રહે ?
પ્રશ્નકર્તા : ના, આબરૂ જતી રહે નહીં. પણ રોગ નીકળે છે. દાદાશ્રી : રોગ નીકળે છે, નહીં ? થોડો નીકળ્યો ? પ્રશ્નકર્તા : બહુ.
દાદાશ્રી : ત્યારે સારું. ત્યારે રોગ ને અમારે કંઈ લેવાદેવા છે કંઈ ? ગુરુપૂર્ણિમા પછી આવો, બ્રહ્મચર્યવ્રત આપી દઈએ, જો મઝા ૨હેશે. સુખ પછી જ આવે ! એક ભાઈ શું કહેવા માંડ્યા'તા ? મારા છોકરાને મેં આનંદમાં જ દીઠાં, તે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. પણ લીધું પછી તો, જો આનંદ જામે. એટલે એક્સટેન્શન કરાવ્યા કરે છે પછી. જામે એટલે પછી ! પહેલી તો ભડક લાગે, શું થશે, શું થશે ? શું થવાનું છે પણ તે ? આ શું ગંદવાડાથી છેટા રહીને શુદ્ધાત્મા જોઈએ. એટલે બહુ નિરાંત થઈ ગઈ !
આપણું જ્ઞાન હોય તો બ્રહ્મચર્ય પળાય, નહીં તો પળાય નહીં. મન બગડ્યા જ કરે. દ્રષ્ટિ બગડ્યા જ કરે. આ તો આપણી દ્રષ્ટિમાં શુદ્ધાત્મા
૧૪૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દેખાય ને ! કશો વિચાર જ ના આવે. જરૂર નહીં પડે. એવું મહીંથી આનંદ થશે. એ ભાઈ કહેતા'તાને બહુ આનંદ છૂટ્યો ?!
બધા ય જેણે બ્રહ્મચર્ય વ્રત લીધાં ને ! હજુ ત્રીસ-ત્રીસ વર્ષની ઉંમરના માણસો આવે છે, બેઉ સાથે ! અમે આ બ્રહ્મચર્યની ચોપડી વાંચી ને હવે અમારે બ્રહ્મચર્ય વ્રત લેવું છે ! આવાં બધા દુઃખો ? મેં કહ્યું, ‘તમે જાણતા નહોતાં ?” ત્યારે કહે, “ના, કોઈએ કહ્યું જ નહીં ને ?’ બધાં એ કહ્યું કે, ખરું સુખ આમાં છે. એટલે અમે ય માની લીધું. આ તો તમે કહ્યું એટલે અમારા આત્માએ કબૂલ કર્યું. પાછું એક સ્ટ્રોકમાં તો કેટલાંય જીવો મરી જાય છે ? તે શા સુખ મળવાનાં, તે આટલાં જીવ મારીને ? ને સુખ એમાં કશું ય છે નહીં !
બહાર લોકોને જ્ઞાનપૂર્વકનું નહીં ને ! જ્ઞાનપૂર્વકનું બ્રહ્મચર્ય હોય ત્યારે બહુ અસર થાય ! બાંધીને ઉપવાસ કરાવીએ, એના કરતાં ઉપવાસ સમજીને કરીએ તો તો એની વાત જ જુદીને !!
તક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ !
શીલ ઉર્ધ્વકરણની શરૂઆત કરવી હોય તો થાય. બ્રહ્મચર્ય વ્રત લઈને નક્કી કર્યું ત્યાંથી જ ઉર્ધ્વકરણ. કેટલા આનંદમાં રહે છે ! આ તો આપણા આત્માનો આનંદ નથી રહેતો. બળ્યું, આમાં ને આમાં ખોવાઈ જઈએ. મોંઢા પણ પડી ગયેલા હોય બધું. આખો દહાડો લાલચમાં ને લાલચમાં ! હવે આટલાં વર્ષ થયા, માણસ ના સમજે ?! ચેતીને ચાલવું સારું હવે. અને કંટ્રોલ પેલો એ રાખવો જ પડે. કંટ્રોલ રાખે નહીં ને, તો માણસને એ કંટ્રોલના વિચારે ય છૂટા થઈ જાય પછી. બધું ખુલ્લું જ થઈ જાય એ બધું. એટલે ઘણાં માણસ તો કંટ્રોલ રાખીને, તે થાય દોષો પણ તે દોષોની ક્ષમા માંગી લે, બસ. પણ આ કંટ્રોલ ઊડી જાય ને, તો કશું રહે જ નહીં. એટલે હમણાં વર્ષ-બે વર્ષ તમે છૂટું રાખો. તમે અભ્યાસ કરી જુઓ એમાં કંઈ ફાયદો જો સારી રીતે થાય તો. નહીં તો પછી આ પ્રમાણે લેવું. દરેકની રીત જુદી હોય પાછી. એવું કે કાયદો અમુક જ ના હોય બધાંને. રસ્તો એ સારો છે આ કળિયુગમાં, આ દુષમકાળમાં. કારણ કે દાદા યાદ આવે અને દાદા ફરી
યાદ રહ્યા છે ને ! તેથી કોઈને ભય જ નહીં ને ! જેમ ઘરમાં ય કોઈ કહેનાર