________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૧ દાદાશ્રી : અંદરનું ફૂટે કે બહારથી ફૂટે. પણ બધું જ્ઞાયક સ્વભાવની બહાર છે અને બીજું બધું ય શેય છે. પછી આપણને શું અડ્યું ?
પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી નિરાકુળતા વર્તાય છે. છતાં ય વિષયમાં આસક્તિ કેમ રહી જાય છે ?
દાદાશ્રી : મહીં એવો માલ ભર્યો છે, તે હજી એના મનમાં શ્રદ્ધા છે કે એમાં સુખ છે.
ફેરવો બિલિફ વિષયતી ! પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન પછી ખાલી એકલી ‘બિલિફ' જ ફેરવવાની છે ?
દાદાશ્રી : હા, પણ એવું છે ને, રાઈટ શ્રદ્ધા પૂરી ક્યારે બેઠી કહેવાય કે રોંગ શ્રદ્ધા બધી જ ઊડી જાય ત્યારે ! હવે મૂળ રોંગ બિલિફ અમે ઉડાડી પણ આ વિષયમાં તો અમે થોડી-ઘણી રીંગ શ્રદ્ધા ફ્રેકચર કરી આપીએ ! બાકી બધું અમે કંઈ ફેકચર કરવા નવરા છીએ ?
એટલે વિષયમાંથી રસ ક્યારે નિર્મૂળ થાય કે પહેલું તો પોતાને એમ લાગે કે આ મરચું ખાઉં છું એ મને નડે છે, આવી રીતે નુકસાન કરે છે. એવું એને સમજાવું જોઈએ. જેને મરચાંનો શોખ હોય, તે તેને જ્યારે ગુણ-અવગુણ સમજાઈ જાય ને ખાતરી થાય કે મને નુકસાન જ કરે છે તો એ શોખ જાય. હવે આપણને ‘શુદ્ધાત્મામાં જ સુખ છે” એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ જ ના રહે. છતાં ય વિષયમાં સુખ લાગે છે, એ પહેલાંનું રીએક્શન છે !
પ્રશ્નકર્તા : વિષયમાં સુખ છે, એ ‘બિલિફ’ પડી છે, તે કેવી રીતે નીકળે ?
દાદાશ્રી : આપણને આ ચા સરસ મીઠી લાગે છે, એ આપણો રોજનો અનુભવ છે. પણ જલેબી ખાધા પછી કેવી લાગે ?
પ્રશ્નકર્તા: મોળી લાગે.
૧૩૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : એટલે તે દહાડે આપણને સમજણ પડી ગઈ, બિલિફ બેસી ગઈ કે જલેબી ખાધી હોય તો ચા મોળી લાગે. એવી રીતે આત્માનું સુખ હોય છે, ત્યારે બીજું બધું મોળું લાગે.
વિષયથી ટળે જ્ઞાત તે ધ્યાત ! આ વિષય વસ્તુ એવી છે કે એક જ દહાડાનો વિષય ત્રણ દહાડા સુધી કોઈ પણ પ્રકારની એકાગ્રતા ના થવા દે, એકાગ્રતામાં હાલમ-ડોલમ થયા કરે. જ્યારે મહિના સુધી વિષય ના સેવે, તો એની એકાગ્રતામાં હાલમ-ડોલમ ના થાય. આત્માનું સુખ તમને વર્તે છે, તેના આધારે તમે અહીં આવ્યા કરો છો. તમારી દ્રષ્ટિ અહીં જ હોય છે, છતાં ય પણ તમને આ સુખ આત્માનું છે કે વિષયનું છે એ ભેદ માલુમ ના પડે. અજાણ્યા માણસને પહેલાં જલેબી ખવડાવીએ ને પછી ચા પીવડાવીએ તો ? એવું જલેબીને લીધે ચા મોળી લાગે, એવું આમાં ભેદ માલુમ ના પડે !
ત બુઝાય એ પ્યાસ કદિ... જો સુખ ક્યાંય જડતું નથી ! આટલા પૈસા છે, તો ય પૈસામાં સુખ પડતું નથી, બૈરી છે એમાં ય સુખ પડતું નથી ! એટલે વળી પાછાં બોટલ મંગાવીને, જરા પીને સૂઈ જાય છે ! સુખ તો માણસે જોયું જ નથી ને ! જીવમાત્ર શું ખોળે છે ? સુખને જ ખોળે છે. કારણ કે એનો સ્વભાવ જ સુખનો છે. ચિત્તવૃત્તિ સુખ જ ખોળે છે કે આમાં સુખ આવશે, જલેબીમાં સુખ આવશે, અત્તરમાં સુખ આવશે, સિનેમામાં સુખ આવશે. એ ચાખ્યા પછી પોતે નક્કી કરે કે આમાં કંઈ જ સુખ નથી. પછી પોતે એ બધું છોડ છોડ કર્યા કરે ને આગળ નવું ખોળતું જ જાય, પણ એને તૃપ્તિ ના થાય. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષ એનું નામ કે ઇચ્છા પૂરી થાય એટલે સંતોષ થાય. જમવાની ઇચ્છા થઈ, પછી આપણે જમ્યા એટલે સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. તૃપ્તિ એટલે એને ફરી ઇચ્છા જ ના થાય.
પ્રશ્નકર્તા : કોઈ ઇચ્છા આપણે કરી હોય ને આપણને તે વસ્તુ ના મળી, એટલે મહીં બળતરા શરૂ થાય ને ?
દાદાશ્રી : ઇચ્છા એ જ અગ્નિ છે. ઇચ્છા થઈ એટલે દીવાસળી