________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
ઉ0
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : ગધેડા જેવો ! દાદાશ્રી : એમ ? શું વાત કરે છે ? એ તો આ મનુષ્યને શોભે ?
વિષયનું વિવરણ ‘રાજચંદ્ર'ની દ્રષ્ટિએ.. પહેલાના ઋષિમુનિઓ એક પુત્રદાન માટે જ વિષય કરતા, પછી આખી જિંદગીમાં નહીં.
પ્રશ્નકર્તા : અને એને તો ઊલટું આશ્ચર્ય લાગે છે કે તમને મારા પર આકર્ષણ કેમ થતું નથી ?
દાદાશ્રી : એને એમ કહેવું કે તું આમ સંડાસમાં અંદર જાય છે, તો ય મને બહાર રહીને દેખાય છે એટલે આકર્ષણ થતું નથી.
પ્રશ્નકર્તા : તો તો એ ભડકી જાય.
દાદાશ્રી : નહીં, પણ એને સમજણ પડે કે સંડાસ જઉં એવું દેખાય તો તો આકર્ષણ જ કેમ થાય ? એ કેવું ખરાબ દેખાય ?! પણ આ ય બોમ્બ ફાટે એવું થઈ જાય ને ? તો આમે ય ફસામણ થઈ ગઈ ને ? લક્કડકા લાડુ ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા.
દરાજ ખંજવાળે એવું સુખ ! પ્રશ્નકર્તા : દાદા, ખરું કહું ને તો હજી વિષયમાં મને પોતાને કો’ક વખત સ્વાદ આવી જાય છે.
દાદાશ્રી : એ સ્વાદ તને છોડતો નથી ? પણ આમાં સ્વાદ જેવું છે જ ક્યાં ? નર્યો ગંદવાડો ! આ ગંદવાડાને ચૂસવા જઈએ તો ય એમાં એટલી બધી ગંધ છે, ઓહોહો એટલી બધી ગંધ છે !! કેટલી ગંધ હશે ? પાર વગરની ગંધ છે ! કૃપાળુદેવે શું લખ્યું છે ? તે વાંચ્યું છે ? એમણે એનું વર્ણન કર્યું છે તે આપણને ચીતરી ચઢે.
પ્રશ્નકર્તા : છતાં ય પણ આ ઇન્દ્રિયને એમાં સ્વાદ આવી જાય છે ને ?
પ્રશ્નકર્તા : આખી જિંદગીમાં નહીં ?
દાદાશ્રી : નહીં, આ શાને માટે પૈણવાનું છે ?! પરસ્પર સામસામી સંસારકાળ પૂરો કરવા માટે, કે ‘ભઈ, તારે આટલું કામ કરવાનું ને મારે આટલું કામ કરવાનું.’ અને સ્ત્રીને ભો ના લાગે અને પુરુષને જરા હૂંફ રહે.
પ્રશ્નકર્તા: તો ઋષિઓ આખી જિંદગી શું કરે ?
દાદાશ્રી : આમ જોડે રહે ને ખાવા-પીવાનું બધું ય, પણ સાધનાઓ જ કર્યા કરવાની. ભગવાનની ભક્તિ કરે, આત્માને માટે જ બધું કરવાનું ! પૈણવાનું એ તો મદદને માટે પૈણવાનું હોય છે, કે સંસારમાં હેલ્ડિંગ થાય ! એકલો હોય, તે શું કરે ? કમાવા જાય કે ખાવાનું કરે ? પણ આ તો છોકરાનાં કારખાનાં કાઢ્યાં ! ચાર-આઠ થાય, કોઈને ડેઝને ય થાય ! છોકરાંની જરૂર ના હોય તો ય વિષય કરે છે. અલ્યા, છોકરાંની જરૂર નથી, હવે તારે વિષય શું કરવો છે ? પણ એમાં એને ટેસ્ટ આવે છે ! વિષયમાં તે વળી કયું સુખ છે ? શ્રીમદ્ રાજચંદ્ર તો કહ્યું કે આ તો વમન કરવાને યોગ્ય પણ ભૂમિકા નથી. ઘૂંકવાનું કહે તો ય ગમે નહીં. બીજી જગ્યાએ ઘૂંકાય, પણ અહીં તો આપણને ઘૂંકતાં ય શરમ આવે. લોકો કેવું માની બેઠા છે ? બધું ઊંધું જ માની બેઠા છે ને ?!
કૃપાળુદેવે કહ્યું સ્ત્રી વિષે... કૃપાળુદેવના પત્રમાં શું લખ્યું છે ? “સ્ત્રીના સંબંધમાં મારા વિચાર.”
દાદાશ્રી : સ્વાદ કશો નથી આવતો. એ સ્વાદ તો દરાજ થઈ હોય ને વલૂરે, તે એવો સ્વાદ આવે છે ! એ વલુરે ત્યારે આપણે કહીએ ‘હવે બંધ રાખતો ?” તો પણ એનો એવો સ્વાદ આવે છે, તે છોડતો નથી. પછી લ્હાય બળે છે ત્યારે પાછું ખરાબ લાગે ! લ્હાય તો બળે જ ને ? કૃપાળુદેવે આ સુખની સરખામણી દરાજ વલૂરે એના જેવું સુખ કહ્યું. માણસ વિષય કરતો હોય તો તે ઘડીએ એનો ફોટો પાડીએ તો કેવો દેખાય ?