Book Title: Bhaktimargni Aaradhana
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 7
________________ યોગ થાય તો પણ તેમના સાચા સ્વરૂપને ઓળખવાની શક્તિ પ્રમાણમાં બહુ જ થોડા સાધકોમાં દષ્ટિગોચર થાય છે. આમાં વળી વિશાળ સંખ્યાબળ છે જેમનું એવા નામધારી ગુરુઓ મોહાધીન થયા થકા શિષ્યોને પોતાના સંકુચિત કુંડાળામાં એવી સખત રીતે જકડી રાખે છે કે તેમને બિચારાને પરમાર્થ-સત્સંગનો લાભ લેવાની તક મળે તો પણ તેઓ તેનો લાભ લઈ શક્તા નથી. કળિયુગમાં સામાન્યપણે અને છેલ્લા ત્રણ-ચાર સૈકાઓમાં વિશેષપણે, આવી પરિસ્થિતિ પ્રવર્તતી હોવાને લીધે, પ્રત્યક્ષ સત્પષના સાન્નિધ્યમાં રહીને જ્ઞાનમાર્ગની આરાધનાની તક અસંભવપ્રાયઃ થઈ ગઈ છે. આવી પરિસ્થિતિમાં કોઈક વિરલ પુરુષને બાદ કરતાં, ઘણાં મહાત્માઓએ પોતે મુખ્યપણે ભક્તિમાર્ગનો આશ્રય કરી જ્ઞાનમાર્ગને ગૌણ કર્યો છે અને પોતાના આશ્રિતોને પણ ભક્તિમાર્ગનું અવલંબન લેવાની મુખ્યપણે પ્રેરણા કરેલી છે; કારણ કે તે પ્રમાણે વર્તવાથી જ સ્વપરકલ્યાણનો માર્ગ શીધ્ર પ્રશસ્ત થશે એવા નિર્ણય પર તેઓ આવેલા દેખાય છે. માટે જ જ્ઞાનીઓએ કહ્યું: “ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” *. જ્ઞાનમાર્ગની વિકટતા અને તેનું દુરારાધ્યપણું | શ્રેયમાર્ગ મળે જ્ઞાનમાર્ગની સાધનામાં વિકટતા રહેલી છે અને આ કાળે તો, આગળ કહ્યું તેમ, પ્રત્યક્ષ સત્પરુષની દુર્લભતા ઉપરાંત બુદ્ધિની અલ્પતા અને મલિનતા પણ જોવામાં આવે છે. આ સંજોગોમાં શાસ્ત્રોનો મર્મ પામવો - અને તેમાં પણ વીતરાગ દર્શનમાં કહેલા સૂક્ષ્મ તત્ત્વોનો મર્મ પામવો - અતિ અતિ દુષ્કર જણાય છે. ગુરુગમ વિના પોતાની અલ્પમતિથી જેઓએ જ્ઞાનમાર્ગની આરાધનાનો પ્રયત્ન કર્યો તેમાંના નવ્વાણું ટકા ઉપરાંતમાં શુષ્કજ્ઞાનીપણું, ઉદ્ધતાઈ, આડંબર, અતિવાચાળપણું, મિથ્યા-અહંકાર, સ્વચ્છંદાધીનપણું, એકાંતનું પ્રતિપાદન, એકાંતનું આચરણ અને અંતરનું દ્વિધાપણું પ્રત્યક્ષ જોવામાં આવે * શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 208