________________
સ્વામી ભગવાનની કરુણા અને ઉપશમરસભરી, જીવંત લાગતી નયનરમ્ય પ્રતિમાઓ એના હૃદયને વધુ ને વધુ કબજો લઈ લે છે. મંદિરના શાંત, પવિત્ર અને દિવ્ય વાતાવરણમાં દર્શન, વંદન અને પૂજન કરતાં કરતાં યાત્રિક જાણે કઈ જુદી જ સૃષ્ટિમાં આવી ચડયો હોય એવો આનંદ અનુભવે છે, જીવનની ધન્યતા અનુભવે છે.
તીર્થની પ્રાચીનતા, ભવ્યતા, વિશાળતા, મનહરતા અને દિવ્યતાના અનુભવની સાથે સાથે જ તીર્થનો વહીવટ કરતી પેઢીના સ્ટાફનો વિનયવિવેક અને સૌજન્યભર્યો વ્યવહાર તથા ત્યાંની ધર્મશાળા અને ભોજનશાળાની વ્યવસ્થામાં પણ જોવા મળતી સ્વચ્છતા અને સગવડતા વગેરે પણ યાત્રિકને બીજા તીર્થો કરતાં કંઈક જુદો જ અને સુખદ અનુભવ કરાવે છે. પરિણામે, એકાદ દિવસ માટે આ તીર્થમાં અવેલે યાત્રિક બે-ચાર દિવસ રહી જવાનું મન કરે છે. અને એક વાર આ તીર્થમાં આવી ગયેલી વ્યક્તિ ફરી ફરી અહીં આવવાની ભાવનાને હૃદયમાં સાથે લઈને જાય છે. આવું જીવતું અને જાજરમાન છે એ તીર્થધામ.
માહિતીસભર ગ્રંથની જરૂરિયાતઃ શ્રી ભદ્રેશ્વર તીર્થને પ્રાચીન ઇતિહાસ ભારે ગૌરવભર્યો છે; એની મધ્યકાલીન ચડતી-પડતીની હકીકતો પણ જાણવા જેવી છે. અને આ તીર્થની વર્તમાન વિકાસગાથા તો અનેકને પ્રેરણાસ્પદ બને એવી છે.
આ તીર્થને લગતી સર્વાગીણ માહિતીથી સમૃદ્ધ અને અભ્યાસપૂર્ણ એવા એક સુંદર પ્રન્થની જરૂરિયાત ઘણું સમયથી વર્તાતી હતી; એ માટે પૂર્વે કેટલાક પ્રયત્ન પણ થયેલા, પરંતુ એ કામ સહેલું નહોતું.
તામ્રપત્ર અને શિલાલેખ, સંરકૃત તથા પ્રાકૃત સાહિત્યના પ્રાચીન ગ્રન્થો અને જીર્ણશીર્ણ બનેલાં હસ્તલિખિત પાનાંઓ, લોકમુખે સચવાયેલી દંતકથાઓ અને કિંવદંતીઓ, તથા છેલ્લાં સે-ઢસા વર્ષમાં દેશ-વિદેશના જૈન-અજૈન વિદ્વાનોએ, ઈતિહાસકારોએ અને પુરાતત્વવેત્તાઓએ કરેલા આ તીર્થને લગતાં સંશોધન અને ઉલ્લેખોમાં વીખરાયેલી પડેલી એ બધી વાતોનું સંશોધન, સંભાજન અને સંકલન કરીને એને વ્યવસ્થિત રૂપે ગ્રન્થસ્થ કરવાનું મહાકાય ઘણુ વખતથી કાઈક નિષ્ઠાવાન અભ્યાસી સંશોધક અને કુશળ શબ્દશિલ્પીની પ્રતીક્ષા કરી રહ્યું હતું......મોડે મોડે પણ હવે એ પ્રતીક્ષાને અંત આવે છે અને શ્રી ભદ્રેશ્વર મહાતીર્થની પ્રાચીન-અર્વાચીન સ્થિતિ વિષે વિશદ છણાવટ કરતે આ સર્વાંગસુંદર ગ્રન્ય, લગભગ પોણે ચિત્રો સાથે, છપાઈને પ્રકાશિત થઈ રહ્યો છે, તેથી સહુ જિજ્ઞાસુઓ અને તીર્થપ્રેમીઓને આનંદ થાય તે સહજ છે.
ખૂબ જ મહેનત માગી લે તેવું તીર્થના ઇતિહાસલેખનનું આ અટપટું અને જવાબદારીભર્યું કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાને યશ જૈન સંધના જાણીતા લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને કાળે જાય છે.
પ્રન્થલેખક શ્રી રતિભાઈ : પ્રસ્તુત ગ્રન્થના વિદ્વાન લેખક શ્રી રતિભાઈ જૈન સંઘમાં પીઢ પત્રકાર, કશળ સંપાદક અને મધુર છતાં મંગલ ભાવનાઓથી ભરેલી વાર્તાના લેખક તરીકે તે ખૂબ જાણીતા છે; પરંતુ પ્રસ્તુત ગ્રન્થને સર્જનથી એમનામાં છુપાયેલી એક નવી જ પ્રતિભા બહાર આવી છે. બે વર્ષ પૂર્વે પ્રગટ થયેલી અને સર્વત્ર આદર તથા પ્રશંસા પામેલી “ગુર ગૌતમસ્વામી” નામની એમણે લખેલી સુંદર કૃતિને કારણે જેમ તેઓ ઉચ્ચ કોટિના ચરિત્રલેખકની ખ્યાતિને પામ્યા છે, તેમ પ્રસ્તુત ગ્રન્થના સજનથી તેઓ, પ્રથમ પ્રયને જ, એક અચ્છા સંશોધક અને ઇતિહાસલેખક તરીકેની પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરશે એમ મને લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org