Book Title: Atmanand Prakash Pustak 031 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહલુકૃત ભાવના. ૨૩૭ ૪ આધ્યાત્મિક વિકાસક્રમમાં ભાવના અતિ અગત્યનો ભાગ ભજવે છે. ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના. એમાં ભાવના કે છેલ્લી મૂકી છે છતાં દાન, શીલ અને તપ એ દરેકમાં ભાવનાનું જ મહત્ત્વ છે. “યાદશી ભાવના તાદશી સિદ્ધિઃ—જેવી ભાવના તેવી સિદ્ધિ–એ સૂત્ર સામાન્ય વ્યવહારમાં પ્રસિદ્ધ છે. શ્રી ભગવદ્ગીતાનું વાક્ય “મન એવ મનુષ્યાણાં કારણું બંધમાક્ષર – અર્થાત બંધ અને મોક્ષનું કારણ મનુષ્યને મન જ છે–એ પણ સુવિદિત છે. એમ અનેક દષ્ટિથી વિચારતાં ભાવનાનું ગૌરવ જબરૂં છે. . : ૫ પ્રાચીન આચાર્યોએ પ્રાકૃત અને સંસ્કૃતમાં અનિત્યાદિ બાર ભાવનાનું સ્વરૂપ જુદી જુદી રીતે આલેખ્યું છે, તે સર્વને સંગ્રહ એક લેખ કે પુસ્તકના આકારમાં પ્રસિદ્ધ કરવા યોગ્ય છે. ગૂજરાતી કાવ્યમાં સત્તરમી સદીમાં તપાગચ્છના સકલચંદે બારભાવના સઝાય અને ખરતરગચ્છના જયસામે ભાવનાસંધિ સં. ૧૬૭૬ માં (જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૨૮૦ અને ૪૯), અઢારમી સદીમાં તપાગચ્છના જયસોમે બાર ભાવનાની સજઝાય સં. ૧૭૦૩ માં (જૈન ગૂર્જરકવિઓ બીજો ભાગ પૃ. ૧૨૬) રચેલ છે અને વીસમી સદીમાં શ્રી રાયચંદ કવિએ ગુજરાતી ગદ્યમાં ભાવનાબેધ નામની કૃતિ રચી તેમાં તે બાર ભાવનાનું સુંદર સ્વરૂપ આળેખ્યું છે. अल्लुकृत भावना છે. ૯૦ છે અથ અવધુઝીરતિ લિખતે (૧ અનિત્યભાવના) દુહા ધ્રુવ વસ્તુ નિશ્ચિત સદા, અધ્રુવ ભાવ પરજાવ; શુદ્ધ રૂપ જે દેખીએ, પુદ્ગલતણે વિભાવ. જીવ સુલક્ષણા હે, મે પ્રતિભાસિઉં આજ, પરિગ્રહ પરતા હો, તાસે કે નહી કાજ; કેઈ કાજ નહી, પર હું સેતી સદા એસ જાનીધું, ચિતન્ય રૂપ અનુપ નિજ ધન તાસ સે મુખ માનીશું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54